આ શરત પર ચીની કંપનીઓ સાથે સંબંધો તોડવા તૈયાર થયું બીસીસીઆઈ

0
212
views

દેશભરમાં ચીની ઉત્પાદનો અને કંપનીઓનો વિરોધ થઈ રહ્યો છે. તેની વચ્ચે બી.સી.સી.આઈ. એ સાફ શબ્દોમાં કહી દીધું છે કે તે આઈ.પી.એલ. (બી.સી.સી.આઈ.) ના પ્રાયોજક વિવો સાથેના કરાર સમાપ્ત નહીં કરે. બોર્ડના અધ્યક્ષ અરુણ ધૂમલના જણાવ્યા અનુસાર આઈ.પી.એલ.માં ચીની કંપનીઓ પાસે થી આવી રહેલા પૈસા થી ભારતને જ ફાયદો થઈ રહ્યો છે, ચીનને નહીં. પરંતુ હવે બી.સી.સી.આઈ. ચીની કંપનીઓ સાથે બધા જ કરાર સમાપ્ત કરવા માટે તૈયાર થઈ ગયું છે. પરંતુ માત્ર એક શરત પર.

ક્રિકેટ બોર્ડના કોષાધ્યક્ષ અરુણ ધૂમલે ઇંડિયન એક્સપ્રેસ સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે, બી.સી.સી.આઈ. ભવિષ્યમાં ક્યારેય પણ સ્ટેડિયમ અથવા બીજું કઈપણ બનાવવાનો કોન્ટ્રાક્ટ કોઈપણ ચીની કંપનીઓને આપશે નહીં. તે સાથે જ ધૂમલે જણાવ્યુ કે અત્યારે વિવો સાથે કરાર રહેશે પરંતુ જો સરકાર તેને સમાપ્ત કરવાનું કહેશે તો તે આ કરાર સમાપ્ત કરવામાં જરાપણ સંકોચ નહીં કરે.

કોષાધ્યક્ષ એ જણાવ્યુ કે બી.સી.સી.આઈ. એ હજુ સુધી વિવો પ્રાયોજક મુદે ચર્ચા કરી નથી. પરંતુ જો પ્રાયોજકના રૂપમાં ચીની કંપનીઓ સાથે સંબંધ માટે કોઈ સરકારી સલાહ કે આદેશ આપવામાં આવશે તો બી.સી.સી.આઈ તેના કરારને સમાપ્ત કરવામાં જરાપણ સંકોચ નહીં અનુભવે. તેમણે જણાવ્યુ કે જો સરકાર ચીની સમાન અને કંપનીઓ પર બેન લગાવશે તો બી.સી.સી.આઈ. ને તેનું પાલન કરવામાં ખુશી થશે. તેમણે એમ પણ જણાવ્યુ કે બી.સી.સી.આઈ. અનુબંધ સમાપ્ત થવા પર ભવિષ્યમાં લોકોની ભાવનાઓને પણ ધ્યાનમાં રાખશે. અરુણ ધૂમલે જણાવ્યુ હતું કે ભારતીય હોવાના નાતે ચીનને સબક શીખવવા માટે આ પગલું ઉઠાવવું જરૂરી છે અને તેને તે જગ્યાએ જખમ પહોચાડવું જરૂરી છે જે જગ્યાએ તેને વધારે દર્દ થાય. તેમના સામાનનો બહિષ્કાર કરીને તેમને આર્થિક રીતે ચોટ પહોંચાડી શકીએ છીએ.

લદાખની સીમા પર ગલવાન માં બંને દેશો વચ્ચે સૈન્ય તણાવ બાદ ચીન વિરોધી માહોલ ગરમ છે. ચાર દશકો થી વધારે સમયમાં પહેલીવાર ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસા માં ઓછામાં ઓછા ૨૦ ભારતીય સૈનિકો શહીદ થઈ ગયા. ત્યારબાદ થી ચીની ઉત્પાદનોના બહિષ્કારની માંગ ઉઠી છે. પરંતુ ધુમલે જણાવ્યું હતું કે, આઈ.પી. એલ. જેવી ભારતીય ટુર્નામેન્ટ થી ચીની કંપનીઓ દ્વારા પ્રાયોજન થી આપણા દેશ ને જ ફાયદો થઈ રહ્યો છે. બી.સી.સી.આઈ. ને વિવો તરફથી દર વર્ષે ૪૪૦ કરોડ રૂપિયા મળે છે. જેની સાથે તેમનો પાંચ વર્ષનો કરાર ૨૦૨૨ માં સમાપ્ત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here