૮ હસ્તીઓ જેમના જીવન પર ફિલ્મ બની તો તેના બદલામાં તેઓએ લીધા આટલા રૂપિયા, ધોનીનો ચાર્જ હતો સૌથી વધારે

0
852
views

બોલિવૂડમાં હાલના દિવસોમાં બાયોપીક બનાવવાનો ક્રેઝ ચાલી રહ્યો છે. બાયોપિક મતલબ કે એવી ફિલ્મ કે જે કોઈ જીવિત અથવા મૃત વ્યક્તિના જીવન પર આધારિત હોય. આ પ્રકારની ફિલ્મોના લીધે ઘણા લોકો પહેલા કરતા વધારે મશહુર થઈ ગયા. તમને કદાચ એ વાતની જાણ નહીં હોય પરંતુ જે વ્યક્તિના જીવન પર કોઈ ફિલ્મ બનતી હોય છે તો તે ફિલ્મને બનાવવાનો અધિકાર આપવા બદલ તે વ્યક્તિને એક નિશ્ચિત રોયલ્ટી (પૈસા) મળે છે. તેવામાં આજે અમે તમને જણાવીશું કે મશહૂર બાયોપિક ફિલ્મમાં આ હસ્તીઓએ કેટલા પૈસા ચાર્જ લીધો હતો.

મહાવીર સિંહ ફોગાટ – દંગલ

દંગલ બોલિવૂડની સૌથી સફળ ફિલ્મોમાંની એક છે. તેણે બોક્સ ઓફિસ પર ૨૩૯.૦૧ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ મહાવીર સિંહ ફોગાટ અને તેમના પરિવારની સત્ય કહાની પર આધારિત છે. આ બાયોપિકના બદલામાં મહાવીર સિંહ ફોગાટને ૮૦ લાખ રૂપિયા મળ્યા હતા.

મિખા સિંહ – ભાગ મિલ્ખા ભાગ

ધાવક મિલ્ક સિંહનાં જીવન પર આધારિત “ભાગ મિલ્ખા ભાગ” નામની ફિલ્મ બની હતી. તે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. રસપ્રદ વાત એ છે કે મિલહ સિંહે આ ફિલ્મ બનાવવાનો અધિકાર આપવાના બદલામાં ફક્ત ૧ રૂપિયો ચાર્જ લીધો હતો.

મહેન્દ્રસિંહ ધોની – એમ.એસ. ધોની – ધ અનટોલ્ડ સ્ટોરી

ભારતના મનપસંદ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીનાં જીવન પર આધારિત “એમ.એસ. ધોની – ધ અનટોલ્ડ સ્ટોરી” બની હતી. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતે ધોનીનો રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે ધોનીએ પોતાના જીવન પર ફિલ્મ બનાવવાનો અધિકાર આપવા માટે ૮૦ કરોડ રૂપિયા ચાર્જ લીધો હતો.

પાન સિંહ તોમર – પાન સિંહ તોમર

ડાકુ પાનસિંહ તોમરના જીવન પર આધારિત તેમના જ નામ પર ફિલ્મ બનાવી હતી, જેમાં ઈરફાન ખાને તેમનો રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મના બદલામાં પાનસિંહ તોમર ના પરિવારને ૧૫ લાખ રૂપિયા મળ્યા હતા.

સચિન તેંડુલકર – સચિન : અ બિલિયન ડ્રીમ

ક્રિકેટના ભગવાન માનવામાં આવતા સચિન તેંડુલકરના જીવન પર “સચિન : અ બિલિયન ડ્રીમ” નામની ફિલ્મ બની હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મના અધિકાર આપવાના બદલામાં સચિન તેંડુલકરે ૪૦ કરોડ રૂપિયા લીધા હતા.

સંજય દત્ત – સંજુ

બોલિવૂડના મશહૂર એક્ટર સંજય દત્તના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. તેના પર રાજકુમાર હિરાણી જેવા હોશિયાર ડાયરેક્ટરે “સંજુ” નામની ફિલ્મ બનાવી હતી. રણબીર કપૂરે ફિલ્મમાં શાનદાર અભિનય કરીને તેને હિટ કરાવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૪૩૮.૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. સંજય દત્તે આ ફિલ્મના બદલામાં ૯ થી ૧૦ કરોડ રૂપિયા લીધા હતા. આ સિવાય ફિલ્મના પ્રોફિટમાં અમુક ટકા પણ બુક હતા.

મોહમ્મદ અઝરુદ્દીન – અઝહર

પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ અઝરુદ્દીનના જીવન પર “અઝહર” નામની ફિલ્મ બની હતી. જેમાં ઈમરાન હાશ્મી તેમનો રોલ નિભાવ્યો હતો. ફિલ્મે બોક્સ ઓફિસ પર ૧૩.૩૦ કરોડ રૂપિયા કમાણી કરી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે મોહમ્મદ અઝહરુદ્દીને આ ફિલ્મ માટે ૦ રૂપિયા એટલે કે કોઈ ચાર્જ લીધો ન હતો.

મૈરી કોમ – મૈરી કોમ

મશહૂર બોક્સર મૈરી કોમના જીવન પર આધારિત તેમના નામની ફિલ્મ બની હતી, જેમાં પ્રિયંકા ચોપડાએ દમદાર એક્ટિંગ કરી હતી. આ ફિલ્મ માટે મૈરી કોમને ૨૫ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here