૫૫ લાખમાં મકાન વેંચવાનું છે, સાથે પત્ની ફ્રી, એકવાર તો વાંચવા જેવુ ખરું હો

0
1613
views

બંગલો ખરીદો અને પત્ની ફ્રીમાં મેળવો. આ ઓફર તમને અટપટી જરૂર લાગશે પરંતુ ઘણી જ ચર્ચામાં છે. ઇન્ડોનેશિયામાં એક મહિલાએ પોતાનું ઘર વેચવા માટે એક અનોખી જાહેરાત આપી હતી. વિના લિયા નામની આ મહિલાએ પોતાના બે બેડરૂમનો ફ્લેટ વેચવા માટે એક ઓનલાઇન એડ પોસ્ટ કરી હતી. આ પોસ્ટ ઓનલાઈન સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ. તેની પાછળનું કારણ છે કે જાહેરાતમાં મહિલાએ કહ્યું હતું કે તે પોતાના ઘર ખરીદનાર સાથે લગ્ન પણ કરી લેશે.

આ અનોખી કેડના માધ્યમથી મહિલાએ પોતાના બે બેડરૂમનો ફ્લેટ વેચવા ઈચ્છતી હતી જેની સાથે પાર્કિંગ સ્પેસ પણ હતો. ઘરની માલિક 40 વર્ષીય વિધવા મહિલા છે જે પોતાનું બ્યુટી પાર્લર ચલાવે છે. જાહેરાતમાં શરદ પણ લખવામાં આવી હતી કે આ ઓફર ફક્ત ગંભીર ખરીદદારો માટે જ છે કથા ઘરની કિંમત માં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. મહિલા દ્વારા ઘરની કિંમત 75 હજાર ડોલર રાખવામાં આવી હતી. આ ઓફર ના ન્યુઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ બન્યા હતા.

મહિલાનું કહેવું છે કે આ એડ બાદ તેમને ખૂબ જ સારી પ્રતિક્રિયાઓ મળી હતી અને તેમના ઘર પર પત્રકારોની ઇન્ટરવ્યુ માટે લાઈન લાગેલી હતી. ફક્ત એટલું જ નહીં પરંતુ મુસ્લિમ બહુમતી ધરાવતા આ દેશમાં પોલીસ દ્વારા પણ તેમની પૂછતાછ કરવામાં આવી હતી તથા પોલીસ દ્વારા મહિલા ને ઘણા સવાલ કરવામાં આવ્યા હતા. પોલીસને શંકા હતી કે મેં કોઈ ખોટી એડ નથી આપીને પરંતુ મેં તેમને બધી જ હકીકત જણાવી હતી.

મકાન વેચનાર મહિલા બે બાળકોની માતા પણ છે. તેમના પતિ નું મૃત્યુ થઈ ચૂક્યું છે અને તેઓ બ્યુટીપાર્લર ચલાવે છે. આ ઓફરને લઈને તેઓ ખૂબ જ ચર્ચામાં રહ્યા. સોશિયલ મીડિયા પર એક યૂઝરે કોમેન્ટ પણ કરી હતી કે, “લીયા ખૂબ જ સ્માર્ટ છે. તેઓ નો બંગલો વેચાઈ જાય છે તો પણ તેઓ લગ્ન કરીને માલિક બની રહેશે.”

દલાલે વાત ફેલાવી

લીયા ના જણાવ્યા અનુસાર, તેને જેવો વિચાર મનમાં આવ્યો તેમણે પોતાના પરિચિત પ્રોપર્ટી એજન્ટને કહ્યું. લિયા ઇચ્છતી હતી કે પ્રોપર્ટી એજન્ટ સીમિત લોકોની સામે આ પ્રસ્તાવ રાખે, પરંતુ પ્રોપર્ટી એજન્ટ દ્વારા આ પ્રસ્તાવને ઓનલાઈન એડ ના સ્વરૂપ માં રાખી દેવામાં આવ્યો.

લીયા ઈન્ડોનેશિયાની રહેવાસી છે. તેમણે આ જાહેરાત 4 વર્ષ પહેલાં આપેલી હતી. ત્યારે તે સમયમાં આ જાહેરાતના કારણે ખુબ જ ચર્ચામાં આવ્યા હતા. જેના કારણે પણ તેઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here