આજથી અમદાવાદ-મુંબઈ વચ્ચે શરૂ થશે દેશની બીજી પ્રાઇવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસની શરૂઆત, જુઓ તેની પહેલી ઝલકની તસ્વીરો

0
398
views

અમદાવાદ થી મુંબઈ વચ્ચે ચાલનારી તેજસ ટ્રેન અમદાવાદ આવી ચુકી છે. આ દેશની પહેલી પીપીપી મોડેલ વાળી ટ્રેન છે, જેને ચલાવવાની જવાબદારી ઇંડિયન રેલ્વે કેટરિંગ એંડ ટ્રાવેલ કોર્પોરેશન (IRCTC) ને આપવામાં આવી છે. હાલમાં આ ટ્રેન અમદાવાદ પહોચી ચુકી છે અને આ ટ્રેન ૩ વર્ષ સુધી આઇઆરસીટીસી ચલાવશે.

દિલ્હી લખનઉ રેલ માર્ગ પણ ચાલનારી પહેલી પ્રાઇવેટ ટ્રેન દિલ્હી લખનઉ તેજસ એક્સપ્રેસ શરૂ થયા બાદ હવે બીજી પ્રાઇવેટ ટ્રેન મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસનું ઉદઘાટન આજે એટલે કે ૧૭ જાન્યુઆરી ના રોજ થવા જઈ રહ્યું છે. રેલ મંત્રી પિયુષ ગોયલ ગુરૂવારના રોજ આ ટ્રેનના અત્યાધુનિક કોચની તસવીરો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેયર કરી હતી.

આ અત્યાધુનિક સુવિધાઓ વાળી ટ્રેન છે, જેમાં દરેક સીટ પર એલસીડી સ્ક્રીન અને વાઇ-ફાઈ કી છે. બધા જ ડબ્બામાં ઓટોમેટીક દરવાજા છે. સાથોસાથ દરેક ડબ્બામાં ચા તથા કોફીના વેન્ડિંગ મશીન લગાવવામાં આવેલ છે. તેજસ ટ્રેનમાં પ્રખ્યાત શેફ તરફથી તૈયાર કરવામાં આવેલ મનપસંદ ભોજન પીરસવામાં આવશે. ટ્રેનમાં પાણીનો ઓછો વપરાશ કરવા માટે બાયો-વેક્યુમ શૌચાલય છે. શૌચાલયમાં ટચલેસ પાણીનો નળ, સાબુ ડિસ્પેન્સર અને હાથ સૂકવવાનુ મશીન લગાવવામાં આવેલ છે.

આધુનિકતાની સાથે ભારતીય સંસ્કૃતિનું રૂપ

તેઓએ ટ્વિટ કરીને કહ્યું હતું કે “કાલે ઉદઘાટન થનાર મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસની પહેલી ઝલક જુઓ. પારંપારિક વેશભૂષામાં તૈયાર થયેલા ચાલક દળના સદસ્યો ની સાથે યાત્રીઓની સુવિધામાં પણ વધારો કરવા માટે અત્યાધુનિક સુવિધાઓ વાળી નવી તેજસ એક્સપ્રેસ આધુનિકતાની સાથે ભારતીય સંસ્કૃતિનું પણ મળતું રૂપ છે.”

૧૫૦ પ્રાઇવેટ ટ્રેન ચલાવવાની યોજના

સરકારે રેલવે માં સુધારો કરવા માટે ૫૦ સ્ટેશનોને વિશ્વસ્તરીય બનાવવા અને રેલવે નેટવર્ક પર ૧૫૦ યાત્રી રેલગાડી આ પરિચાલનનો કોન્ટ્રાક્ટ પ્રાઈવેટ કંપનીઓને દેવાનો લક્ષ્ય રાખ્યો છે. તેજસ એક્સપ્રેસ આ યોજનાનો એક ભાગ છે.

ટ્રેનનું ટાઈમ ટેબલ

અમદાવાદ રેલવે સ્ટેશનથી આ ટ્રેન સવારે ૬:૧૦ વાગ્યે નીકળશે અને બપોરે ૧:૧૦ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. પરત ફરતા ટ્રેન બપોરે ૩:૪૦ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ થી નીકળી ને અમદાવાદ સ્ટેશન પર રાત્રીના ૯:૫૫ વાગ્યે પહોંચશે. રસ્તામાં તે ફક્ત સુરત અને વડોદરામાં રોકાશે. યાત્રીઓ માટે આ ટ્રેનમાં વાઇ-ફાઈ, સીસીટીવી કેમેરા, કોફી  મશીન, એલસીડી સ્ક્રીન જેવી સુવિધાઓ આપવામાં આવી છે. આ ટ્રેન સપ્તાહમાં પાંચ દિવસ ચાલશે, જે ૬ કલાક ૩૦ મિનિટમાં આમદવાદ થી મુંબઈ પહોચશે.

૨૫ લાખનો નિશુલ્ક વીમો

આ ટ્રેનના યાત્રીઓને ૨૫ લાખ રૂપિયાનો નિશુલ્ક વીમો આપવામાં આવશે. યાત્રા દરમિયાન લૂંટફાટ અથવા સામાન ચોરી થવાની સ્થિતિમાં પણ એક લાખ રૂપિયા વળતરની વ્યવસ્થા કરવામાં આવી છે.

આવી રીતે કરાવો બુકિંગ

તેજસ ટ્રેનનું બુકિંગ તમે આઇઆરસીટીસીની વેબસાઈટ સિવાય મોબાઇલ એપ્લિકેશન પર પણ કરી શકો છો. રેલવે સ્ટેશનના કાઉન્ટર પરથી આ ટ્રેન માટે બુકિંગ કરાવી શકાશે નહીં. પરંતુ આઇઆરસીટીસી ના અધિકૃત ટિકિટ એજન્ટ ના માધ્યમથી ઓનલાઇન ટિકિટ બુક કરાવી શકાય છે.

તમે આ લેખ અમારા ફેસબુક પેજ લાગણીનો સંબંધ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ સિવાય સમાચાર, આરોગ્યને લગતી માહિતી, રેસીપી, રસપ્રદ માહિતીઓ, બોલિવૂડના સમાચાર તથા અન્ય માહિતીઓ મેળવવા માટે અમારું પેજ લાગણીનો સંબંધ જરૂરથી લાઈક કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here