આ પાડાની કિંમત છે ૯ કરોડ, તેની મહિનાની કમાણી જાણીને મોં માં આંગળા નાંખી જશો

0
2853
views

ભેંસ તો તમે આજ સુધી હજારો જોઈ હશે પરંતુ આજે તમે એક એવા પાડા વિશે બતાવવા જઈ રહ્યા છીએ કે જેને પાડાની દુનિયાનો “હલ્ક” કહેવામા આવે છે. આ પાડાનું નામ યુવરાજ છે અને તમને જણાવી દઇએ કે દેશના પ્રધાનમંત્રી મોદીજી પણ આ નવ કરોડના પાડા ને જોઈ ચૂક્યા છે. હકીકતમાં જયપુરમાં થનાર એગ્રીટેક મીટમાં મૂળા નર્સના પાડા પર બધાની નજર રહી છે. તેના પહેલા પણ યુવરાજે ઉત્તર ભારતમાં અનેક એગ્જિબિશનની શાન વધારી છે.

યુવરાજ ના માલિક તેને નવ કરોડ રૂપિયામાં પણ વેચવાની ના પાડી દીધી. દુનિયાભરમાં પાડાની મુર્રા નસ્લ સૌથી શ્રેષ્ઠ નસ્લ માનવામાં આવે છે અને તે સામાન્ય રીતે ભારતમાં હરિયાણા અને પંજાબમાં જોવા મળે છે. પરંતુ આ વખતે આ નસ્લની અમુક ભેંસ પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે. યુવરાજ ત્યારે સમાચારમાં આવ્યો જ્યારે હરિયાણાના કુરૂક્ષેત્ર માં રહેતા તેના માલિક કર્મવીર એ તેને નવ કરોડ રૂપિયા વેચવા માટે ના પાડી દીધી.

તેના પાછળનું કારણ એ હતું કે યુવરાજના સ્પર્મ વેચીને અને મવેશી શોમાં ભાગ લઈને કર્મવીર દર મહિને સાત લાખ સુધીની કમાણી કરે છે. મુર્રા નસ્લના સૌથી શ્રેષ્ઠ પાડા માંથી એક એવા યુવરાજે અત્યાર સુધીમાં ૧૭ નેશનલ એવોર્ડ જીત્યા છે. તેટલું જ નહીં યુવરાજના સ્પર્મ થી અત્યાર સુધી દોઢ લાખ પાડાઓ પેદા થયા છે. ખબરોનું માનવમાં આવે તો યુવરાજની માં પણ એક દિવસમાં ૨૫ લિટર દૂધ આપતી હતી.

યુવરાજના માલિક કર્મવીર કહે છે કે નવ કરોડ નો પાડો યુવરાજ એક દિવસમાં 3.5 ml લીટર થી 5 ml લિટર સુધીનું ઉચ્ચ કક્ષાનું સ્પર્મ જનરેટ કરે છે. તેમના 0.25 ml ની કિંમત 1500 રૂપિયા હોય છે. યુવરાજ 14 ફૂટ લાંબો અને છ ફૂટ ઊંચો છે. એક દિવસમાં ૨૦ લીટર દૂધ પીવે છે, પાંચ કિલો ફળ ખાય છે અને ૧૫ કિલો પશુઆહાર થાય છે. આટલું જ નહીં યુવરાજ દરરોજ પાંચ કિલોમીટર ચાલે છે. તમને જણાવી દઇએ તો આ નવ કરોડના પાડા ને ખરીદવા માટે એક કિસાને 7 કરોડની ઓફર આપી હતી અને દક્ષિણ આફ્રિકા ના એક દૂધના વેપારીએ નવ કરોડ રૂપિયા આપીને આ પાડા ને ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી પરંતુ યુવરાજના માલિકે દરેકની ઓફરને અસ્વીકાર કર્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here