એકવાર ફરી મેદાનમાં સાથે દેખાશે સચિન-સેહવાગની જોડી, ટી-૨૦ રમશે તમારા મનપસંદ ખેલાડીઓ

0
351
views

ભારતમાં સચિન તેંડુલકર અને લોકપ્રિયતાથી કોઈ અજાણ નથી. સચિન તેંડુલકરના ફેન અત્યારે પણ તેની મેદાનમાં રમતા જોવા માંગે છે. દરેક એ જ પ્રાર્થના કરે છે કે કાશ સચિન તેંડુલકર એક વખત ફરી મેદાનમાં આવી જાય. એટલું જ નહીં વિશ્વકપના સેમિફાઇનલમાં જ્યારે ઇન્ડિયા હારી રહી હતું ત્યારે બધા એવું જ ઇચ્છતા હતા કે સચિન તેંડુલકર એક વખત મેદાનમાં આવી જાય અને પછી ભારત મેચ જીતી જશે. તેવામાં જો તમે પણ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના ફેન છો તો તમારા માટે એક ખુશખબરી સામે આવી છે.

ક્રિકેટ દિવાનાઓ માટે એક સારી ખબર કે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર એક વખત ફરી ક્રિકેટના મેદાનમાં રમતા નજર આવશે. ખબર જાણીને તમે ખુશ થઈ જશો અને અત્યારે પણ તમારા મનમાં સવાલ થશે કે આ કઈ રીતે થઈ શકે છે? વાસ્તવમાં નિયમો અનુસાર આ ખોટું છે પરંતુ અત્યારે એક નવો નિયમ બનાવ્યો છે. જેના લીધે એક સિરીઝ થવાની છે અને તેમાં સચિન તેંડુલકર સમેત તમામ સંન્યાસ લઈ લીધેલા ખેલાડી એક વખત ફરી પોતાની જૂની જિંદગી જીવી લેશે અને દર્શકોનું મનોરંજન કરશે.

ફેબ્રુઆરીમાં મેદાનમાં આવશે સચિન તેંડુલકર

રોડ સેફટી સિરીઝમાં દુનિયાભરમાં તમામ પૂર્વ ક્રિકેટર ભાગ લેશે. અત્યારે તેને રમવા માટે દુનિયાની સાત ટીમ તૈયાર થઈ છે. સારી વાત એ છે કે આ મેચ ભારતમાં થશે, જેમાં દુનિયાના અનેક દેશોએ ભાગ લેશે. મતલબ સાફ છે કે આ વર્લ્ડકપની જેમ રહેશે. આ સીરીઝ 6 ફેબ્રુઆરી થી ચાલુ થશે અને માત્ર 6 દિવસ સુધી રહેશે. સચિન તેંડુલકર સહિત દુનિયાના તમામ દિગ્ગજ નજર આવશે, જેમનું ક્રિકેટ જગતમાં એક સારું નામ છે. તો મિત્રો, જલ્દી તૈયાર થઈ જાઓ સચિન તેંડુલકરને જોવા માટે.

ફરી જોવા મળશે સચિન અને વીરુની જોડી

સૂત્રોનું માનીએ તો આ સિરીઝમાં સચિન તેંડુલકરની સાથે વિરેન્દ્ર સહેવાગ પણ ભાગ લેશે. આવામાં બંને એક જ ટીમમાં માટે રમશે, જેના લીધે બંને ઓપનિંગ કરી શકે છે. જણાવી દઈએ તો સચિન તેંડુલકર અને વિરૂની જોડી ખૂબ જ ઐતિહાસિક રહી છે. બંનેએ એકસાથે મળીને બોલરોની ઊંઘ ઉડાડી નાંખી હતી. એવામાં જોવાની વાત એ છે કે શું આ વખતે ફરી સચિન અને વીરુ નો જાદુ લોકો પર ચાલશે કે નહીં એ તો સમય જ બતાવશે.

બ્રેટ લી અને સચિન હશે આમને-સામને

ટી-ટ્વેન્ટી સીરિઝમાં ઓસ્ટ્રેલિયાના મુખ્ય બોલરના લિસ્ટમાં રહેલા પૂર્વ ક્રિકેટર બ્રેટ લી પણ ભાગ લેશે અને બ્રેટ લીની સામે સચિન તેંડુલકર રહેશે. આટલું જ નહીં લારા પણ આ પ્રતિયોગિતામાં ભાગ લેશે. આવામાં આ પ્રતિયોગિતા ખૂબ જ ખુશનુમા રહેશે. જણાવી દઈએ તો તેંડુલકર સાથે અનેક સિતારાઓની મેહફીલ જામશે અને જૂની યાદો તાજી થશે. આ સિરીઝને ક્રિકેટની લોકપ્રિયતાને વધારવા માટે કરવામાં આવી છે. કેમકે ફેન્સ પોતાના જૂના ખેલાડીઓને ખૂબ જ મિસ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here