આ આંખના ફરકવાથી થાય છે દરેક ઈચ્છાઓ પુરી, જાણો આંખોનાં ફરકવાનો સાચો મતલબ

0
10002
views

ભારત દેશમાં કરોડોની સંખ્યામાં લોકો વસે છે. બધા લોકોની માન્યતા જુદી જુદી હોય છે. કેટલાક માને છે કે ચાલતી વખતે બિલાડીનો માર્ગ કાપવો અશુભ છે, જ્યારે કેટલાક માને છે કે ઘર પર કાગડાનું  કાવ-કાવ કરવું એ મહેમાન નું આગમન સૂચવે છે. આવી અનેક માન્યતાઓ આપણા દેશમાં પ્રચલિત છે. માનનારાઓ તો માને છે પરંતુ કેટલાક લોકો આ બધી બાબતોને હાસ્યાસ્પદ ગણી ને નકારી દે છે. આ માન્યતાઓમાંની એક આંખનું ફરકવું  પણ આવે છે. કેટલાક લોકો આંખનાં ફરકવા પર પણ એક માન્યતા બનાવી ચૂક્યા છે.

તમે લોકોને કહેતા સાંભળ્યા જ હશે કે જો તમારી જમણી આંખ ફરકી રહી છે, તો તેનો અર્થ એ છે કે કંઈક શુભ થવાનું છે અથવા તો જો તમારી ડાબી આંખ ફરકી રહી છે, તો તેનો અર્થ એ છે કે કંઈક અશુભ બનવાનું છે. જો આપણે અંગ જ્યોતિષનું માનીએ, તો શરીરમાં કોઈપણ પ્રકાર નો ફેરફાર કંઈક સૂચવે છે. ઘણી વખત આ ફેરફાર ભવિષ્યની ઘટનાઓ તરફ પણ સંકેત આપે છે. આજે અમે તમને જણાવીશું કે આંખો ફરકવા પાછળનું રહસ્ય શું છે.

શું થાય છે જયારે જમણી આખ ફરકે છે

લોકો માને છે કે જમણી આંખનું ફફડવું શુભ હોય છે. પરંતુ સમુદ્રશાસ્ત્ર મુજબ જમણી આંખનું ફરકવું એ ફક્ત પુરુષો માટે જ શુભ છે, સ્ત્રીઓ માટે નહીં. સમુદ્ર શાસ્ત્ર માં મહિલાઓની ડાબી આંખ ફાફડવું શુભ કહ્યું છે.

જાણો કે શું થાય છે જો ડાબી આંખ ફરકે તો

જો તમારી ડાબી આંખ ફરકે છે તો લોકો તેને કંઇક ખરાબ અને અશુભ સંકેત માને છે. જો કે સ્ત્રીઓમાં ડાબી આંખ અને ભમર ફરકાવી શુભ માનવામાં આવે છે. પરંતુ પુરુષોના કિસ્સામાં આ વિરુદ્ધ છે. જો કોઈ માણસની ડાબી આંખ ફરકી રહી હોય, તો તેનો અર્થ તે હોઈ શકે છે કે તેની લડાઈ તેના કોઈ જૂના દુશ્મન સાથે થય શકે છે.

જાણો જમણી આંખની ભમર અને પાંપણ ફરકવાનો મતલબ

એવું કહેવામાં આવે છે કે જો પુરુષોની જમણી આંખના ઉપરના ભાગની પાંપણ અથવા ભમર ફરકે છે, તો તેનો અર્થ એ કે તેમના મન ચાલતી બધી ઇચ્છાઓ જલ્દી પૂર્ણ થઈ શકે છે. તેમને કોઈ પ્રકારનો ધન લાભ પણ થઈ શકે છે. પરંતુ જો તે સ્ત્રીઓમાં થાય છે એટલે કે તેમની જમણી આંખના ઉપરના ભાગની પાંપણ અને ભમર ફરકે છે, તો તે અશુભ માનવામાં આવે છે. તેમનું બન્યું બનાવેલું કામ બગડી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here