૮૦ વર્ષથી કઈ પણ ખાધા-પીધા વગર જીવે છે ગુજરાતનાં આ સંત, લોકો તેમને ચુંદડીવાળા માતાજી કહે છે

0
3496
views

ગુજરાતના મહેસાણા જિલ્લામાં રહેતા 90 વર્ષીય પ્રહલાદ જાની ઉર્ફે ચુંદડીવાળા માતાજી (સાધક પુરુષ) પાછલા વર્ષોથી કંઈપણ ખાધા પીધા વગર રહે છે તથા દૈનિક ક્રિયાઓને પણ યોગ શક્તિઓથી રોકી દેવાને કારણે ચિકિત્સા વિજ્ઞાન માટે પડકાર બની ગયા છે. હાલમાં તેઓની ઉંમર ૯૦ વર્ષ છે. પ્રહલાદ જાની સ્વયં કહે છે કે તેઓ ને દુર્ગામાતાનું વરદાન છે.

તેઓએ જણાવ્યુ હતું કે, “હું જ્યારે 12 વર્ષનો હતો ત્યારે થોડા સાધુ મારી પાસે આવેલા. તે સાધુ એ કહેલું અમારી સાથે ચાલો પરંતુ અમે જવાની મનાઈ કરી. અંદાજે છ મહિના બાદ દેવી જેવી ત્રણ કન્યાઓ મારી પાસે આવી અને મારી જીભ ઉપર આંગળી રાખેલી. ત્યારથી લઈને અત્યાર સુધી મને ક્યારેય ભૂખ અને તરસ લાગી નથી.”

મળ-મૂત્ર પણ નથી બનતું

ફક્ત એટલું જ નહીં પરંતુ મળમૂત્ર જેવી દૈનિક ક્રિયાઓ ને પણ તેઓએ યોગના માધ્યમથી રોકી રાખેલ છે. સ્ટર્લિંગ હોસ્પિટલના ન્યુરો ફિઝિશિયન ડોક્ટર સુધીર શાહ જણાવે છે કે બ્લેડરમાં મૂત્ર બને છે, પરંતુ ક્યાં ગાયબ થઈ જાય છે તેની તપાસ કરવામાં વિજ્ઞાન હજુ પણ સફળ થયેલ નથી.

થોડા દિવસ સીસીટીવી નજરમાં પણ રાખવામાં આવ્યા

ભારતના ડોક્ટરોએ 2003 અને 2005માં પણ પ્રહલાદ જાની ની સારી રીતે તપાસ કરી ચુકેલ છે. આ બધી તપાસ ના પ્રમુખ રહેલ અમદાવાદના ન્યુરોલોજીસ્ટ ડોક્ટર સુધીર સાહેબ જણાવ્યું હતું કે, “તેમનું શરીર ની કોઈ કાયાકલ્પ થયેલ છે. તેઓ જાણતા અજાણતા બહારથી શક્તિ પ્રાપ્ત કરે છે. તેઓને ભોજન ની જરૂરત નથી પડતી. અમે ઘણા દિવસ સુધી તેમનું અવલોકન કરેલ, એક-એક સેકન્ડ નો વિડીયો પણ લીધેલ. તેઓએ કંઈ ખાધું નથી, કઈ કીધું નહીં, ના પેશાબ ગયા અને ના શૌચાલય ગયા.”

30 ડોક્ટરોની એક ટીમ દ્વારા અલગ-અલગ ડોક્ટરી પરીક્ષા કરવામાં આવી. હૃદય અને મગજની ક્રિયાઓને અલગ અલગ રીતે માપવામાં આવી. બે વિડીયો કેમેરા દ્વારા ૨૪ કલાક પ્રહલાદ જાની પર નજર રાખવામાં આવી. જ્યારે તેઓ પોતાની પથારી છોડતા ત્યારે એક કેમેરો તેમની સાથે સાથે ચાલતો. ત્યાર પછી જાણવા મળ્યું કે પ્રહલાદ જાની નો દાવો એકદમ સાચો છે.

તેઓ ખરેખર કંઈ પણ ખાધા-પીધા વગર ફક્ત જીવતા જ નથી પરંતુ સંપૂર્ણ રીતે સ્વસ્થ પણ છે. તેઓની આજ ચિકિત્સા પરીક્ષણ દરમિયાન ડિસ્કવરી ચેનલ દ્વારા પણ એક લઘુ ફિલ્મ તૈયાર કરવામાં આવેલ છે. આ સિવાય ડોક્ટર શાહે પણ માતાજીના તથ્યોને કેસ સ્ટડી ના રૂપમાં પોતાની વેબસાઈટ પર મૂકીને દુનિયાના ચિકિત્સકો ને આ કોયડો ઉકેલવા માટે ચુનોતી આપી છે, પરંતુ હજુ પણ આ કોયડાને કોઈ ઉકેલી શક્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here