આ દિશામાં રાખો માતાજીની પ્રતિમા, કળશ અને અખંડ દિવો, મળશે સર્વોતમ લાભ

0
281
views

નવરાત્રીના તહેવારમાં લોકો નવરાત્રીની તૈયારી ચાલુ કરી નાંખી છે. નવરાત્રીના નવ દિવસો માતાજીના નવ રૂપોની પૂજા કરવામાં આવે છે. આ દિવસોમાં તમે માતાજી પાસે તમારી મનની ઇચ્છા માંગી શકો છો અને તે પૂર્ણ થઈ જાય છે. આ કારણના લીધે તમારે નવરાત્રિમાં ઘણા લોકો માતાની ભક્તિમાં ડૂબી જતા હોય છે. નવરાત્રિમાં માતાજીની પ્રતિમા સ્થાપિત કરવાનો પણ રિવાજ હોય છે. નવ દિવસો સુધી માતાજીને બિરાજીત કરી તેમની પૂજા કરવામાં આવે છે અને ભક્તો તેમની સામે ગરબા રમે છે. દર વર્ષે તમે પણ માતાજીની સ્થાપના જરૂર કરતા હશો, પરંતુ તમે એ વાતનું પણ ધ્યાન હોવું જોઈએ કે તેમને કઈ દિશામાં સ્થાપના કરવી.

માતાજીને સ્થાપના કરવાની દિશા

વાસ્તુશાસ્ત્રનો માનીએ તો દરેક દેવી અને દેવતા ની એક નિશ્ચિત દિશા હોય છે. જો તમને આ વિશેષ દિશામાં સ્થાપિત કરો છો અને પૂજન કરો છો તો તમને સારો લાભ પ્રાપ્ત થશે. જો તમે માતાજીની સ્થાપના કરી રહ્યા હોય તો તેમને નવરાત્રિમાં પૂર્વ કે દક્ષિણ દિશામાં વિરાજિત કરવા. તેમાંથી પૂર્વ દિશા સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ દિશાને જ્ઞાન બુદ્ધિ અને વિવેક ની દિશા પણ કહેવામાં આવે છે. આ દિશામાં સૂર્યનો ઉદય પણ થાય છે. તેવામાં તેની પોઝિટિવ કિરણો તે સ્થળ ઉપર પણ સકારાત્મક ઊર્જાથી ભરી દે છે. એક સકારાત્મક વાતાવરણમાં માતાજીની આરાધના કરવામાં અલગ લાભ થાય છે.

કળશ રાખવાની દિશા

વળી, માતાજીને બેસાડવા માટે ઈશાન ખૂણો પૂર્વ અને ઉત્તર દિશાને મળતું સ્થાન પણ સર્વોત્તમ હોય છે. આ દિશામાં તમને માતાજીની પ્રતિમા કળશ રાખવો જોઈએ. તેવામાં તમને જાણકારી માટે બતાવી દઇએ તો ઈશાન ખૂણો માત્ર ધાર્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ છે. પૃથ્વીની ઉત્તર દિશામાં મેગ્નેટિક ફિલ્ડ ચુંબકીય ઉર્જા અધિક પ્રવાહિત હોય છે અને આ કારણના લીધે આ સ્થાન પોઝિટિવ એનર્જીથી ભરેલું હોય છે તેથી તમે ઇશાન ખૂણામાં માતાની પૂજા સ્થળ રૂપમાં કરી શકો છો.

દીવો પ્રગટ કરવાની દિશા

નવરાત્રીના દિવસોમાં લોકો માતાજીની સામે અખંડ જ્યોત પ્રજ્વલિત કરે છે. આ જ્યોત પૂરા નવ દિવસ સુધી ચાલતી રહે છે. આવામાં જો તમે અખંડ જ્યોત આગ્નેય કોણ પૂર્વ દક્ષિણ ખૂણામાં રાખો છો તો તમને લાભ મળે છે. આ ખુણો અગ્નિ તત્વની પ્રતિક હોય છે અને એવું પણ કહેવામાં આવે છે કે આ દિશામાં માતાના નામનો દીપક પ્રજ્વલિત કરવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. તેની સાથે શત્રુ તમારું નુકસાન નહીં કરી શકે એ તમારા ઘર પર ખરાબ નજરથી પણ બચાવે છે. એક વાત ધ્યાનમાં રાખીએ તો આ દિપક ઘીનો હોવો જોઈએ.

જો તમે આ જાણકારી પસંદ આવી હોય તો બીજાની સાથે પણ શેર જરૂર કરવી કારણકે તે પણ સાચા વાસ્તુ સાથે માતાજીની પૂજા કરી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here