આ દિશામાં સુવાથી થાય છે ઘણા પ્રકારના નુકશાન

0
1186
views

તમે કઈ દિશામાં સૂતા હો છો એ તમારા જીવન પર વધુ પ્રભાવ કરે છે. કહેવામાં આવે છે કે સૂતી વખતે તમારું માથુ અને પગ ખોટી દિશામાં હોય તો તેનાથી તમારા જીવનમાં ઘણી પરેશાનીઓ આવે છે. અને તમે તમારા કરિયરમાં સફળતા પણ નથી મળતી. એટલે એ જરૂરી છે કે સુતા સમયે તમે તમારા પગ અને માથું સાચી દિશામાં રાખો. કઈ દિશામાં ઊંઘવુ ઉત્તમ ગણાય છે તેના વિશે આજે તમને જણાવીશું.

પૂર્વ દિશામાં સુવા થી થતા ફાયદા

તમે તમારી પથારી માં એ રીતે સુઈ જાવ કે તમારું માથું પૂર્વ કે દક્ષિણ બાજુ હોય કેમકે ઉત્તર અને પશ્ચિમ દિશામાં સુઈ જવું સારું નથી માનવામાં આવતું. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે તમારું માથું પૂર્વ દિશામાં રાખો છો તો. તમારું મગજ તેજ અને તમે બુદ્ધિવાન બનો છો.

દક્ષિણ દિશામાં સુઈ જવાથી થતા ફાયદા

દક્ષિણ દિશામાં માથું રાખીને સૂઈ જવું ઉત્તમ ગણાય છે. અને કહેવામાં આવે છે કે જે માણસો આ દિશામાં માથું રાખીને સૂઈ જાય છે તેમનું આયુષ્ય વધે છે. અને તેમને તેમના જીવનમાં ખૂબ જ સફળતા મળે છે આ દિશા જોવા માટે એકદમ બરાબર છે.

પશ્ચિમ દિશામાં સુવા થી થતુ નુકશાન

પશ્ચિમ દિશામાં જે માથું રાખીને સૂઈ જાય છે તેમનું જીવન તણાવ ભર્યું હોય છે. અને તેમનું મગજ સુતા સમય પણ શાંત નથી હોતું. જેનાથી તે ચીડીયા સ્વભાવના રહે છે.

ઉત્તર દિશામાં સુવા થી થતુ નુકશાન

જે લોકો ઉત્તર દિશામાં માથું રાખીને સૂઈ જાય છે તેમને ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. અને આ દિશામાં માથું રાખીને સૂઈ જવાથી આયુ ઓછી થાય છે. જો તમે આ દિશામાં માથું રાખી ને સુતા હોવ તો જલદી તમારી દિશા બદલો અને સાચી દિશામાં સુઈ જવું.

આ પ્રકારના બેડ ઉપર ના સૂવું

સુશ્રુત સંહિતા અનુસાર વાંસના લાકડાથી બનેલ આ બેડ માં ક્યારેય સૂવું જોઈએ નહીં. અને આ લાકડી થી બનેલા પલંગ ને પણ ના ખરીદવો જોઈએ. તમને જણાવી દઇએ કે સુશ્રુત સંહિતા આયુર્વેદ ના ત્રણ મૂળભૂત ગ્રંથ માંથી એક છે. આ ગ્રંથમાં કેવી રીતે સૂવું જોઈએ અને કયા સમયે શું જોઈએ તે બધી જાણકારી આપી છે.

ક્યારે સૂઈ જવું જોઈએ

સુશ્રુત સંહિતા અનુસાર દિવસે સુઈ જવું સારું નથી. જે માણસો દિવસ દરમિયાન સૂઈ જાય છે તેમને રોગ થવાનો ભય વધી જાય છે. બધી ઋતુઓ માંથી માત્ર ગ્રીષ્મ ઋતુમાં જ દિવસે સુઈ જવું સારુ માનવામાં આવે છે. તે ઉપરાંત રાતે સાથી 8ની વચ્ચે સૂઇ જવું સારુ માનવામાં આવે છે અને સવારે 4 થી 5 ની વચ્ચે ઉઠી જવું પણ સૌથી ઉત્તમ માનવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here