આયુર્વેદમાં જણાવેલ છે તુલસીથી જોડાયેલા આશ્ચર્યજનક ફાયદાઓ, આ બીમારીઓને કરે છે જડથી ખતમ

0
440
views

તુલસીના પાંદડા માં ઘણા પ્રકારના ઔષધીય ગુણો હોય છે અને તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય ને ઘણા પ્રકારના ફાયદા થાય છે. તુલસીના પાંદડાનો વપરાશ દવા બનાવવા માટે પણ કરવામાં આવે છે અને આયુર્વેદમાં તુલસીને ખૂબ જ ગુણકારી બતાવવામાં આવી છે. તેથી તમે રોજ તુલસીના પાંદડા નું સેવન કરો. તુલસી ના પાંદડા ખાવાથી સ્વાસ્થ્ય ને થાય છે આ લાભ.

ઇમ્યુન સિસ્ટમ થાય છે મજબૂત

તુલસીના પાંદડા માં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરની પ્રતિરોધક ક્ષમતાને મજબૂત કરીને તેનો કાર્ય કરે છે. તેથી જે લોકો ને પણ ઇમ્યુન સિસ્ટમ કમજોર છે તે લોકો તુલસીના પાંદડાના સેવન કરે.

કડુ કડીયાતુ પી લ્યો

તુલસીના પાંદડા નો કડુંકડીયાતું પીવાથી શરદી તરત જ સારી થઈ જશે. તુલસીનું કડુકડીયાતું બનાવવા માટે તમે પાંચ થી છ તુલસીના પાંદડા, પાણી, દૂધ, આદુ અને ખાંડ ની જરૂરત પડશે. તમે ગેસ ઉપર સૌથી પહેલા પાણી રાખી દો અને આ પાણી માં ચા ની ભૂકી, તુલસીના પાંદડા અને આદુ નાખી દો. જ્યારે આ પાણી સારી રીતે ઉકળી જાય તો તેમાં તમે દૂધ અને ખાંડ નાખી દો. આ પાણીને પાંચ મિનિટ સુધી ઉકાળો. પાંચ મિનિટ પછી તમે ગેસની બંધ કરીને તેને ગળણીથી ગાળીને પીવો. દિવસમાં બે વખત આ પીવાથી શરદીમાં ખૂબ જ રાહત મળશે.

તાવ થાય દૂર

હલકો તાવ થવા પર તમે કેટલાક તુલસીના પાનના ને લઈને તેને સારી રીતે પીસી લો. પછી તેના પાંદડા માં ખાંડ અને કાળું મરચું નાંખી પીવાથી તાવ જલ્દી ખતમ થઈ જશે.

ઝાડા થી મળે રાહત

ઝાડા થવા પર તુલસીના પાંદડાને ખાવામાં આવે તો પેટ ને આરામ મળે છે અને ઝાડા સારું થઈ જાય છે. ઝાડા થવા પર તમે કેટલાક તુલસીના પાનને લઈને તેને પીસી લો અને તેમાં જીરા પાવડર ભેળવી દયો. આ મિશ્રણને ખાવાથી ઝાડા બંધ થઈ જશે અને પેટને પણ રાહત મળશે.

મોઢા ની દુર્ગંધ થાય છે દૂર

જે લોકોના મોઢામાંથી દુર્ગંધ આવે છે તે લોકો રોજ સવારે ઉઠીને કેટલાક તુલસીના પાન ચાવવાથી શ્વાસ અને મોઢામાં આવવાવાળી દુર્ગંધ ધીરે-ધીરે ખતમ થવા લાગે છે.

ઉધરસ થી મળે રાહત

તુલસીના પાનને પીસીને તેનો રસ કાઢી લેવો અને તે રસમાં મધ ભેળવી દેવો.  તુલસી અને મધ નો આ રસ દિવસમાં ત્રણ વખત પીવાથી ઉધરસ ની સમસ્યાથી નિજાત મળી જશે.

વાગ્યુ હોય ત્યાં જલ્દી આવે રૂઝ

જો તમને ક્યાંય વાગ્યું હોય તો તમે તુલસીના પાનને પીસીને એક લેપ તૈયાર કરી લો અને આ લેપમાં ફટકડી ભેળવી દો. આ લેપને લગાવવાથી જલ્દી રૂઝ આવી જશે. તેમજ જે લોકોને કાનમાં દુખાવા ની શિકાયત છે તે  લોકો તુલસી ના પાનનો રસ કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here