આખી રાત ફ્રીજમાં રાખેલ વાસી લોટ માંથી રોટલી ના બનાવવી જોઈએ, જાણો તેના નુકશાન

0
1256
views

શહેરીકરણના આ યુગમાં પતિ અને પત્ની બન્ને કામ કરે છે. તેથી પત્નીઓને સવારે નાસ્તો કરવા માટે સમય નથી મળતો. આવી સ્થિતિમાં, મોટાભાગની પત્નીઓ સવારના નાસ્તો  બનાવા માટે રાત્રે કણક ભેળવીને ફ્રિજમાં રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે આખી રાત રેફ્રિજરેટરમાં રાખેલા કણકની સવારે રોટી બનાવવી જોઈએ નહીં. હા, વાસી લોટની રોટલી બનાવવી જોઈએ નહીં. તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આજે, આપણે ફક્ત આ લેખમાં તેના ગેરફાયદા વિશે જણાવવા જય રહ્યા છીએ.

આથો પ્રક્રિયા – ભીના લોટમાં ઝડપથી આથો આવવાની શરૂઆત થાય છે. તેથી, આ લોટમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા અને હાનિકારક રસાયણો ઉત્પન્ન થાય છે જે આરોગ્યને નુકસાન પહોંચાડે છે. જેના લીધે વાસી લોટ થી બનેલી રોટલી પેટ ના રોગ કરી નુકસાન પહોંચાડે છે.

પેટમાં દુખાવો

વાસી લોટથી બનેલી રોટલી વાસી રોટલી જેવી જ હોઈ છે અને તેનાથી તે જ નુકસાન થાય છે જે વાસી રોટલી ખાવાથી થાય છે. ખાસ કરીને પેટમાં દુખાવો એ એક સામાન્ય સમસ્યા છે.

કબજિયાતની સમસ્યા

ઘઉંનો લોટ એક જાડું અનાજ છે જે પેટમાં પચવામાં લાંબો સમય લે છે. તેથી કબજિયાતના દર્દીઓને રોટલી ખાવાની મનાઈ છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકોમાં પણ વાસી લોટની રોટલી ખાવાથી કબજિયાતની સમસ્યા થાય છે.

શસ્ત્રો અનુસાર

શાસ્ત્રમાં વાસી લોટની રોટલી ન ખાવાનો પણ ઉલ્લેખ છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે વાસી લોટ એ પિંડ સમાન છે જે નકારાત્મક શક્તિઓનું ઘર બને છે. એવું પણ કહેવામાં આવે છે કે વાસી ખોરાક ભૂતનો ખોરાક છે. પછી આ પિંડ ને ખાવા ભૂતો ઘરમાં આવવાનું શરૂ કરે છે. આ પ્રકારની ટેવવાળા પરિવારોમાં, દરેક હંમેશા બીમાર રહે છે. તેથી, રેફ્રિજરેટરમાં રાખેલી લોટની રોટલી બનાવવાની ભૂલ ક્યારેય કરશો નહીં.

વૈજ્ઞાનિકો અનુસાર

વૈજ્ઞાનિકોએ પણ જણાવ્યું કે વાસી લોટ ની રોટલી બનાવવી જોઈએ નહીં. નિષ્ણાતોના જણાવ્યા મુજબ લોટને ગુંથી લીધા બાદ તેનો ઉપયોગ શક્ય હોઈ તેટલી વહેલી તકે થવો જોઈએ. કારણ કે એક કલાક પછી, એવા રાસાયણિક પરિવર્તન થવા લાગે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવી સ્થિતિમાં, જ્યારે આવા લોટમાંથી રોટલી બનાવવામાં આવે ત્યારે બીમાર થવું સ્વાભાવિક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here