પોતાની રાશિ અનુસાર કરો આ ઉપાય, ધનથી કાયમ ભરેલી રહેશે તમારી તિજોરી

0
608
views

ધન દોલત અને સુખ સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા દરેક વ્યક્તિ રાખે છે અને પૈસાદાર બનવા માટે લોકો ખૂબ જ મહેનત પણ કરે છે. જોકે મહેનતની સાથે સાથે અમુક ઉપાય કરવામાં આવે તો ખૂબ જ જલ્દી પૈસાદાર બની શકાય છે. જે લોકો પૈસાદાર બનવા નું સપનું જુએ છે, જો તેઓ પૂર્ણિમાના દિવસે નીચે બતાવવામાં આવેલ ઉપાયો કરે તો ખૂબ જ જલ્દી તેમના પર માતા લક્ષ્મીની કૃપા વરસવા લાગશે. એટલા માટે તમે પણ પોતાની રાશિ ના હિસાબે પૂર્ણિમાના દિવસે આ ઉપાયોને જરૂર કરો. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ક્યારે પણ પૈસાની અછત થશે નહીં.

મેષ રાશિ

ધનદોલત મેળવવા માટે આ રાશિના લોકોને દરરોજ તુલસી માતાજીની પૂજા કરવી અને તુલસી ના છોડ ની સામે ઘીનો દીવો કરવો. તુલસીની પૂજા કરવાથી જીવનમાં ક્યારેય પણ પૈસાની અછત આવશે નહીં. તે સિવાય આ રાશિના જાતકોએ તુલસીના પાનને રોજ વિષ્ણુ ભગવાનને પણ અર્પિત કરવા.

વૃષભ રાશી

આ રાશિના લોકો પીપળા ઝાડની પૂજા કરે અને તે વૃક્ષનું એક પાન પોતાની તિજોરીમાં રાખી લેવું. આ ઉપાય કરવાથી ધન લાભ થશે. આ સિવાય પૂર્ણિમાના દિવસે જો આ રાશિના જાતકો નહાતા પહેલા પોતાના શરીર પર સરસવનું તેલ લગાવે છે તો ઘણી બીમારીઓમાંથી છુટકારો મળી શકે છે.

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો પૂનમના દિવસે ગાયને રોટલી અને ઘાસ ખવડાવવું જોઈએ. આવું કરવાથી મોટા પ્રમાણમાં ધનલાભ થાય છે. તે સિવાય નોકરીમાં પ્રગતિ કરવા માટે આ રાશિના જાતકોએ બની શકે તેટલું વધારે દાન કરવું જોઈએ. વળી વેપારમાં લાભ મેળવવા માટે આ રાશિના જાતકોએ તિજોરીમાં બે એલચી રાખી દેવી જોઈએ.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો જો પૂનમના દિવસે આ ઉપાય કરે છે તો તેમના જીવનમાં માતા લક્ષ્મીની કૃપા કાયમ માટે બની રહેશે. આ દિવસે કર્ક રાશિવાળા લોકોએ પીપળાને જળ અને દૂધ એકસાથે ચઢાવવા જોઈએ અને ત્યારબાદ આ વૃક્ષની પરિક્રમા કરવી. આવું કરવાથી તેમને વિશેષ ફળની પ્રાપ્તિ થશે.

સિંહ રાશી

પોતાના વેપારમાં પ્રગતિ મેળવવા માટે હળદર સાથે જોડાયેલા આ ટોટકા કરવા. આ વિધિ પ્રમાણે પૂનમના દિવસે હળદરની એક ગાંઠ ને લાલ રંગના કપડામાં બાંધી દેવી. પછી તેને મંદિરમાં રાખી દો અને થોડા સમય બાદ મંદિરમાંથી ઉઠાવીને તેને પોતાના વેપાર સ્થળ પર એવી જગા પર રાખી દો જ્યાં કોઈની નજર ન જાય.

કન્યા રાશિ

કન્યા રાશિવાળા લોકો ધનલાભ માટે પૂનમના દિવસે ૧૧ કોડીને લાલ રંગના કપડાની અંદર બાંધી દો. પછી આ કપડાને માતા લક્ષ્મીની સામે રાખી દો અને લક્ષ્મી પાઠ કરો. પછીના દિવસે સવારે આ કોડિઓને મંદિરમાંથી ઉઠાવીને કપડા સહિત તિજોરીમાં રાખી દો. આ ઉપાય કરવાથી તમને ધનલાભ થવાના શરૂ થઈ જશે અને કોઈપણ પ્રકારનું ધનને લગતુ નુકસાન નહીં થાય.

તુલા રાશિ

આ રાશિના જાતકોએ ધનલાભ માટે માતા લક્ષ્મીને પૂનમના દિવસે સફેદ અથવા ગુલાબી રંગનું કમળ અર્પિત કરવું. આ ફૂલને અર્પિત કર્યા બાદ તેને પોતાની તિજોરીમાં રાખી દેવું. વળી ફરી પૂનમના દિવસે આ પ્રક્રિયા કરવી અને તિજોરી માં રાખેલ ફૂલને નવા ફુલ સાથે બદલી દેવું. આ ઉપાય સતત પાંચ પૂનમ સુધી કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને તમને ધનલાભ થાય છે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા લોકો આ દિવસે શિવજીની પૂજા કરે અને પૂજા કરતા સમયે આખા ચોખા અર્પિત કરે. એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ચોખા એકદમ સાફ કરેલા અને તુટેલા ન હોવા જોઈએ. શિવલિંગ પર આ ચોખા ચડાવ્યા બાદ તેની સામે એક ઘીનો દીવો જરૂરથી કરવો. પૂનમના દિવસે આ ઉપાય કરવાથી શિવજી પ્રસન્ન થાય છે અને તેમની કૃપા વરસવા લાગે છે. જેથી વ્યક્તિને પોતાના દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે.

ધન રાશી

આ રાશિના જાતકોએ ધનલાભ માટે પૂનમના દિવસે ચંદ્રને અર્ધ્ય આપવું અને ચંદ્ર અને ખીર અર્પિત કરવી. આખિર આગળના દિવસે કોઈ ગાયને ખવડાવી દેવી. આ ઉપાય કરવાથી મન શાંત રહે છે અને કરજમાંથી મુક્તિ મળે છે.

મકર રાશિ

પૂનમના દિવસે આ રાશિના જાતકોએ ભગવાન શિવજીને અભિષેક કરવો. અભિષેક કરવા સિવાય સાંજના સમયે લક્ષ્મી સ્ત્રોતનો પાઠ પણ કરવો અને માતાજીને સફેદ કમળના ફૂલની માળા ચઢાવવી.

કુંભ રાશિ

કુંભ રાશિના લોકોએ આ દિવસે વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની પૂજા કરવી અને પૂજા કર્યા બાદ પીપળાના વૃક્ષ પર જળ ચડાવવું. હકીકતમાં પીપળાના ઝાડ પર વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. એટલા માટે આ વૃક્ષ પણ જળ ચડાવવું લાભદાયક હોય છે અને આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. વળી જ્યારે આપણે પીપળાના ઝાડના પાન ઘરમાં લાવીએ છીએ ત્યારે તેનો મતલબ થાય છે કે આપણે માતા લક્ષ્મીને ઘરમાં લાવી રહ્યા છીએ. એટલા માટે તમે ઈચ્છો તો જળ ચઢાવ્યા બાદ પીપળાના ઝાડના પાન ઘરમાં લાવીને તિજોરીમાં પણ રાખી શકો છો.

મીન રાશિ

આ રાશિવાળા લોકો પૂનમના દિવસે સવારે સ્નાન કરીને પોતાના ઘરના મુખ્ય દ્વાર પર આંબાના પાનનું તોરણ બાંધે. પછી હળદર અથવા કંકુ ની મદદથી દરવાજા પર માતા લક્ષ્મીના પગનું નિશાન બનાવી લેવું. આવું કરવાથી ધનલાભ થાય છે અને માતાજીનો ઘરમાં સદાય નિવાસ રહે છે.

ઉપર બતાવવામાં આવેલ ઉપાયો પોતાની રાશિ અનુસાર દરેક પૂનમના દિવસે કરવા. આ ઉપાયો કરવાથી તમારી દોલત વધશે અને જીવનમાં ક્યારેય પણ પૈસાની અછતનો સામનો નહીં કરવો પડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here