આ કારણે અર્જુનના રથ પર થઈ ના હતી દિવ્ય શસ્ત્રો ની અસર, યુધ્ધ પુરું થતા જ લાગી ગઈ હતી આગ

0
606
views

મહાભારતના યુધ્ધ સાથે ઘણા પ્રકારની કથા જોડાયેલી છે. આ કથા ની સાથે એક કથા અર્જુન ના રથ સાથે પણ જોડાયેલી છે. મહાભારતના યુધ્ધ દરમ્યાન અર્જુન ના રથ પર ઘણીવાર પ્રહાર કરવામાં આવ્યા હતાં. પરંતુ તેમ છતાં અર્જુન નો રથ સહી સલામત રહ્યો હતો. મહાભારત ગ્રંથ અનુસાર અર્જુન ના રથ ની રક્ષા ખુદ હનુમાનજી કરી રહ્યા હતાં. હનુમાનજી આ રથ પર બિરાજમાન હતાં.

હનુમાનજી અર્જુનના રથ પર બિરાજમાન હોવાથી તેની સાથે એક કથા જોડાયેલી છે. આ કથા અનુસાર જ્યારે પાંડવોને વનવાસ મળ્યો હતો. તે દરમ્યાન ભીમ ની મુલાકાત હનુમાનજી સાથે થઈ હતી અને હનુમાનજી પાસે થી ભીમે બળ ની શિક્ષા લીધી હતી. એક દિવસ ભીમે ભગવાન હનુમાનજી ને અનુરોધ કર્યો કે જ્યારે પાંડવો નું યુધ્ધ કૌરવો સાથે થાય ત્યારે હનુમાનજી પાંડવોનો સાથ આપે અને અર્જુનના રથ પર બિરાજે.

ભીમ જાણતા હતાં કે જો હનુમાનજી અર્જુનના રથ પર બિરાજમાન થઈ જાય તો આ યુધ્ધ માં પાંડવોને કોઈ હરાવી નહિ શકે. ભીમે કરેલા આ અનુરોધ ને હનુમાનજી એ સ્વીકાર કર્યો હતો અને ભીમને જણાવ્યું હતું કે જ્યારે યુધ્ધ ચાલુ થાય ત્યારે તે લાલ રંગ નો ધ્વજ અર્જુનના રથ પર બાંધી દે. આટલું કરવાથી હું રથ પર બિરાજમાન થઈ જઈશ. જ્યારે મહાભારત નું યુધ્ધ ચાલુ થયું ત્યારે ભીમે હનુમાનજીના જણાવ્યા પ્રમાણે અર્જુનના રથ પર એક ધ્વજ બાંધી દિધો હતો.

બીજી તરફ ભગવાન શ્રી કૃષ્ણ પણ અર્જુનના સારથી બન્યા હતાં અને અર્જુનના રથ ના પૈડાં પર શેષનાગ બિરાજમાન થયા હતાં. કારણકે યુધ્ધ દરમ્યાન રથ પાછળ તરફ ના જઈ શકે. બીજી તરફ કૌરવોને લાગતું હતું કે તેની પાસે ભીષ્મ પિતામાહ, દ્રોણાચાર્ય અને કર્ણ જેવા મહારથી છે જેથી તે આસાનીથી પાંડવોને પરાજિત કરી દેશે. પરંતુ હકીકતમાં પાંડવોનું પલડું કૌરવો કરતા ભારે હતું. કારણકે પાંડવો સાથે હનુમાનજી, કૃષ્ણ અને શેષનાગ હતાં.

મહાભારતના યુધ્ધ દરમ્યાન ઘણીવાર અર્જુનના રથ પર પ્રહાર કરવામાં આવ્યા હતાં. પરંતુ આ પ્રહારો કરવા છતાં પણ અર્જુનના રથ કંઇ થયું ના હતું. પરંતુ જ્યારે યુધ્ધ પુરું થયું ત્યારે રથ પોતાની રીતે જ સળગી ગયો હતો. મહાભારત અનુસાર યુધ્ધ પુરું થયા બાદ શેષનાગ પાતાળ લોક ચાલ્યા ગયા હતાં અને હનુમાનજી પણ રથ પર થી ઉતરી ગયા હતાં. ત્યારબાદ શ્રી કૃષ્ણ ના કહેવાથી અર્જુન પણ આ રથ પર થી ઉતરી ગયા હતાં.

અર્જુન પછી ભગવાન શ્રી કૃષ્ણ પણ આ રથ પર થી ઉતરી ગયા હતાં અને શ્રી કૃષ્ણ આ રથ પર થી ઉતરતાં જ આ રથ માં આગ લાગી ગઈ હતી. રથ ને સળગતો જોઇને અર્જુન આશ્ચર્ય ચકિત થઈ ગયા હતાં અને ભગવાન શ્રી કૃષ્ણ ને પૂછ્યું કે, રથ માં પોતાની રીતે જ આગ કેવી રીતે લાગી ગઈ ? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જણાવ્યું કે દિવ્ય શસ્ત્ર ના પ્રહાર થી આ રથ પહેલા જ ખતમ થઈ ગયો હતો. હનુમાનજી ના બિરાજમાન હોવાથી અને મારા કારણે જ આ રથ ને કંઈ થયું ના હતું. પરંતુ હવે આ રથ નું કામ પુર્ણ થઈ ગયું છે. જેના કારણે આ રથને હનુમાનજી અને મે આ રથ ને છોડી દીધો તેથી આ રથ ભસ્મ થઈ ગયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here