KBC-11 : અમિતાભ બચ્ચનના મુવી સાથે જોડાયેલ આ સવાલનો જવાબ ખબર છે?

0
233
views

ટીવી પર અત્યારે કોન બનેગા કરોડપતિ નો શો ખૂબ જ છવાયેલો છે. હાલમાં કોન બનેગા કરોડપતિની ૧૧મી સિઝન ચાલી રહી છે. અત્યાર સુધીમાં ઘણા કન્ટેસ્ટન્ટ આવ્યા અને સારી એવી રકમ પણ જીતીને ગયા છે. થોડા દિવસ પહેલા જ દિલ્હીના મરીયટા મેન્ડિસ હોટ સીટ પર બેઠા હતા.

Fastest Fingure First Round માં તેમને જવાહર નહેરુ સાથે જોડાયેલ એક સવાલ પૂછવામાં આવ્યો હતો. જેમાં તેમણે જવાહર નહેરુ સાથે જોડાયેલી ઘટનાઓને ક્રમશઃ લગાવવાની હતી. જેમાં તેઓ પ્રથમ આવ્યા બાદ તેઓને હોટ સીટ પર બેસવાનો અવસર પ્રાપ્ત થયો હતો. આ પ્રસંગે તેઓ ખૂબ જ રડવા લાગ્યા હતા, જેથી અમિતાભ બચ્ચન તેમને શાંત કરવા માટે પહોંચ્યા હતા.

મરીયટા મૂળ રાયગઢની રહેવાસી છે. તેના માતા-પિતાએ તેને બાળપણમાં જ છોડી દીધી હતી. મિશનરી ચેરીટી એ તેઓને દત્તક લીધા અને ત્યારબાદ મરીયટા દિલ્હી પહોંચ્યા. ૩૯ વર્ષીય મરીયટા વ્યવસાય ફ્રન્ટ ઓફીસ એક્ઝિક્યુટિવ છે. મરીયટા એ જણાવ્યું કે, ઘણી વખત તેઓને એકલતા મહેસૂસ થાય છે. સાંજના સમયે જ્યારે તેઓ ઘરે પહોંચે છે ત્યારે તેઓને લાગે છે કે ઘરમાં કોઈ હાલચાલ પૂછવા વાળુ તો હોવું જોઈએ.” તેઓ કોન બનેગા કરોડપતિમાં જીતેલા પૈસામાંથી એક ઘર ખરીદવા માંગે છે.

તેમની આ કહાની સાંભળીને અમિતાભ બચ્ચન પણ ભાવુક બની ગયા હતા. તેઓએ મરીયટાને કહ્યું, “આજથી તમે એકલા નથી. અમે બધા જ તમારા પરિવારનો એક ભાગ છીએ, તો તમે ખુશ રહો. આશા છે કે તમે એક સુંદર ઘર બનાવી શકશો.” આ શોમાં અમિતાભ બચ્ચને પોતાની ફિલ્મ સાથે જોડાયેલ એક સવાલ પૂછ્યો હતો. આ સવાલના વિકલ્પોમાં અમિતાભ બચ્ચનનું પણ નામ હતું.

આ દરમિયાન અમિતાભ બચ્ચન એટલા એક્સાઇટેડ થઈ ગયા હતા કે તેઓએ કોમ્પ્યુટર પહેલા જવાબ આપી દીધો હતો. આ શોમાં મરીયટા ૩.૨૦ લાખ રૂપિયા જીતવામાં સફળ રહી હતી. તો ચાલો તમને જણાવીએ કે આ પ્રશ્ન શું હતો. જો તમને પણ તેનો જવાબ માલુમ હોય તો કોમેન્ટ બોક્ષમાં જરુરથી જણાવજો.

સવાલ : આમાંથી ક્યા અભિનેતા “કભી ખુશી કભી ગમ” ફિલ્મમાં ન હતા?

જવાબ : (એ) શાહરૂખ ખાન (બી) ઋત્વિક રોશન (સી) આમિર ખાન (ડી) અમિતાભ બચ્ચન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here