આવતા સપ્તાહમાં આવી રહી છે પાંચ જાહેર રજાઓ, જોઈ લો કઈ તારીખે આવે છે રજા અને ફરવા જવાનો પ્લાન બનાવો

0
387
views

જો તમે કોઈ જગ્યાએ ફરવા જવા માટેનો પ્લાન બનાવી રહ્યા છો તો આવતું સપ્તાહ તમારા માટે ખૂબ જ સારું બની રહેશે. આવતા સપ્તાહમાં કુલ પાંચ રજાઓ આવી રહી છે જેમાં તમે ફરવા જવા માટેનો બેસ્ટ પ્લાન બનાવી શકો છો. કદાચ આ વર્ષમાં આટલી રજાઓ અન્ય કોઈ સપ્તાહમાં નથી આવી રહી. જો તમે કોઈ મોટી ટુરની આયોજન કરી રહ્યા હોય તો આ સમય તમારા માટે યોગ્ય રહેશે.

જે લોકો નોકરી ધંધાને લીધે પરિવાર સાથે સમય પસાર નથી કરી શકતા તેઓ માટે આ સમય ખૂબ જ મજેદાર રહેવાનો છે. પરિવાર સાથે ફરવા જવા માટેનો આ સમય યોગ્ય રહેશે, જેથી કરીને તમે લાંબો સમય સુધી તેમની સાથે રહી શકો. તે સિવાય ઘરે રહીને પણ વરસાદની ઋતુનો આનંદ લઈ શકાય તેમ છે.

સરકારી નોકરી કરતા મોટા ભાગના કર્મચારીઓ અને અધિકારીઓને આ મહિનામાં ખુબ જ મોજ મજા રહેવાની છે. આવતા સપ્તાહમાં ઘણી રજાઓ મળી રહેવાની છે. મતલબ કે આ સપ્તાહની 10 તારીખથી 18 તારીખ સુધીમાં કુલ પાંચ રજાઓ આવી રહી છે. એટલે કે મીની વેકેશન મળી રહ્યું છે. આવતા સપ્તાહમાં અમુક દિવસો જ કાર્ય દિવસ ના રહેશે, જ્યારે મોટાભાગના દિવસોમાં જાહેર રજાઓ આવી રહી છે.

રજા ઉપર નજર ફેરવવામાં આવે તો 10 તારીખના મહિનાનો બીજો શનિવાર હોવાથી તથા 11 તારીખ ના દિવસે રવિવાર હોવાથી આ બંને દિવસે રજાઓ રહેશે. વળી ૧૨ ઓગસ્ટના રોજ બકરી ઈદની રજા રહેશે. 13 ઓગસ્ટ તથા 14 તારીખ ના રોજ કાર્ય દિવસ રહેશે. ત્યારબાદ ૧૫ ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનની રજા આવી રહેલ છે. 10 તે લઈને 12 ઓગસ્ટ સુધી બેંક સતત બંધ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here