૬ વર્ષથી દુકાનમાં ટાંગેલ છે ફાટેલા કપડાં, જાણો અંદર શું મળે છે

0
1879
views

મધ્યપ્રદેશમાં એક જિલ્લો છે બાલાઘાટ. બાલાઘાટમાં તાલુકો વારાસિવની આવેલ છે. ત્યાં એક દુકાનમાં આવેલી છે માનીબાઈ ગોલછા સાડી અને રેડીમેડ ના નામથી. દુકાનને સામેથી જોવામાં આવે તો લાગે છે કે કપડાંની દુકાન છે કેમકે તે દુકાનની બહાર કપડાં લટકાવેલા છે. પરંતુ અજીબ વાત છે કે ત્યાં કપડાં નહીં પરંતુ ફાટેલા ચિથરા લટકાવેલા છે. દુકાનને જોઈને એવું લાગે કે દુકાનદાર કાં તો એટલો આળસુ છે કે ડિસ્પ્લેમાં રાખવામા આવેલ કપડાં બદલી નથી શક્યો કે પછી તેના મગજમાં કોઈ પ્લાન છે જેના લીધે આ દુકાન આવી બની છે.

मानीबाई गोलछा दुकान का नाम है

દુકાનદારનું નામ પિયુષ ગોલછા છે. આ દુકાન માર્કેટમાં સૌથી પહેલા આઠ વાગ્યે ખુલી જાય છે. પિયુષ ઉજૈન છે અને પાક્કા પૂજારી છે. સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને પૂજા કરવા માટે જાય છે. અને પાછા આવીને દુકાન ખોલે છે. આ દુકાન ઘરમાં જ છે અને 15 ફેબ્રુઆરી 2012ના દિવસે ખોલી હતી. વેલેન્ટાઈન ડે ના એક દિવસ પછી તથા 2013માં ઘર બન્યું. તેનાથી એક કહાવત યાદ આવે છે કે દુકાનમાંથી મકાન બની શકે છે પરંતુ મકાનમાંથી દુકાન નહીં.

मम्मी पापा के साथ पीयूष

દુકાન ખુલ્લી કઈ રીતે?  તેની પણ એક કહાની છે. પિયુષ એ 2008માં બારમું ધોરણ પાસ કર્યું અને તે ટોપ હતો. ત્યારબાદ બી.કોમ કર્યું અને એમ.કોમ કર્યું. ત્યાર પછી C.A ક્લાસ માટે રાયપુર જતો રહ્યો. તે સમયે તેના પપ્પાની તબિયત થોડીક બગડી ગઈ અને તેમને પહેલાથી કપડાની દુકાન હતી. તેમની એવી પણ ઇચ્છા હતી કે તેમનો નાનો દિકરો એટલે કે પિયુષનો નાનો ભાઈ આયુષ પણ કપડા ની બીજી એક દુકાન ખોલે. પરંતુ તેણે દુકાન ખોલી નહીં અને ઘરમાં થોડાક લડાઈ-ઝઘડા પણ થયા. ત્યારે પછી પિયુષે કહ્યું કે- હું દુકાન ખોલીશ અને તેવી રીતે આ દુકાન ખોલી.

अंदर से कपड़े की दुकान

હવે સાંભળો કે આ દુકાનની અંદર મળે છે શું? બહારથી લોકો ફાટેલા કપડા જોઈ અને હસતા હસતા દુકાનની અંદર આવે છે ત્યારે એકદમ ચોંકી જાય છે. કે અહિયાં તો બધું જ મળે છે. જન્મથી લઈને મરણ સુધીના ડ્રેસ પણ અહીં મળે છે એટલે કે નેપી થી લઈને કફન સુધીનું અહીં મળે છે. સમગ્ર માર્કેટમાં કપડાની 80 થી 90 દુકાનો છે પરંતુ દરેક વસ્તુ ત્યાં નથી મળતી. તે લોકોએ તેમના પોતાના પૈસા એડવર્ટાઇઝ અને ડિસ્પ્લેમાં ખર્ચી નાખ્યા હશે.

अपनी दुकान में स्वैग से स्वागत करते पीयूष

પિયુષ એ જણાવ્યું કે 110 નંબરની ચડ્ડી પણ અહીં મળી રહે છે. મતલબ કે જાડામાં જાડો વ્યક્તિ હોય તેને પણ આ નંબર લાગે છે. અહીં 400 ની 4 સાડી પણ મળે છે અને દસ હજારની એક સાડી પણ મળે છે. પિયુષે આ દુકાનથી ખૂબ જ પૈસા કમાવ્યા અને નામ પણ મેળવ્યું. “જો દિખતા હૈ વો બિકતા હૈ” વળી કહેવત ફેરવી નાખી. હવે “વો બિકતા હૈ જો ભાઈસાબ બેચતે હૈ”.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here