આ કારણોને લીધે પુજાનું નથી મળતું યોગ્ય ફળ, જાણો ઘરનાં મંદિર સાથે જોડાયેલ જરૂરી નિયમો

0
216
views

દેવી દેવતાઓની પૂજા કરવી એ પ્રાચીન કાળથી જ હિન્દૂ ધર્મની પરંપરા રહી છે. લગભગ તમામ લોકો નિયમિતપણે તેમના ઘરેલુ મંદિરોમાં દેવ-દેવીઓના આશીર્વાદ મેળવવા માટે પૂજા કરે છે. જેથી તેમના આશીર્વાદ પરિવારના દરેક સભ્યો પર હંમેશા બન્યા રહે. એવું કહેવામાં આવે છે કે જો રોજ ઘરમાં પૂજા પાઠ કરવામાં આવે તો ઘરનું વાતાવરણ સકારાત્મક અને પવિત્ર બની રહે છે અને ઘરના સભ્યો માનસિક રીતે સ્વસ્થ રહે છે.

પૂજા કરતી વખતે દિવાને અગરબતી કરવામાં આવે છે, જેમાંથી જે ધુમાડો નીકળે છે તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તે પર્યાવરણમાં હાજર સૂક્ષ્મજંતુઓનો નાશ કરે છે. જો આપણે શાસ્ત્રોમાં જોઈએ તો પૂજાના ઘણા નિયમો તેમાં દર્શાવેલ છે. ઘણી વખત એવું બને છે કે વ્યક્તિ ને તેની પૂજાનું યોગ્ય પરિણામ મળતું નથી. તેથી જો તમે શાસ્ત્રો માં જણાવેલ નિયમ મુજબ ઘરના મંદિરમાં પૂજા કરશો તો તમને તેના યોગ્ય ફળ ની પ્રાપ્તિ જરૂર થશે. તો ચાલો આપણે જાણીએ ઘરના મંદિરને લગતા આ મહત્વપૂર્ણ નિયમો વિશે.

  • જો તમે તમારા ઘરના મંદિરમાં ભગવાનની પૂજા અર્ચના કરો છો તો તેમાં ચોખા નો ઉપયોગ વિશેષ રૂપથી કરો. પરંતુ તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમે જે ચોખા વાપરી રહ્યા છો તે તૂટેલા ફૂટેલા ના હોવા જોઈએ. જો આ ચોખાને અર્પિત કરતા પહેલા તમે તેને પીળો રંગ ચડાવો છો, તો તે તમને શુભ પરિણામ આપશે. આમ કરવા માટે તમે  હળદરના પાણીમાં થોડા ચોખા ભેળવી આપો. આમ ચોખા પીળા રંગના કર્યા પછી તે ભગવાનને અર્પિત કરો.
  • જો તમે ભગવાનની પૂજામાં પાન અર્પિત કરો છો તો પાન ના પત્તા ની સાથે એલચી, લવિંગ, ગુલકંદ વગેરે પણ અર્પણ કરો.

  • ઘરના મંદિરમાં પૂજા દરમિયાન દીવો પ્રગટાવવામાં આવે છે. પરંતુ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે જે દીવો પ્રગટાવી રહ્યા છો તે પૂજાની વચ્ચે ઓલવાઈ ન જાય કારણ કે તે તમારી પૂજાને સફળ નથી થવા દેતું.
  • જો તમે કોઈ ભગવાનની ઉપાસના કરી રહ્યા છો, તો તેમની પૂજા કરતી વખતે ભગવાનનું આવાહન, ધ્યાન, આસન દેવું, સ્નાન કરાવું, દીવો કરવો, કંકુ ચોખા, ચંદન, ફૂલ, પ્રસાદ વગેરેની વ્યવસ્થા હોવી પણ જરૂરી હોય છે.

  • પૂજા દરમિયાન દેવી-દેવતાઓને ચડાવવમાં આવતા ફૂલોની પાંદડીઓને સરખી રીતે ધોઈ લ્યો.
  • જો તમે કોઈ આસન પર બેસીને ભગવાનની પૂજા કરો છો તો તે ધ્યાનમાં રાખો કે તે આસન ક્યારેય તમે પગેથી ના ખસેડો હંમેશા તેને હાથેથી જ ફેરવો.
  • ભગવાનની મૂર્તિ અથવા ચિત્રની સામે જ દીવો મૂકો, એવા ઘણા લોકો છે જેઓ ભગવાનની સામે દીવો રાખવાને ને બદલે તેને ગમે ત્યાં મૂકે છે પરંતુ તે યોગ્ય માનવામાં આવતું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here