Activa ને ટક્કર આપવા માટે Yamaha એ સ્કૂટી લોન્ચ કર્યું, જાણો તેની કિંમત

0
476
views

હાલમાં યામાહા મોટર્સે પણ ૧૨૫ સીસી સ્કૂટર સેગમેન્ટમાં પગલું ભર્યું છે. કંપની  બીએસ-૬ નોર્મ્સ સાથે યામાહા Fascino 125 Fi સ્કૂટરને આજે ભારતમાં લોન્ચ કર્યું છે. Fascino 125 Fi સિવાય, યામાહાએ Ray ZR 125 અને Ray ZR 125 સ્ટ્રીટ Rally સ્કૂટર્સ પણ રજૂ કર્યા.

દેશની મોટી ટુ-વ્હીલર કંપનીઓમાંની એક યામાહાએ Fascino 125 Fi ના ૪ વેરિયન્ટ્સ લોન્ચ કર્યા છે. જેમાં STD ડ્રમ બ્રેક્સની કિંમત ૬૬,૪૩૦ રૂપિયા છે, STD ડિસ્ક બ્રેક્સની કિંમત ૬૮,૯૩૦ રૂપિયા છે, DLX ડ્રમ બ્રેક્સની કિંમત ૬૭,૪૩૦ રૂપિયા છે અને DLX ડિસ્ક બ્રેક્સની કિંમત ૬૯,૯૩૦ છે.

આ સ્કૂટર 125 સીસી એન્જિન સાથે 8 PSની શક્તિ આપશે અને કંપનીનો દાવો છે કે તેનું માઇલેજ ૫૮ લિટર પ્રતિ લિટર હશે. ૧૨૫ સીસી Fascino ના ટાયર પણ તેમના જૂના મોડેલો કરતા વિશાળ (હવે 110 મીમી) છે. આ સ્કૂટર ગ્લોસ રેડ અને મેટ બ્લુમાં રજૂ કરાયું છે.

ખરેખર યામાહાના આ નવાં સ્કૂટર, Fascino 110નું હાઈ કેપેસિટી વર્ઝન છે. Fascino 125 Fi ની ડિઝાઇનમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. સ્કૂટરનો આગળનો ભાગ જુના મોડેલ જેવો જ લાગે છે. પરંતુ તેનો પાછળનો દેખાવ તદ્દન અલગ છે. સ્કૂટરને નવી ટેઈલ લાઈટ આપવામાં આવી છે, જે પહેલા કરતા ઘણી મોટી છે.

Fascino 125 Fi ફ્યુલ ઇજેકટ નાખવામાં આવ્યું છે. આ નવું યામાહા સ્કૂટર 8.2bhp નો પાવર અને 9.7Nmનો ટોર્ક જનરેટ કરે છે. કંપનીનું કહેવું છે કે તેની સૌથી મોટી વિશેષતા એ છે કે 125 સીસી હોવા છતાં, વધારે ફ્યુલ એફિસિએંટ છે. 125 સીસી Fascino તેના 113 સીસીના વેરિએન્ટ કરતાં ૧૬% વધુ એફિસિએંટ છે.

નવા Fascino 125 સ્કૂટરની હરીફાઈ હાલમાં લોન્ચ કરવામાં આવેલ Activa BS-6 સાથે થશે.દિલ્લીમાં Activa BS6 ની કિંમત ૬૭,૪૯૦ થી ૭૪,૪૯૦ હજાર રૂપિયા રાખવામાં આવી છે એટલે બંનેની કિંમત લગભગ સરખી જ છે.

નવા Fascino 125 સ્કૂટરના કોસ્મેટિક્સ અને મૈકેનિકલમાં ઉપડેટ આપવામાં આવી છે. તેની લંબાઈ અને હાઈટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત, જૂની સીટ હેઠળ ફ્યુલ ફિલરને બદલે એક એક્ટનર ફ્યુલ ફિલર આપવામાં આવ્યું છે. એટલે કે આમાં સીટ ઉઠાવીને ફ્યુલ ભરવાની તકલિફ નહીં પડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here