આવી રીતે ઘરે બનાવો હેલ્ધી અને ટેસ્ટી ગ્રીલ્ડ વેજીટેબલ પાસ્તા

0
120
views

સામગ્રી

સીમલા મરચું એટલે કે લાલ કે પીળું, ટામેટુ, કાકડી, ઉકાળેલા પાસ્તાને કોઈપણ મોસમ પ્રમાણે શાકભાજી, લીંબુ ઓલિવ ઓઈલ વગેરે. દરેક શાકભાજીને કાપી લેવું અને ત્યારબાદ એક તપેલામાં ગરમ કરી અને તેની અંદર તેલ નાંખવું. ગરમ થઇ ગયા પછી શાકભાજીને તળી લેવું. ટમેટું લાસ્ટમાં નાખવો અને એ વાતનું ધ્યાન રાખવું કે શાકભાજી વધુ બફાઈ ન જાય. હવે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખવું અને ગેસ બંધ કરી દેવો.

હવે એક કટોરીમાં 2 ચમચા ઓલિવ ઓઇલ અને સફેદ વિનેગાર મેળવીને મિક્સ કરવો. તેમ ૧ ચમચી ખાંડ અને થોડું મીઠું, અડધું લીંબુનો રસ, થોડું ઝીણું સમારેલું આદુ, બે ચપટી કાળું મરચું મિક્સ કરવો. હવે એક કટોરીમાં ઉકાળેલા પાસ્તા દરેક શાકભાજી અને ઓલિવ ઓઈલથી તૈયાર કરેલું મિશ્રણ બે ચમચી નાખીને સારી રીતે મિક્સ કરવું અને પ્લેટમાં લઈને સર્વ કરવુ. રંગબેરંગી અને મોસમી શાકભાજીના પ્રયોગના લીધે તેમાં અનેક પૌષ્ટિક તત્વ સમાયેલા છે. ખાસ રીતે બાળકો માટે આ એક સ્વાદિષ્ટ સલાડ બની શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here