એમ્બ્યુલન્સ પર શા માટે ઉલ્ટા અક્ષરોમાં AMBULANCE લખવામાં આવે છે ? જાણો એક ક્લિક પર

0
446
views

એમ્બ્યુલન્સ ગાડીની બધાને જાણ હશે. કારણકે લગભગ બધા ને જ આ ગાડીની જરૂર પડી હશે. એમ્બ્યુલન્સ ગાડીની ઓળખ લાલ લાઈટ, લીલી લાઈટ અથવા તો સાયરન વાગવાથી જ થઈ જાય છે. આ ગાડીનું ફક્ત સાયરન અને રંગ જ તેની ઓળખ નથી. પરંતુ તેના પર લખેલ AMBULANCE પણ તેની ખાસ ઓળખ હોય છે.

એમ્બ્યુલન્સ ગાડીની ઓળખ બીજી ગાડી કરતા અલગ રાખવાનું કારણ એકદમ સાફ છે. આ ગાડી ની ઓળખ અલગ હોવાથી લોકો જલ્દી તેને ઓળખી લે છે અને તેને આગળ જવાનો રસ્તો કરી આપે છે. પરંતુ તમે જોયું હશે કે બધી જ એમ્બ્યુલન્સ ગાડીઓમાં આગળ ની તરફ AMBULANCE ઊંધું લખેલ હોય છે જે બીજી બધી ગાડીઓ કરતા અલગ હોય છે. ઘણા ઓછા લોકોને તેની પાછળનું કારણ ખબર હોય છે. જો તમે નથી જાણતા તો આજે અમે તમને જણાવીશું.

એમ્બ્યુલન્સ ગાડીમાં ઊંધું AMBULANCE લખવાનું કારણ તેની ઓળખ અલગ રાખવાનું તો છે જ પરંતુ સાથે સાથે તેની આગળ ચાલી રહેલા વાહન માટે લખવામાં આવે છે. જેમ કે તમે કોઈપણ ગાડીના કાંચ માંથી પાછળ આવી રહેલી ગાડીઓને જોવો છો તો તેના પર લખેલા શબ્દો તમને ઊંધા જોવા મળે છે. પરંતુ એમ્બ્યુલન્સ માં પહેલે થી જ ઊંધા શબ્દો માં AMBULANCE લખેલું હોય છે. જેના લીધે તેની આગળ ચાલી રહેલા ગાડીને આ શબ્દો સીધા જોવા મળે. જેનાથી તેને આરામથી વાંચી શકાય છે.

હવે તમે સમજી ગયા હશો કે એમ્બ્યુલન્સ ગાડી માં ઊંધા શબ્દો માં AMBULANCE તેની આગળ ચાલી રહેલી ગાડીના ડ્રાઇવર માટે લખવામાં આવે છે. જેથી તે આ શબ્દો ને આસાનીથી વાંચી શકે અને એમ્બ્યુલન્સ ની ગાડીને આગળ જવાનો રસ્તો કરી આપે.

આપણે જાણીએ છીએ કે રસ્તા પર ચાલતી કોઈપણ ગાડીની ફરજ છે કે તે પહેલા એમ્બ્યુલન્સ ને જવાનો રસ્તો કરી આપે. ઘણીવાર ટ્રાફિક જામ હોય ત્યારે પણ લોકો પહેલા એમ્બ્યુલન્સ ને જવાનો રસ્તો કરી આપતા હોય છે. કારણકે તેમાં માણસ જિંદગી સાથે લડતો હોય છે. જો કોઈ માણસ ગંભીર હોય તો તે ટાઇમસર હોસ્પિટલ પહોંચી જાય તો તેનો જીવ બચી શકે છે. તેથી આપણે ક્યારેય પણ કેટલી પણ ઉતાવળમાં હોઈએ તો પણ પહેલા એમ્બ્યુલન્સ ને રસ્તો કરી આપવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here