આ ખાસ કારણથી ગાયને ગળે લગાડવાના લોકો આપી રહ્યા છે ૫૧૦૦ રૂપિયા, કારણ જાણવા જેવુ છે

0
205
views

ગાયને ભારતમાં એક પવિત્ર જાનવર માનવામાં આવે છે. તેને માતાનો દરજ્જો આપવામાં આવેલ છે. ભારત દેશમાં ગાયની પૂજા પણ થાય છે. જોકે આ ગાયને લઈને ઘણી વખત રાજનીતિ પણ ચાલતી રહે છે. પરંતુ પોતાના હૃદય પર હાથ રાખીને જણાવો કે શું તમે અથવા આ નેતાઓએ ક્યારે કોઈ ગાય સાથે એક કલાક વિતાવેલ છે, શું તેને પ્રેમથી ગળે લગાવેલ છે? હકીકતમાં આવું ખૂબ જ ઓછા લોકોએ કરેલ હશે. તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકામાં લોકો ગાય સાથે સમય વિતાવવા માટે અને તેને ગળે લગાવવા માટે ૭૫ ડોલર એટલે કે લગભગ ૫૧૦૦ રૂપિયા આપી રહ્યા છે.

આ મામલો ન્યૂયોર્કના માઉન્ટેન હાઉસ ફાર્મ નો છે. વળી ફક્ત ન્યૂયોર્ક જ નહીં પરંતુ બીજા ઘણા યુરોપીયન દેશોમાં પણ આ રીતનું ચલણ ચાલી રહેલ છે. જોકે અમેરિકામાં આ મામલો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે આ લોકો ગાય સાથે રહેવા અને તેને ગળે લગાવવા માટે ના આટલા પૈસા શા માટે આપી રહ્યા છે? તો ચાલો તમને આ બાબત નું રહસ્ય પણ જણાવી દઈએ.

ગાય એક શાંત પશુ છે. તેના હૃદયના ધબકારા પણ સામાન્ય લોકોની તુલનામાં ઓછા હોય છે. તેવામાં ગાયને ગળે લગાવવાથી માનસિક શાંતિ મળે છે. પહેલાં તો લોકો ફક્ત નાના જાનવરો જેવા કે કૂતરા અને બિલાડી સાથે પોતાનો સમય વિતાવીને પોતાની માનસિક શાંતિ શોધી રહ્યા હતા પરંતુ હાલમાં જ આ પ્રક્રિયામાં ઘોડા અને ગાયને પણ સામેલ કરવામાં આવેલ છે.

33 એકરમાં ફેલાયેલ માઉન્ટેન હાઉસ ફાર્મ માં લોકો થોડા સમય માટે શહેરની ભાગદોડ અને પોતાની જિંદગીની ચિંતાઓથી દૂર થોડી શાંતિનો સમય પસાર કરવા માટે જાનવરો સાથે સમય વિતાવે છે. તેમાં અહીંયા ગાય સાથે સમય વિતાવવા અને ઘરે લગાવવાનું ચલણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. ગામ માં કામ કરવા વાળી સુઝેન વુલર્સ મૂળરૂપથી નેધરલેન્ડની રહેવાસી છે. તેમના ફાર્મમાં આ વેલનેસ પ્રોગ્રામ પાછલા નવ વર્ષોથી ચાલી રહેલ છે.

એક વધુ દિલચસ્પ વાત એ છે કે અહિયાં લોકોના આવવાનો સમય પણ નિશ્ચિત કરવામાં આવેલ છે. આવી રીતે તેઓ ગાયની દરરોજની જિંદગીમાં કોઈ દખલ નથી આપી શકતા. સુઝૈન નું કહેવું છે કે અમારા માટે જાનવર પહેલી પ્રાથમિકતા છે. અમે અહીંયા કોઈ ચિડિયાઘર નથી ચલાવી રહ્યા. આ વાતને લોકોએ પણ સમજવી જોઈએ અને આ સમયનો અને જાનવરોની લાઇફનો પણ સન્માન કરવું જોઈએ.

આપણા ભારતની વાત કરવામાં આવે તો અહીંયા રસ્તાઓ પર ઘણી ગાયો જોવા મળે છે. આપણે તેમને રોટલી આપીએ છીએ અને હાથ ફેરવીએ છીએ, પરંતુ ક્યારેય તેને ગળે લગાડતા નથી. એટલા માટે તમે પણ આ બાબતને ટ્રાય કરી શકો છો, જે આપણે ત્યાં બિલકુલ ફ્રી માં પ્રાપ્ત થાય છે. કદાચ તમને પણ એક અલગ પ્રકારની માનસિક શાંતિ મળી જાય. જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો અન્ય લોકો સાથે શેયર કરવાનું ભૂલતા નહિ. જેથી કરીને તે લોકોને પણ ગાયના આ ફાયદા વિશે સમજી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here