એક નહીં, બે નહીં પરંતુ હિમા દાસે જીત્યા 5 ગોલ્ડ મેડલ, રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા

0
123
views

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ભારતની હિમા દાસ ને પાછલા 18 દિવસોની અંદર 5 સુવર્ણચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. હીમા એ શનિવારના વધુ એક સુવર્ણ પદક પોતાના નામ પર અંકિત કર્યું હતું. તેઓએ ચેકગણરાજ્ય માં નોવે મેસ્ટો નાડ મેટુજી ગ્રાં પ્રી મા મહિલાઓની 400 મીટર સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ટ્વિટર પર કહ્યું હતું કે, “ત્રણ સપ્તાહની અંદર પાંચ સુવર્ણ પદક જીતવા પર હિમા દાસને અભિનંદન પાઠવીએ છીએ. તમે ખૂબ જ અદભૂત છો. આવા પ્રદર્શન નું પુનરાવર્તન કરતા રહેશો.”

Image result for hima das and modi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ અભિનંદન આપતા ટવીટર પર લખ્યું હતું કે, “ભારતને હિમાદાસ ને પાછલા થોડા દિવસ ની ઉપલબ્ધિઓ પર ખુબ જ ગર્વ છે. દરેક વ્યક્તિ એ વાતથી ખૂબ જ ખુશ છે કે તેઓએ વિભિન્ન સ્પર્ધાઓમાં પાંચ પદક જીતેલ છે. તેઓને અભિનંદન તથા ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ.”

હીમા દાસ નું આ મહિનામાં ફુલ આ પાંચમું સ્વર્ણ પદક છે. આ પહેલા તેઓએ 2 જુલાઈના રોજ યુરોપમાં, સાત જુલાઈના રોજ કુંટો એથલેટિક્સ મીટ માં, 13 જુલાઇના રોજ ચેક રાજ્યમાં જ અને 17 જુલાઇના રોજ ટાબોર ગ્રા પ્રિ મા અલગ અલગ સ્પર્ધાઓમાં સુવર્ણપદક જીતી ચૂકેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here