૨૬ ડિસેમ્બરે થશે વર્ષનું છેલ્લું સુર્યગ્રહણ, વાંચો બધી રાશિઓ પર પડશે તેનો કેવો પ્રભાવ

0
417
views

૨૬ ડિસેમ્બર ૨૦૧૯ના વર્ષનો છેલ્લો સૂર્યગ્રહણ લાગવાનું છે. તે ગ્રહણ ૨૫ ડિસેમ્બર ની સાંજે ૫:૩૦ થી ચાલુ થશે, જે બીજા દિવસે સવારે ૧૦:૫૭ મિનિટે પૂરું થશે. સૂર્યગ્રહણને કારણે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક રાશિઓ પર તેની શુભ-અશુભ અસરો પડશે. આ સુર્યગ્રહણ અમુક રશીઓને માલામાલ બનાવી દેશે તો અમુક રાશીઓને ઘણું નુકસાન પહોચાડશે. તો ચાલો જાણીએ કે કઈ રાશિ પર સુર્યગ્રહણની કેવી અસર પડશે.

 1. મેષ રાશિ : મેષ રાશિવાળા લોકોને સમસ્યા વધશે અને ધનની કમી પણ વધુ વર્તાશે.
 2. વૃષભ રાશી : વૃષભ રાશિ વાળા લોકોને દગો મળી શકે છે.
 3. મિથુન રાશિ : મિથુન રાશિવાળા લોકોને પૈસામાં નુકસાન આવી શકે છે અને પતિ-પત્ની વચ્ચે સંબંધો પણ બગડી શકે તેમ છે.
 4. કર્ક રાશિ : કર્ક રાશિવાળા માટે ગ્રહણ સારું છે તેમને ધનલાભ થશે.
 5. સિંહ રાશી : સિંહ રાશિવાળાને પરિસ્થિતિનો સામનો કરવો પડશે અને નોકરી ધંધામાં મુશ્કેલી આવી શકે તેમ છે.
 6. કન્યા રાશિ : કન્યા રાશિવાળાને અનેક પ્રકારના કષ્ટ આવી શકે તેમ છે અને તેમની દગો પણ મળશે.
 7. તુલા રાશિ : આ રાશિવાળા લોકોના સ્વાસ્થ્ય બગડી શકે તેમ છે અને તેના કારણે અનેક કાર્યોમાં નુકસાન થશે.
 8. વૃશ્ચિક રાશિ : આ રાશિવાળા લોકો દરેક જગ્યાએ રોકાણ ના કરે કારણ કે તેમાં તેમને નુકસાન થઇ શકે તેમ છે.
 9. ધન રાશી : ધન રાશિવાળા લોકો માટે આ ગ્રહણ ખૂબ જ ખરાબ અસર થશે તેમનું સ્વાસ્થ્ય બગડશે અને સ્વાસ્થ્ય સમસ્યા પણ થઈ શકે તેમ છે.
 10. મકર રાશિ : મકર રાશિ વાડા લોકોને ધન નો ખર્ચ થશે અને તેમના ખર્ચામાં વૃદ્ધિ થશે .
 11. કુંભ રાશિ : કુંભ રાશિવાળા લોકોને સૂર્યગ્રહણનો સારો લાભ થશે તેમને ધન વૃદ્ધિ થશે.
 12. મીન રાશિ : મીન રાશિવાળા લોકોને માનસિક તણાવ વૃદ્ધિ થશે અને પરિવારમાં બધાને સમસ્યા થશે. મીન રાશિવાળા લોકો કોઈપણ શુભ કાર્ય એક મહિના સુધી ના કરવો.

સૂર્ય ગ્રહણની અસર તમારી કુંડળી પર ના પડે તે માટે નીચે જણાવેલા ઉપાય કરવા.

 • સૂર્યગ્રહણ ચાલુ થાય ત્યારે પૂજાપાઠ અને ભગવાનના નામના જાપ કરવા.
 • સૂર્યગ્રહણ પૂરું થયા પછી સ્વચ્છ પાણીથી નાહી લેવું અને કપડાં બદલી નાંખવા અને ત્યારબાદ મંદિરમાં સફાઈ કરી અને ગંગાજળથી ભગવાનની મૂર્તિઓ સાફ કરવી.
 • ગ્રહણ પૂર્ણ થયા પછી ખાવાની ચીજ વસ્તુઓનું દાન કરો.
 • સૂર્ય ગ્રહણ દરમ્યાન ના કરવા જોઇએ આ કામ
 • સૂર્ય ગ્રહણ લાગે ત્યારે ઉંઘવું નહીં.

 • ગ્રહણ દરમ્યાન ખોરાક લેવો નહી અને રસોઈ પણ ના કરવી.
 • સૂર્યને ગ્રહણ દરમ્યાન ના જોવું.
 • કોઈપણ શુભ કાર્યના કરવો.
 • કોઈ પણ નવી વસ્તુઓ એટલે કે કપડાં વાસણ ના ખરીદવા.
 • ગ્રહણ પુરું થાય ત્યાં સુધી ભગવાનની મૂર્તિઓને કપડાથી ઢાંકીને રાખવી.
 • ગ્રહણ દરમ્યાન ઘરથી બહાર ના નીકળવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here