આ કારણોને લીધે ધનની દેવી લક્ષ્મીજી છોડી દે છે તમારો સાથ, ચોથા નંબરનું તો બિલકુલ ના કરવું

0
338
views

જો તમે ધનની ઈચ્છા કરો છો તો તેના માટે ધનની દેવી માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા ખૂબ જ આવશ્યક છે. વર્તમાન સમયમાં વધુ લોકો વધારે ધનની ઈચ્છા રાખતા હોય છે અને દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેના ઘર પરિવારમાં કોઈ પણ ચીજની કમી ના રહે. તેના ઘરમાં હંમેશાં ધન-ધાન્યથી ભરપુર રહે જેના લીધે ઘણા લોકો નાના-મોટા ઉપાય પણ કરે છે અને અલગ અલગ પ્રકારની વિધિ પણ કરે છે પોતાના જીવનમાંથી સમસ્યા દૂર કરવાના પ્રયત્ન પણ કરે છે. જો તમે પણ ધર્મ અને કર્મ વિશ્વાસ રાખતા હોય તો તમારે એ વાતની જાણકારી હશે કે લક્ષ્મીજીની કૃપા વગર ધનની પ્રાપ્તિ કરવી સંભવ નથી.

જો માતા લક્ષ્મીજી તમારાથી પ્રસન્ન હશે તો તમારા જીવનમાં ખુશી ભરપૂર લાગશે. પરંતુ જો એ તમારાથી નારાજ હશે તો તમારા જીવનમાં અનેક સમસ્યાઓ પણ આવશે. જો આપણે પુરાણો અનુસાર જોઇએ તો એક વખત ઇન્દ્ર દેવતા ધનની દેવી માતા લક્ષ્મીજીની સ્તુતિ કરી રહ્યા હતા. ત્યારે દેવરાજ ઈન્દ્રએ માતા લક્ષ્મીજી અને અનુરોધ કર્યો કે તે મનુષ્ય પર પોતાની કૃપા દૃષ્ટિ બનાવી રાખે. ત્યારે લક્ષ્મીજીએ સ્વયં જણાવ્યું હતું કે જે લોકોના ઘરમાં આ પાંચ ચીજવસ્તુઓ હશે તેમના ઘરમાં વધારે સમય સુધી હું નહીં રહું. તો એ પાંચ ચીજો કઈ છે આજે તેના વિશે અમે તમને જણાવીશું. કયા કારણોથી ધનની દેવી લક્ષ્મી છોડે છે સાથ?

અહંકાર કરવો

જો ઘરમાં રહેતા કોઈ પણ માણસ અહંકારી છે તો તે અહંકારમાં લિપ્ત રહે છે. તો આ કારણે માતા લક્ષ્મીજી તે ઘર છોડીને ચાલી જાય છે. જે ઘરમાં અહંકાર હોય છે, ત્યાં અજ્ઞાનતા અને ક્રોધમાં વૃદ્ધિ હોય છે.

લાલચ કરવી

જે ઘર પરિવારના સદસ્ય લાલચી સ્વભાવના હોય છે. તે ઘરની અંદર લક્ષ્મીજી વધારે સમય સુધી નથી રહેતા. શાસ્ત્રોમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લાલચી લોકો પાસે લક્ષ્મી નથી રહેતી. લાલચ કરવી પાપ સમાન માનવામાં આવે છે.

હિંસા કરવી

જે ઘરની અંદર કોઈ પણ વાતને લઈને વાદ-વિવાદ થતો હોય તે ઘર માં હિંસા હોય છે અને આગળ માતા લક્ષ્મીજી નથી રહેતા. તે ઉપરાંત જે ઘરોની અંદર માંસ-માછલીનો ઉપયોગ કરવામાં આવે છે તે ઘરમાં પણ માતા લક્ષ્મીજી નથી રહેતી.

મહિલાઓનું અપમાન કરવું

જે ઘરની અંદર મહિલાઓનું સન્માન નથી હોતું, જે ઘરની અંદર તેમનો અનાદર કરવામાં આવે છે. તે ઘરમાં લક્ષ્મીજી પણ રિસાઇને જતાં રહે છે. કેમ કે મહિલાઓને લક્ષ્મીજીનું રૂપ માનવામાં આવે છે અને આવી સ્થિતિમાં જો ઘરની અંદર મહિલાઓનું અપમાન થતું હોય તો ત્યાં લક્ષ્મીજી નું પણ અપમાન થતું હોય છે તેવું માનવામાં આવે છે.

સ્ત્રી-પુરુષની કામ ભાવના

જો કોઈ પણ ઘરમાં સ્ત્રી અને પુરુષ કામ ભાવનામાં લિપ્ત રહેતા હોય તો તે ઘરમાં ધનની દેવી માતા લક્ષ્મીજી વધારે સમય સુધી નથી રહેતા. કેમકે કામ ભાવનાને તે ઘરમાં ધર્મની ઉપેક્ષા માનવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here