આવી રીતે કોઈપણ મંત્રજાપ કરવાથી વધારે લાભદાયક રહે છે, મંત્રજાપથી થાય છે અદભુત ફાયદા

0
245
views

આપણા સનાતન ધર્મમાં મંત્ર જાપ કરવાનું ખૂબ મહત્વ છે. માનસકારએ તો ડીમડીમ  જાહેર કર્યું છે કે – ‘मंत्र महामनि विषय व्याल के, मेटत कठिन कुअंक भाल के।।’ અર્થાત, મંત્રો રત્ન જેવા છે, જેમાં માનવ ભાગ્યના ખરાબ લેખને ભૂંસી નાખવાની શક્તિ છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ મઁત્ર નું મહત્વનું સ્થાન છે.

અનિષ્ટ ગ્રહોની શાંતિ માટે ગ્રહોના જાપ યોગ્ય વિધી વિધાન સાથે કરવામાં આવે તો અનિષ્ટ ગ્રહોના અશુભ પરિણામોની અસર ઓછી કરી શકાય છે. ગ્રહોની શાંતિ માટે મંત્ર જાપ કરવાની એક વિશેષ મર્યાદા વર્ણવવામાં આવી છે જેને અનુસરવાની જરૂર છે.

  • શાસ્ત્રો અનુસાર જો કોઈ મંત્રનો જાપ યોગ્ય સ્થાન, યોગ્ય સમય, યોગ્ય સંખ્યા અને યોગ્ય રીતે કરવામાં આવે તો તે ફાયદાકારક છે. આવો જાણીએ કે મંત્રનો જાપ કરવાથી ક્યારે ફાયદો થાય છે.
  • મંત્ર જાપ હંમેશાં ઉપાંશુ (ધીમે ધીમે બોલવો જેથી અન્ય લોકો સાંભળી શકે નહિ) અથવા મનમાં કરવા જોઈએ.
  •  હંમેશા કુશ અથવા ધાબળાના આસન પર બેસીને મંત્રનો જાપ કરો.
  • જપમાળાને ગોમુખી અથવા કોઈ શુદ્ધ કાપડથી ઢાકીને માળા ફેરવવી જોઈએ.
  • જપમાળા હંમેશા અનામિકા આંગળી પર રાખો અને તેને મધ્યમ આંગળીથી ફેરવો, તર્જની ને સ્પર્શશો નહીં.

  • મંત્રનો જાપ કરતી વખતે માળાના જાપના સુમેરુનું ઉલ્લંઘન ન કરવું જોઈએ.
  • મંત્રનો જાપ કરતી વખતે ઉભા થવું કે વચ્ચે બોલવું ન જોઈએ.
  • જપના અંતે જાપ કરવાની જગ્યાને કપાળથી સ્પર્શ કરવી જોઈએ.
  • જો કોઈ કારણોસર તમારે જાપ કરતા વચ્ચે ઉભા થઈને બોલવું હોય તો માળા ફરી શરૂ કરવી જોઈએ.

જપ ક્યાં કરવો?

મંત્રોચ્ચાર કરવા માટે શાસ્ત્રોમાં સ્થાનોની શ્રેષ્ઠતા વર્ણવવામાં આવી છે. ઘરે કરવામાં આવતા મંત્ર જાપ સૌથી ઓછા ફળદાયી હોય છે. જ્યારે ગૌશાળા, તીર્થ, પર્વત અને પવિત્ર નદીના કાંઠે કરવામાં આવતા મંત્રો ઉત્તરોત્તર વધુ ફળદાયી હોય છે. પરંતુ મંદિરમાં કરવામાં આવતા મંત્રોચ્ચાર સૌથી વધુ ફળદાયી હોય છે. મંદિરમાં કરવામાં આવેલા જાપ ના અનેક ગણાં ફાયદા થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here