આચાર્ય ચાણક્ય અનુસાર એક સાચા પુત્રની અંદર મળી આવે છે આ ૪ ગુણ

0
207
views

આ દુનિયામાં માતાપિતા માટે તેમના સંતાન થી વધુ પ્રિય બીજું કાંઈ નથી હોતું. તેમના બાળક તેમની આંખોના તારા હોઈ છે. કોઈપણ માં-બાપ પોતાના સંતાનની ખુશી માટે પોતાના પ્રાણ સુધાનો ત્યાગ કરવા માટે તૈયાર હોઈ છે. પરંતુ કોઈ પણ સંજોગોમાં બધી મુશ્કેલીઓ સહન કરીને પણ, તેમના સંતાનોને ખુશી આપવા માંગે છે. માતાપિતા તેમના બાળકોની ખુશી માટે બધું જ કરે છે.

તમે બધાએ આચાર્ય ચાણક્યના જીવન વિશે તો સાંભળ્યું જ હશે. તે ખૂબ જ સારા નીતિકાર હતા. તેમણે માનવજાતિ માટે ઘણી વસ્તુઓ કહી હતી જે આજના સમયમાં સાવ સાચી સાબિત થઈ રહી છે. તેઓ માનવજાત સાથે જોડાયેલા એવા અનેક રહસ્યો બહાર લાવ્યા  છે જે એકદમ સાચા છે. આજે આ લેખના માધ્યમથી અમે તમને આચાર્ય ચાણક્યજી દ્વારા કહેવામાં આવેલા સાચા પુત્રના ૪ ગુણોથી વાકેફ કરવાના છીએ. જો આ ગુણ પુત્રમાં હોય તો એ માતાપિતા નો સાચો સપૂત સાબિત થાઈ છે. તો ચાલો આપણે સાચા પુત્રના ગુણો વિશે જાણીએ.

આચાર્ય ચાણક્યજી કહે છે કે સાચો પુત્ર હંમેશાં તે જ કરે છે, જે તેના માતાપિતા તેને કહે છે. એક સાચો પુત્ર ક્યારેય તેના માતાપિતાની ઇચ્છા વિરુદ્ધ કંઇપણ કરતો નથી. તે હંમેશાં તેના માતાપિતાની આજ્ઞાનું પાલન કરે છે.

આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર એક સાચો પુત્ર પિતાની માર અને ઠપકો ખાવા છતાં ક્યારેય પિતા સાથે જીભ નથી લડાવતો અથવા મનમાં તેમને માટે કોઈ દુશ્મનીની ભાવના નથી રાખતો.  તે હંમેશા પિતાની વાતનો આદર કરે છે અને તેમણે કહ્યું તે અનુસરે છે.

આચાર્ય ચાણક્યજી કહે છે કે જે એક સાચો દીકરો છે તે તેના માતાપિતાની ખુશીઓની સંપૂર્ણ કાળજી લે છે. તે ક્યારેય તેના માતાપિતાને દુ:ખી કરતો નથી કે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવા દેતો નથી. તે સંપૂર્ણ કાર્ય પોતાની જાતેજ કરે છે.

આચાર્ય ચાણક્યજીએ ખૂબ સારી વાત કહી છે કે સાચો પુત્ર હંમેશાં તેના માતાપિતાના વૃદ્ધાવસ્થાનો ટેકો બને છે. સાચો પુત્ર તેના માતાપિતાના વૃદ્ધાવસ્થાની લાકડી જેવો છે, જે હંમેશાં દરેક માર્ગ પર તેમનો સાથ આપે છે. એક સાચો દીકરો ક્યારેય તેના માતાપિતાને એકલા છોડતો નથી અને તે હંમેશાં તેમની સાથે રહે છે.

ઉપરોક્ત બાબતો જે આચાર્ય ચાણક્યજીએ કહી છે તે એકદમ સાચી છે. કારણ કે દરેક માતાપિતા તેમના બાળકોથી એવી અપેક્ષા રાખે છે કે તે તેમના વૃદ્ધાવસ્થાનો ટેકો બનશે. દરેક માતાપિતાની એવી જ ઈચ્છા હોય છે કે તેમની સંતાન તેમના જીવનમાં પ્રગતિની કરે અને એમનું નામ ખૂબ રોશન કરે. બધી મુશ્કેલીઓ સહન કરવા છતાં માતાપિતા તેમના બાળકોને ખુશી આપે છે. તેથી આ બધા ગુણો દરેક પુત્ર માં હોવા જોઈએ અને તેને પોતાના માતાપિતાનું સન્માન કરવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here