આ જાનવરોને ખવડાવો ભોજન, ઘરમાં થશે આવકમાં વધારો અને દરેક ઈચ્છાઓ થશે પુરી

0
296
views

જીવનમાં કોઈ સમસ્યા હોય તો તે સમસ્યાથી હેરાન થવાને બદલે તેનું સમાધાન શોધવું જોઈએ. લાલ પુસ્તકમાં દરેક સમસ્યાના સમાધાન માટે ઉપાયો બતાવવામાં આવ્યા છે  અને આ ઉપાયો કરવાથી સમસ્યાનું સમાધાન મળી જાય છે. આ પુસ્તક અનુસાર જાનવરોની સેવા કરવાથી અને તેમને ભોજન કરાવવાથી દરેક સમસ્યાઓનું નિવારણ થઈ શકે છે. તો ચાલો જાણીએ કે ક્યા પ્રાણીને કયું ભોજન ખવડાવાથી સમસ્યાનું નિવારણ આવી શકે છે.

ગાયને રોટલી ખવડાવાથી

આપણા ગ્રંથોમાં ગાયને ખૂબ જ આદર આપવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે ગાયની અંદર ઘણા દેવી-દેવતાઓ વસે છે. ગાયની સેવા કરવાથી વ્યક્તિને પાપોમાં થી મુક્તિ મળે છે અને જીવન સફળ થાય છે. એટલું જ નહીં ગાયની સેવા કરીને કુંડળીના દોષો પણ દૂર કરી શકાય છે. જે લોકોના ઘરોમાં  હંમેશાં તણાવ રહે છે, તેઓ ગાય માતાને ગોળ અને રોટલી ખવડાવે. ગોળ અને રોટલી ખવડાવવાથી ઘરમાં શાંતિ રહે છે અને તકરાર દૂર થાય છે.

આ સિવાય ગાયને ઘાસચારો નાખવાથી કુંડળીઓની ખામી પણ દૂર થાય છે અને ગ્રહો શાંત રહે છે. એટલું જ નહીં જે લોકો ગાયની પૂજા કરે છે તે લોકોના ઘરમાં ક્યારેય પૈસાની ખામી હોતી નથી અને માતા લક્ષ્મીનું નિવાસસ્થાન કાયમ માટે ઘરમાં બની જાય છે.

પક્ષીઓને અનાજ નાખો

પક્ષીઓને અનાજ ખવડાવવું તે ખુબજ સારું માનવામાં આવે છે. આમ કરવાથી ઘણા ફાયદાઓ મળે છે. જે લોકોની કુંડળીમાં શનિ ભારે હોય છે, તેઓએ કાગડાઓને તેલ લગાડેલી રોટલી નાખવી જોઈએ. આમ કરવાથી શનિ ગ્રહ શાંત થઈ જાય છે. આ સિવાય પક્ષીને ખવડાવવાથી ધંધો વધે છે અને સ્વાસ્થ્ય બરાબર રહે છે. જ્યારે કબૂતરને અનાજ નાખવાથી  જિંદગીના તમામ દુઃખો દૂર થઈ જાય છે.

માછલીને લોટ નાંખો

માછલીઓને લોટની ગોળીઓ નાખવાથી દરેક પ્રકારના રોગો મટે છે. આ સિવાય જો બુધ ગ્રહ ભારે હોય તો ત્યારે માછલીઓને લોટ નાખવાથી આ ગ્રહ શાંત થઈ જાય છે અને આ ગ્રહના ક્રોધથી રક્ષણ મળે છે.

કુતરાઓને રોટલી ખવડાવો

કાળા કુતાઓને રોટલી નાખવાથી શનિ, કેતુ અને રાહુ ગ્રહ શાંત થાય છે. તેથી જે લોકોની કુંડળીમાં આ ત્રણેય ગ્રહો ભારે છે, તેઓએ શનિવારે કાળા કૂતરાઓને તેલમાં તળેલી રોટલી અથવા પુરી ખાવડાવે. એવું માનવામાં આવે છે કે જો કૂતરો તમારા હાથેથી નાખેલી રોટલી ખાય છે, તો આ ગ્રહોની ખામી દૂર થાય છે.

કીડીને લોટ પુરવો

કીડીઓમાં લોટ પુરીવાથી કુંડળીના ગ્રહો શાંત રહે છે અને આરોગ્ય પણ દુરુસ્ત રહે છે. તેથી તમારે દરરોજ સવારે અને સાંજે કીડીઓને લોટ પુરવો જોઈએ. આ કરવાથી દરેક મનોકામના પણ પૂર્ણ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here