આ ૪ કામ કર્યા બાદ પુજામાં બેસવું નહીં, નહિતર લાગે છે મહાપાપ અને નારાજ થઈ જાય છે ભગવાન

0
1694
views

પૂજા એક એવી રીત છે કે જેને કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. લગભગ દરેક હિંદુ ધર્મ વાળા ઘરમાં ભગવાનની પૂજા પાઠ રોજ કરે છે. ઘરમાં પૂજા કરવાથી અનેક ફાયદા થાય છે અને તેનાથી ઘરમાં બરકત પણ બની રહે છે. પરિવારમાં શાંતિ રહે છે અને ધનની કમી પણ દૂર થાય છે. સાથો સાથ પૂજાથી દુઃખને સમસ્યા દૂર થાય છે.

પૂજામાં બેસતા સમયે તમારે અમુક વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે કંઈક વિશેષ કામ કરી પૂજાનો ભાગ બનો છો, તો તમે પાપના ભાગીદાર બની શકો છો અને તે તમારા માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે. તેથી આ ચાર કામ કર્યા પછી પૂજામાં બેસવા નહીં.

નોનવેજ ખાધા પછી

જો તમે કોઈ પણ પ્રકારનો માંસાહારી ભોજનનું સેવન કર્યું હોય તો ત્યારબાદ પૂજામાં બેસવું નહીં. આવું કરવાથી તે તમારા માટે હાનિકારક સાબિત થાય છે. ભગવાનને દરેક પ્રાણી પ્રિય હોય છે. તેમાં માણસની સાથે જાનવર પણ આવી છે અને તે જ કારણ છે કે જ્યારે તમે નોનવેજ નો ભોજન કરી પૂજામાં બેસો છો તો તે દુઃખી થઈ જાય છે. જો તમે કોઇ ખાસ પૂજા કરી રહ્યા હોય તો તે દિવસોમાં નોનવેજ ખાવું નહીં. તેની સાથે રોજની પૂજા પહેલા પણ નોનવેજનું સેવન કરવું નહીં. તેથી નોનવેજ ના સેવન પહેલા પૂજા કરી લેવી અને તેનાથી તમારી ઇચ્છા પૂર્ણ થશે.

ટોયલેટ ગયા પછી

સામાન્ય રીતે દરેક વ્યક્તિ સવારે ટોયલેટ ગયા પછી સ્નાન કરી પવિત્ર થઇ જાય છે. ત્યારબાદ ભગવાનની પૂજા પાઠ કરે છે અને તે કરવામાં કોઈ સમસ્યા નથી. પરંતુ ઘણીવાર એવું પણ થાય છે કે સ્નાન કર્યા પછી ફરી ટોયલેટ જવું પડે છે. તે સ્થિતિમાં તમે બીજી વખત સ્નાન કર્યા વગર પૂજામાં બેસવું જોઈએ નહીં. સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે પણ તમે ટોયલેટ જાઓ ત્યાર બાદ સ્નાન કરીને જ પૂજામાં બેસવું. શૌચાલયમાં ઘણી નેગેટિવ એનર્જી હોય છે અને તેથી પૂજામાં બેટા પહેલા સ્નાન કરી પોતાને શુદ્ધ અવશ્ય કરવું જોઈએ.

લડાઈ ઝઘડા કર્યા પછી

પૂજા હંમેશા શાંત મનથી કરવામાં આવે છે. તેને ક્યારેય દુઃખી કે ગુસ્સાવાળા મનથી કરવી જોઈએ નહીં. જ્યારે તમે કોઈની સાથે લડાઈ કે ઝઘડો કરી રહ્યા છો તો તમારું મન વિચલિત થઈ જાય છે અને તમારા વિચારો શુદ્ધ નથી રહેતા. તમારું ફોકસ પણ પૂજામાં ૧૦૦% નથી રહેતું. આ જ કારણને લીધે લડાઈ અને ઝઘડો કર્યા બાદ તરત જ પૂજા પાઠ કરવી જોઈએ નહીં. જો તમે આવું કરો છો તેનાથી ભગવાન દુઃખી થઈ શકે છે.

ગંદકી વાળું કામ કર્યા પછી

જો તમે કોઈ એવું કામ કરતા હોય કે જેના લીધે તમારું શરીર અને તમારા કપડાં ગંદા થઈ જાય તો તેવી સ્થિતિમાં પૂજામાં બેસવા નહીં. જો તમે પૂજામાં બેસવા માગતા હોય તો પૂજા પહેલાં સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી લેવા, ત્યારબાદ પૂજા કરવી. ગંદકી વાળા કપડા કે શરીરને લઈને પૂજા કરવું અપશુકન માનવામાં આવે છે. તેનાથી તમે ભગવાનની પાસે નેગેટિવ એનર્જી લઈને જાવ છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here