આ યોજનામાં ૫ લાખ સુધીની હોસ્પિટલ સારવાર મળશે એકદમ ફ્રી માં, જાણો યોજના વિશે

0
1010
views

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આયુષ્માન ભારત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન નો શુભારંભ કરવામાં આવેલ છે. આ યોજનાના માધ્યમથી 10 કરોડથી વધારે પરિવારોને લગભગ 50 કરોડ જેવા લોકોને મફતમાં ઈલાજ મળી શકશે. આ યોજના અંતર્ગત દસ કરોડ પરિવારો ની પસંદગી 2011ની જનસંખ્યા ગણતરીના આધારે કરવામાં આવશે એવું અનુમાન છે. આધાર નંબર પરથી પરિવારોની યાદી તૈયાર કરવામાં આવેલ છે અને તમને આ સુવિધાનો લાભ મળશે. યાદી તૈયાર થયા બાદ આ યોજનાનો લાભ લેવા માટે કોઈપણ પ્રકારના ઓળખપત્ર ની જરૂર નથી.

કેવી રીતે જાણશો કે તમારું નામ રજીસ્ટ્રેશન થઇ ગયું છે

વર્ષ 2011ની જન સંખ્યા ગણતરી માં ગરીબી રેખાથી નીચે આવતા લોકોને આ યોજનાનો લાભ મળશે. યોજના માં તમારું નામ છે કે નહીં તે https://mera.pmjay.gov.in/search/login પર જઇને ચેક કરી શકો છો. ચેક કરવા માટે આપેલી લિંક ની વેબસાઇટ પર જવાનું રહેશે. જ્યાં તમને હોમ પેજ પર એક બોક્સ મળશે. તેમાં તમારો મોબાઇલ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ તે નંબર પર એક ઓટીપી આવશે. તેને વેબસાઈટ પર ઇન્ટર કરતાં જ તમને માલુમ પડશે કે તમારું નામ આ યોજનામાં જોડાયેલ છે કે નહીં.

હોસ્પિટલમાં કેવી રીતે મળશે લાભ

દર્દીએ હોસ્પિટલમાં દાખલ થયા બાદ પોતાના વિમાના દસ્તાવેજ આપવા પડશે. તેના આધાર પર હોસ્પિટલ ઈલાજ ના ખર્ચ વિશે વીમા કંપનીને જાણ કરશે અને વીમા ધારક વ્યક્તિના દસ્તાવેજોની પુષ્ટિ થયા બાદ કોઈપણ જાતના ખર્ચ વગર ઈલાજ થઈ શકશે. આ યોજના અંતર્ગત વીમાધારકને વ્યક્તિ ફક્ત સરકારી હોસ્પિટલ નહીં પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ પોતાનો ઈલાજ કરાવી શકશે. પ્રાઇવેટ હોસ્પિટલોને પણ વધુમાં વધુ જોડવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે.

આધાર કાર્ડ વગર મળશે લાભ

આયુષ્માન ભારત યોજના માટે તમારે આધાર કાર્ડની આવશ્યકતા નથી. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કોઇ પણ સરકારી સ્કીમનો લાભ ઉઠાવવા માટે તમારે હવે આધાર કાર્ડ ની જરૂર નથી.

કઈ બીમારીનો ઈલાજ કરાવી શકશો

આ યોજના અંતર્ગત મેટરનલ હેલ્થ અને ડીલેવરી ની સુવિધા, નવજાત તથા બાળકોના સ્વાસ્થ્ય, કિશોર સ્વાસ્થ્ય સુવિધા, કોન્ટ્રાસેપ્ટિવ સુવિધા અને સંક્રમણ, આંખ, નાક, કાન અને ગળા સંબંધિત બીમારીઓના ઈલાજ માટે અલગથી યુનિટ હશે. વૃદ્ધ વ્યક્તિઓ નો ઈલાજ પણ કરાવી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here