આ છોકરીના અક્ષર જોઈને તો કોમ્પ્યુટરને પણ શરમ આવી જાય, તમે પણ જોઈને નક્કી કરો

0
11220
views

મિત્રો, આ દુનિયામાં એવી  અજાયબીઓ છે કે જેને જાણીને તમે દાંત નીચે તમારી આંગળી જ નહીં દબાવો, પણ તમે આખો હાથ જ દબાવી દેશો. કુદરત ક્યારે કોની ઉપર મહેરબાન થઈ જાય છે તે કોઈ નથી કહી શકતું. આવી સ્થિતિમાં જો અમે તમને કહીએ કે નેપાળની 8માં ધોરણમાં ભણતી છોકરીના અક્ષર કમ્પ્યુટર સ્ક્રિપ્ટને પણ હરાવી શકે છે, તો તમે તેને મજાક ગણાશો.

પણ મિત્રો, આ વાસ્તવિકતા છે. હા, એકવાર તમે નેપાળની આ સ્કૂલ ગર્લના સુંદર હસ્તાક્ષર જોશો, તો તમે તેનાથી ખુશ થઈ જશો. આ છોકરીનું  હસ્તલેખન જોઈને તમને લાગશે કે જાણે તમે સીધા કમ્પ્યુટરથી કોઈ પ્રિન્ટ આઉટ લીધું હોય. તેમ છતાં, વિશ્વમાં ખૂબ ઓછા લોકોના અક્ષર સારા સ્તરના હોય છે, બાકી તો મોટાભાગના કાગળ પર ગોટાળા જ વાળતા હોઈ છે.

આજકાલ તો મોટાભાગના કામ હાથથી કરવાને જગ્યાએ કંપ્યુટર થી થવા લાગ્યું છે. બધું જ  કમ્પ્યુટર દ્વારા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘણા બાળકો તો પોતાનું હોમવર્ક પણ ગુગલ પર ટાઇપ કરીને પ્રિન્ટ લઈ લ્યે છે. આ સમયગાળામાં નેપાળમાં રહેતી પ્રકૃતિ મલ્લની હસ્તલેખન જોઈને લાગે છે કે જાણે કંપ્યુટર પ્રિંટર તેના હાથમાં છુપાયેલ હોય. ખરેખર તો પ્રકૃતિએ સુલેખનનો નાનપણ થી એટલો વધારે અભ્યાસ કર્યો છે કે તેની મેહનત હવે દેખાવા લાગી  છે.

મજાની વાત એ છે કે પ્રકૃતિ હજી માત્ર 8માં ધોરણમાં અભ્યાસ કરે છે. તે નેપાળની સૈન્ય રહેણાંક શાળામાં અભ્યાસ કરે છે. શરૂઆતમાં પ્રકૃતિની શાળાની શિક્ષિકા પણ તેની હસ્તાક્ષર જોઈને ચોંકી ગયા હતા. પ્રકૃતિના માતાપિતાએ કહ્યું છે કે તે નાનપણથી રોજ કલાકો સુધી કમ્પ્યુટરની જેમ હસ્તલેખન કરવામાં વ્યસ્ત રેહતી. આ જ કારણ છે કે આજે પ્રકૃતિએ કમ્પ્યુટર પ્રિન્ટઆઉટ કરતા પણ વધુ સારું લેખન કરી શકે છે. નેપાળ સરકારને પણ આવી સુંદર હસ્તાક્ષર બદલ પ્રકૃતિનો એવોર્ડ મળ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here