આપણે રોજિંદા જીવનમાં કરીએ છીએ આ ૧૦ ભુલો, જાણો શું છે તેની યોગ્ય રીત

0
4067
views

શું તમને જાણ છે કે આપણે રોજિંદા જીવનમાં અમુક તેવી ભૂલો કરીએ છીએ જેના વિશે આપણે જાણતા પણ નથી. જી હાં, ઘણી એવી ચીજો છે જેને યોગ્ય રીતે કરવાની રીત કંઇક અલગ છે અને આપણે તેને અલગ રીતે કરીએ છીએ. જેમકે તમે કાનમાં ઈયર ફોન લગાવો છો તે તમને યોગ્ય રીત લાગે છે પરંતુ હકીકતમાં તે ખોટી રીત છે. એટલા માટે આજે અમે તમને અમુક એવી ચીજો વિશે જણાવીશું જે તમને અત્યાર સુધી યોગ્ય લાગતી હતી પરંતુ હકીકતમાં તમે તેમાં ભૂલ કરી રહ્યા હતા. રોજિંદા જીવનમાં આપણે બધા જ આવી ભૂલો કરતા હોઈએ છીએ.

બ્રશમાં ટુથપેસ્ટ લગાવવાની યોગ્ય રીત

હંમેશા જોવા મળ્યું છે કે ઘણા લોકો બ્રશ કરતાં સમયે તેના પર વધારે પેસ્ટ લગાવે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ટુથપેસ્ટ પર ફક્ત એક વટાણાના દાણા જેટલી પેસ્ટ લગાવવી યોગ્ય રીત છે. આ વાત ડોક્ટર પણ જણાવે છે કે બ્રશ પર વધારે પેસ્ટ લગાવવી જોઈએ નહીં. રોજિંદા જીવનમાં આપણે બધા જ આ ભૂલ કરીએ છીએ.

ઈયરફોન લગાવવાની યોગ્ય રીત

ઈયરફોન પહેરવામાં આપણા બધાથી ભૂલ થઈ જાય છે. સામાન્ય રીતે જોવા મળે છે કે ઈયરફોનને લોકો સીધું જ પોતાના કાનમાં લગાવી લે છે પરંતુ આ રીત બિલકુલ ખોટી છે. ઈયરફોન પહેરવાની યોગ્ય રીતે છે કે જેમાં તેને કાન ઉપરથી લપેટીને કાનમાં પહેરવો. જેના લીધે ઈયરફોન પડી જતો નથી.

કોકમાં નાખીને સ્ટ્રો નાખીને પીવો

સામાન્ય રીતે જોવામાં આવે છે કે અમુક લોકો કોકમાં સ્ટ્રો નાખીને પીવે છે. તો તમને જણાવી દઈએ કે આ રીત બિલકુલ ખોટી છે. કારણકે કોક સ્ટ્રો વગર પીવા માટે જ હોય છે. એટલા માટે જો તમે પણ આ ભુલ કરી રહ્યા છો તો તેને સુધારી લો.

ઈંડાને તળવાની યોગ્ય રીત

જ્યારે પણ તમે ઈંડાને તળવાની કોશિશ કરો છો તો તે તવા પર ફેલાઈ જાય છે. આવું એટલા માટે બને છે કારણ કે આ રીત બિલકુલ ખોટી છે. તમે કોઈ પણ વિશેષ ઉપકરણ અથવા કોઈ ગેજેટનો ઉપયોગ કર્યા વગર ગોળ તળેલું બનાવી શકો છો. તેના માટે તમારે ફક્ત એક ડુંગળીને કાપીને તેની એક છાલ કાઢવાની રહેશે. તસવીર જુઓ.

વાયરને જોડવાની યોગ્ય રીત

તે સુનિશ્ચિત કરવા માટે કે વીજળીના તાર ખેંચાતા સમયે અલગ ન થાય, તેને જોડનારી જગ્યા પર બાંધી દેવામાં આવે છે. ગાંઠ બાંધવાથી તે ખુલતી નથી અને તાર જોડાયેલા રહે છે.

લસણ ફોલવાની યોગ્ય રીત

એક કાચની બરણીમાં લસણ નાખીને ઢાંકણું બંધ કરી દો. પછી તેને જોરથી હલાવો. આવું કરવાથી કાચની બરણીમાં લસણના ફોતરા જાતે જ નીકળી જશે. તમારે તેના માટે વધારે મહેનત કરવાની જરુરીયાત રહેશે નહીં.

કોલ્ડ્રિંક્સને જલ્દી ઠંડી કરવા

કોઈપણ કોલ્ડ્રિંક્સને ઝડપથી ઠંડી કરવા માટે તેના પર એક પલાળેલું પેપર અથવા કપડું વીંટીને રેફ્રિજરેટરમાં રાખી દો. આવું કરવાથી તે ફક્ત ૧૫ મિનિટમાં બિલકુલ ઠંડુ થઇ જશે.

ટીશર્ટ અથવા શર્ટને ફોલ્ડ કરવો

હંમેશા જોવામાં આવે છે કે ઘણા લોકો પોતાના કપડાંને ફોલ્ડ કરવામાં ખૂબ જ પરેશાનીનો સામનો કરે છે. જો તમારી સાથે પણ આવું બને છે તો ઉપર જણાવવામાં આવેલ નિર્દેશોનું પાલન કરવું. તમે ખૂબ જ સરળતાથી પોતાના ટીશર્ટ અથવા શર્ટને ફોલ્ડ કરી શકો છો. તેના માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર રહેશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here