આ હોસ્પીટલમાં MRI અને સિટીસ્કેન જેવા મોંઘા રિપોર્ટ ફક્ત ૨૦ થી ૫૦ રૂપિયામાં કરી આપવામાં આવશે

0
61973
views

સરકારી હોસ્પિટલમાં સતત વધી રહેલ ભીડને કારણે લોકોને ઈલાજ અને તપાસ કરાવવા માટે ખૂબ જ લાંબો સમય રાહ જોવી પડે છે. MRI અને સીટી સ્કેન જેવા રિપોર્ટ પ્રાઇવેટ લેબોરેટરીમાં ખૂબ જ મોંઘા થતાં હોય છે એટલા માટે લોકો સરકારી હોસ્પિટલ તરફ ભાગે છે. પરંતુ તમારા માટે ખુશખબરી છે કે ખૂબ જ જલ્દી દિલ્હીમાં સ્થિત ગુરુદ્વારા બંગલા સાહિબમાં આ બન્ને રિપોર્ટ ઉપલબ્ધ થશે. ખાસ વાત એ છે કે આ બન્ને રિપોર્ટ ખૂબ જ ઓછી કિંમતમાં કરી આપવામાં આવશે, જેના લીધે દર્દીઓ પર ઈલાજ ના ખર્ચનો ભાર ઓછું કરવામાં આવી શકે. પ્રાપ્ત થતી જાણકારી અનુસાર ૨૦ થી ૫૦ રૂપિયામાં આ બન્ને રિપોર્ટ કરવામાં આવી શકે છે.

સરકારી હોસ્પિટલોમાં થતી લાંબી લાઈનો ની સમસ્યા આ પહેલ દ્વારા ઘણી ઓછી થઈ જશે. ગુરુદ્વારા આસપાસ પાંચ મોટા હોસ્પિટલ છે, જેમાં ગંગારામ, એલએનજેપી, જીબી પંત અને આરએમએલ સામેલ છે. આ હોસ્પિટલમાં સમગ્ર દેશમાંથી હજારો દર્દીઓ રોજ પોતાનો ઇલાજ કરાવવા માટે આવે છે. સસ્તો ઈલાજ અને મફતમાં તપાસ માટે દર્દીઓ સરકારી હોસ્પિટલોમાં મહિનાઓ સુધી પોતાનો વારો આવવાની પ્રતીક્ષા કરે છે. લોકનાયક હોસ્પિટલમાં એમ.આર.આઈ રિપોર્ટ કરાવવા માટે બે વર્ષનું વેઇટિંગ ચાલી રહ્યું છે. આ સિવાય પણ ઘણા લોકોના તેમાં નંબર નથી આવતા. ગુરુદ્વારા બંગલા સાહિબ માં માત્ર 20 થી 50 રૂપિયા માં આ સુવિધા મળવાથી લોકોને આ ભીડમાંથી રાહત મળશે.

ગુરુદ્વારા બંગલા સાહિબમાં દર્દીઓની સાથે આવનાર લોકોને ગુરુદ્વારામાં રોકાવા માટે પણ જગ્યા આપવામાં આવશે. તેવામાં તે લોકોને અહીંયા રહેવા માટેની પણ પરેશાની ઉઠાવવી નહિ પડે. આ સિવાય ગુરુદ્વારામાં બપોરે અને સાંજના સમયે જમવાનું પણ આપવામાં આવે છે, જેથી દર્દીઓને ખાવા અને રોકાવાની સમસ્યા હલ થઈ જશે.

તમને જણાવી દઇએ કે ગુરુદ્વારા ના પરિસરમાં એમ.આર.આઈ અને સીટી સ્કેન ના મશીન લગાવવાનો પ્રસ્તાવ પાછલા બે વર્ષોથી આપવામાં આવેલ છે. પરંતુ કમિટીના જણાવ્યા અનુસાર આ વર્ષના નવેમ્બર મહિના સુધી બધી જ તૈયારીઓ પૂરી થઈ જશે અને દર્દીઓને આ સુવિધા અહીંયા મળવા લાગશે. બંગલા સાહિબ પરિસરમાં અત્યારે એક પોલીક્લીનીક છે, જ્યાં નાક અને આંખ નો ઈલાજ ની સાથે સાથે ઈસીજી વગેરે જેવી સુવિધાઓ પણ છે. અહીંયા દિવસમાં બે વખત સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here