ફક્ત ૧૦ રૂપિયામાં ઘર પર જ બનાવો એંટી ડેન્ડ્રફ હેર પેક, વાળને બનાવો ચમકદાર અને મજબુત

0
187
views

શિયાળાની સીઝન શરૂ થઈ ગઈ છે. આ મોસમમાં ઠંડા પવનો ચાલતા હોવાથી ત્વચા ફક્ત શુષ્ક જ નહીં થાય, પરંતુ તેનાથી વાળ ઉપર પણ સારી એવી અસર પણ પડશે. કારણ કે વાળ પણ ત્વચાની જેમ સુકાઈ જાય છે. આટલું જ નહીં આ વાતાવરણ માં વાળમાં ડેન્ડ્રફ પણ થઈ જાય છે અને સકલ્પ ઉપરની ચામડીમાં ખંજવાળ આવે છે. આનાથી વાળ મૂળમાં થી નબળા પડે છે અને પરિણામે તૂટવા લગે છે. સામાન્ય રીતે તો તમને બજારમાં ઘણા એન્ટી-ડેન્ડ્રફ શેમ્પૂ, તેલ અને વાળના પેક જોવા મળશે, પરંતુ આ બધાની કિંમત ખુબ જ ઊંચી હોય છે. ઉપરાંત, તેઓ કાયમી ઈલાજ પણ નથી આપતા.

તેથી જો તમે ડેન્ડ્રફ થી સંપૂર્ણ રીતે છૂટકારો મેળવવા માંગતા હોય, તો તમારે કેટલાક ઘરેલું ઉપાયો અજમાવવા જોઈએ. આજે અમે તમને એન્ટી-ડેન્ડ્રફ હેર પેક બનાવવાની રીત શીખીવીશું. જે ઘરે સરળતાથી બનાવી શકાય છે અને તે પણ માત્ર ૧૦ જ રૂપિયામાં. તો ચાલો તમને જણાવીએ કે તમે ઘરે આ એન્ટી-ડેંડ્રફ હેર પેક કેવી રીતે બનાવી શકો છો.

સામગ્રી

  • ૨ ચમચી લસણનો રસ
  • લીંબુ નો રસ ૨ મોટી ચમચી
  • ૧ મોટી ચમચી મધ

બનાવવાની રીત

સૌ પ્રથમ તમારે લસણને છોલી ને તેને ઘસવાનું છે જેનાથી તેનો રસ નીકળે. આ પછી તમારે એક લીંબુનો રસ કાઢવાનો છે અને તેમાં લસણનો રસ ઉમેરવાનો રહેશે. તમારે આ મિશ્રણમાં મધ  ઉમેરીને બરાબર મિક્ષ કરવું પડશે. આ કર્યા પછી આ મિશ્રણને તમારા માથાની ચામડી પર લગાડી, થોડું મસાજ કરીને ૩૦ મિનિટ સુધી મુકી રાખવાનું છે.

આ પછી તમારે તમારા વાળ ને શેમ્પૂ કરવા પડશે. ધ્યાનમાં રાખો કે તમે કોઈપણ માઈલ્ડ શેમ્પૂથી જ  વાળ ધોઈ શકો છો. ગરમ પાણીને બદલે હૂંફાળા પાણીથી જ વાળ ધોવા. પછી જુવો આ જ્યુસ ચપટીમાં જ  વાળમાં રહેલ ડેન્ડ્રફને દૂર કરી નાખશે. જો તમે અઠવાડિયામાં ૨ વાર આ પ્રયોગ કરશો તો વાળમાંથી ખોળો દૂર થઈ જશે.

લસણના વાળ પર ફાયદાઓ

લસણમાં એન્ટી-માઇક્રોબાયલ ગુણધર્મો છે, જે નુકસાનકારક સૂક્ષ્મજંતુઓ અને બેક્ટેરિયાને મારે છે. આ સાથે વાળનો ગ્રોથ પણ વધે છે. વાળના સ્વાસ્થ્ય માટે કાચુ લસણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં સારી માત્રામાં વિટામિન સી હોય છે. અને તે કોલેજનને પણ વેગ આપે છે જે વાળના વિકાસમાં મદદગાર છે. લસણમાં હાજર સેલેનિયમ રક્ત પરિભ્રમણને વધારે છે, જે વાળને ન્યુટ્રીશન આપે છે. આ વાળના  ફોલિકલ્સને સાફ કરે છે અને કલોટિંગ થવાથી રોકે છે. જો તમને ડેન્ડ્રફની સમસ્યા છે, તો લસણ આ સમસ્યા ને પણ હલ કરે છે.

લીંબુના વાળ પર ફાયદાઓ

વાળ માટે લીંબુના ઘણાં ફાયદાઓ છે. આ  વિટામિન સી નો શ્રેષ્ઠ સ્રોત છે. લીંબુનો રસ વાળ પર લગાડવાથી વાળનો ગ્રોથ વધે છે સાથે વાળમાં ચમક પણ આવે છે. જો તમને ડેન્ડ્રફ છે, તો તમારે દરરોજ લીંબુનો રસ લગાવવો જોઈએ. આ કરવાથી તમારા વાળમાંથી ડેંડ્રફ નીકળી છે. લીંબુને હંમેશાં કોઈ બીજા સાથે ભેળવીને સકલ્પ ઉપરની ચામડી પર નાખવું જોઈએ નહીંતર સકાલ્પ ઉપરની ચામડી પર ફોલ્લીઓ પણ  થઈ શકે છે. તમે લીંબુ ને નાળિયેર, કેળા, એરંડા તેલ અથવા ઓલિવ તેલમાં  મિક્સ કરી શકો છો.

આ ઉપરાંત તમે લીંબુ, લસણ, મધ, આદુ મિક્સ કરી તમારા વાળમાં લીંબુ લગાવી શકો છો. તે તમારા વાળમાં થતી ડેન્ડ્રફમાં ઘણો ફાયદો મળશે. લીંબુ ફોલિક એસિડથી ભરપુર હોય છે, જો તમારા વાળમાં કોઈ ચમક નથી, તો તે તમારા વાળને સારી ચમક આપે છે. જો તમારા વાળ સુકા અને વાંકડિયા છે તો લીંબુ તમારા માટે વરદાન જેવું છે. તે તમારા વાળને નરમ અને ચળકતી બનાવે છે કારણ કે તેમાં લિમોનેન છે. તે એન્ટી ફંગલ પણ છે, તેથી જો તમને તમારા સકાલ્પઉપરની ચામડીમાં ચેપ લાગે છે, તો લીંબુ નાંખીને પણ મટાડવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here