આજે લોન્ચ થનાર દેશની સૌથી ઝડપી ઇન્ટરનેટ સર્વિસ વિશે ૧૦ સવાલ-જવાબ થી પુરી જાણકારી મેળવો

0
279
views

રિલાયન્સ જીઓ આજે પોતાની જીયો ફાઇબર સર્વિસ લોન્ચ કરવાની છે. કંપની શરૂઆતમાં ૧૬૦૦ શહેરમાં જીયો ફાઇબર કનેક્શન આપશે. વળી, સીમિત સમય માટે ફ્રી હોમ બ્રોડબેન્ડ સર્વિસ ઓફર કરી શકે છે. જેના લીધે અંદાજે પાંચ લાખ ગ્રાહકોને પ્રીવ્યૂ ઓફરનો ફાયદો મળી શકે છે. આ ગ્રાહકો તે હશે જેઓ જીયો ફાઈબરની સાથે ટ્રાયલમાં જોડાયેલા છે. જીયો ની આ સર્વિસને લઇને જો તમારા મનમાં કોઈ કન્ફ્યુઝન છે, તો અમે અહીંયા તેની સાથે જોડાયેલી જાણકારી આપી રહ્યા છીએ.

જીયો ફાઇબર સર્વિસનો કનેક્શન કેવી રીતે મળશે?

તમે જીયો ફાઇબર કનેક્શન મેળવવા માંગો છો તો હવે કંપની ની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને રજીસ્ટેશન કરાવવાનું રહેશે. તેના માટે તમારે પોતાના લોકેશનની સાથે મોબાઇલ નંબર અને ઇમેલ આઇડી આપવાનું રહેશે.

રજીસ્ટ્રેશન કરાવ્યા પછી શું થશે?

૫ સપ્ટેમ્બર બાદ કંપની તરફથી તમારો સંપર્ક કરવામાં આવશે. ત્યારબાદ આગળની પ્રોસેસ શરૂ કરવામાં આવશે. જીયો ફાઇબર ની સર્વિસ ગ્રાહકોને પહેલા મહિને ફ્રી મળી શકે છે.

પ્રીવ્યૂ ઓફરમાં ગ્રાહકોને શું મળશે?

પ્રીવ્યૂ ઓફરમાં ગ્રાહકોને 40GB ડેટા ફ્રી મળશે. રીવ્યુ ઓફર માટે ગ્રાહકોએ સિક્યુરિટી ડિપોઝિટ આપવાની રહેશે. ત્યારબાદ તમારા ઘરે કનેક્શન આપવામાં આવશે.

ઘરે DTH સર્વિસ કેવી રીતે મળશે?

રિલાયન્સ જીયોએ DTH સર્વિસ માટે ડેન અને હેથવે જેવી મોટી કેબલ ઓપરેટર કંપનીઓને પહેલાથી જ અધિગ્રહણ કરી લીધેલ છે. તેમની સાથે મળીને યુઝરને બધી ચેનલ પ્રોવાઈડ કરવામાં આવશે.

જીયો ફાઇબર અને ઇન્ટરનેટ સ્પીડ કેટલી હશે?

જીયો ફાઇબર સર્વિસમાં 100MBPS થી લઈને 1GBPS સુધી ઇન્ટરનેટ સ્પીડ મળશે. ૭૦૦ રૂપિયા વાળા પ્લાન અને પ્રીવ્યૂ ઓફર માં ગ્રાહકોને 100 MBPSની સ્પીડ જ મળશે.

જીયો ફાઇબરમાં કઈ સર્વિસ મળશે?

જીયો ફાઇબર અંતર્ગત વીડિયો કોલિંગ સર્વિસ, વર્ચ્યુઅલ રિયલિટી અને મિક્સ રિયાલિટી સર્વિસ પણ મળશે. તેના માટે ગ્રાહકોના ઘર પર STB લગાવવામાં આવશે. કંપની બહુ જલ્દી પોતાની ફર્સ્ટ ડે ફર્સ્ટ શો સર્વિસ પણ શરૂ કરશે. જેમાં ફિલ્મોને રિલીઝ થવાના દિવસ પર જ ઘરે બેઠા જોઈ શકાશે.

જીયો ફાઇબરનો ઇન્સ્ટોલેશન ચાર્જ કેટલો થશે?

જીયો ફાઇબર સર્વિસ માટે ગ્રાહકોએ કોઈ પણ પ્રકારનો ઇન્સ્ટોલેશન ચાર્જ આપવો પડશે નહીં. જો કે કંપની ૨૫૦૦ રૂપિયા રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ લેશે. ડિવાઇસ પરત કરવા પર આ પૈસા પરત આપવામાં આવશે.

આ સર્વિસના પ્લાન ની કિંમત શું હશે?

જીઓ ફાઇબર ની હાઈસ્પીડ ઈન્ટરનેટ સર્વિસ દુનિયાની સૌથી સસ્તી સર્વિસ હશે. કંપનીનું કહેવું છે કે ગ્લોબલ રેટ 1/10th હશે. જીયો ફાઇબર પ્લાનની માસિક કિંમત ૭૦૦ રૂપિયાથી લઇને ૧૦૦૦૦ રૂપિયા સુધી હશે.

પ્લાન માં કઈ સર્વિસ સામેલ હશે?

૭૦૦ રૂપિયાના પ્લાનમાં ફક્ત ઇન્ટરનેટ સર્વિસ મળશે. જ્યારે તેની ઉપરના પ્લાનમાં કંપની બંડલ ઓફર આપશે. મતલબ કે એક સર્વિસના પૈસા આપવા પર ગ્રાહકોને વિડિયો કોલિંગ, વિડિયો કોન્ફરન્સિંગ, મુવી, સ્માર્ટ ડિવાઇસ કનેક્ટિવિટી, હોમ સિક્યુરિટી તથા લેન્ડલાઈન ફોનની સાથે અન્ય સર્વિસ પણ ફ્રી મળશે.

જીયો ફાઇબર વેલકમ ઓફર શું છે?

જીયો ફાઇબરના વેલકમ ઓફરમાં ગ્રાહકોને HD અને 4K ટેલિવિઝન ની સાથે 4K સેટ ટોપ બોક્સ ફ્રી આપવામાં આવશે. તેના માટે ગ્રાહકોએ જીઓ ફોરેવર એન્યુઅલ પ્લાન લેવાનો રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here