આવી રીતે સ્થાપિત કરેલ ગણેશજીની મુર્તિ ઘરમાં લાવે છે ખુશીઓ

0
1483
views

જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્ર નું માનીએ તો જે ઘરમાં વાસ્તુ દોષ હોય છે તે ઘરમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે અને તેમાંથી બચવા માટે આ બંને શાસ્ત્ર માં અનેક પ્રકારના ઉપાયો બતાવ્યા છે. આજે તમને એવા ઉપાયો વિશે જણાવીશું જે કરવાથી તમારી લાઇફ ના બધા દોષો દૂર થઈ જશે. એટલું તો બધા જાણતા હોય છે કે હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશજીને પ્રથમ પૂજ્ય દેવ કહે છે.

આ જ કારણ છે કે વાસ્તુ શાસ્ત્ર માં પણ તેમને મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત છે. કહેવામાં આવે છે કે તેમની પૂજાથી ઘર તો શું જીવનમાંથી પણ દરેક દોષ દૂર થઈ જાય છે. કહેવામાં આવ્યું છે કે મંગલકારી દેવતા ભગવાન ગણેશ નુ રોજ પૂજન કરવામાં આવે તો ત્યાં રિદ્ધિ-સિદ્ધિ અને શુભ લાભ નો વાસ રહે છે.

  • વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર ઉપર ગણેશજીની પ્રતિમા કે ફોટો લગાવવાથી ઘરમાં ઉન્નતિ થાય છે.
  • ઘરના મુખ્ય દ્વાર પર પીપળો અને લીમડો તેનાથી બનેલી ભગવાન ગણેશ ની પ્રતિમા લગાવવી તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.
  • મેન ગેટ ના ચોખટ ઉપર ભગવાન ગણેશની પ્રતિમા લગાવી અને તેની આજુબાજુ સિંદૂરથી તેમની પત્ની રિદ્ધિ-સિદ્ધિ નામ લખવાથી તમામ વાસ્તુદોષ દૂર થાય છે.
  • ઘરમાં પૂજા માટે શ્રી ગણેશની બેઠેલી મુદ્રાવાળી પ્રતિમા રાખવી શુભ ગણાય છે.

  • પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે કાર્યસ્થળ અને ઓફિસમાં ઉભા રહેલા ભગવાન ગણેશની મૂર્તિ લગાવવી તેનાથી સ્ફૂર્તિ અને ઉમંગ બની રહે છે. ધ્યાન રાખવું કે અને ઉભા રહેલા ગણપતિજી ના બંને પગ જમીનને સ્પર્શ કરેલા હોય તેનાથી કાર્યોમાં સ્થિરતા આવે છે.
  • ઘરમાં શ્રી ગણેશનું ચિત્ર લગાવવા સમયે ધ્યાન રાખવું કે ચિત્રમાં તેમના હાથમાં મોદક કે લાડુ અને સાથે ઉંદર જરૂર હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here