આ ભારતીય ટ્રેનમાં ૧૫ લાખની છે એક ટિકિટ, અંદરની તસ્વીરો જોતાં જ રહી જશો

0
407
views

ભારતીય રેલવેની ઘણી ખાસિયતો છે. ભારતીય રેલવે દુનિયાનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. વળી આ એક એવી સંસ્થા પણ છે જેમાં દુનિયામાં સૌથી વધુ લોકો કામ કરી રહ્યા છે. જો તમે ભારતીય રેલવે દ્વારા ભારત દર્શન નો પ્લાન કરી રહ્યા છો તો મહારાજા એક્સપ્રેસ તમારા માટે શાનદાર વિકલ્પ રહેશે. મહારાજા એક્સપ્રેસ દુનિયાની સૌથી મોંઘી ટ્રેનોમાંની એક છે. આ ટ્રેન એક હરતીફરતી ફાઈવ સ્ટાર હોટલ છે.

આ ટ્રેનની મુસાફરી કોઈ શાહી સવારી થી ઓછી નથી. જોકે મહારાજા એક્સપ્રેસ ની મજા લેવા માટે તમારે તમારું ખિસ્સું થોડું ઢીલું કરવું પડશે. આ ટ્રેનનું ભાડું ૧ લાખ ૫૦ હજાર રૂપિયાથી શરૂ થઈને અંદાજે ૧૫ લાખ રૂપિયા સુધી છે. તો ચાલો આવો જાણીએ કે અંદરથી કેવી દેખાય છે આ શાહી ટ્રેન અને તેની શું ખાસિયતો છે.

મહારાજા એક્સપ્રેસમાં યાત્રા કરવા માટે લોકોની પાસે પાંચ પ્રકારના પેકેજ રહેલા છે. ટ્રેન પેકેજમાં રહેલા સ્ટેશનો પર રોકાય છે, યાત્રીઓ ત્યાં હરી-ફરીને સ્ટેશન પર પરત નક્કી કરેલ સમય પર ટ્રેન પકડી લે છે. આવી રીતે જ હરતા-ફરતા ફાઈવ સ્ટાર હોટલ પર સવાર થઈને પર્યટકો પોતાની મુસાફરી પૂર્ણ કરે છે.

આ ટ્રેન દિલ્હી થી મુંબઈ થઈને આગ્રા, ફતેપુર, સીકરી, ગ્વાલિયર, રણથંભોર, વારાણસી, લખનઉ, જયપુર, બિકાનેર, ખજુરાહો, ઉદયપુર વગેરે સ્ટેશનો પર રોકાઈ છે. ટ્રેનમાં મુસાફરી કરવા માટે ટિકિટની કિંમત ૧,૯૩,૪૯૦ થી શરુ થઈને ૧૫,૭૫,૮૩૦ રૂપિયા સુધી રાખવામાં આવેલ છે. આ ટ્રેનમાં ૨૩ ડબ્બા છે અને ૮૮ યાત્રીઓ સફર કરી શકે છે.

ટ્રેનમાં યાત્રીઓને સુવા માટે ૧૪ કેબીન છે. દરેક કેબિનમાં ફોન, એલસીડી ટીવી, ડીવીડી પ્લેયર, ઇન્ટરનેટ, ઇલેક્ટ્રોનિક લોકરની સાથે દરેક કેબિનમાં બાથરૂમની પણ સુવિધા છે. ભારતીય રેલવેની બાકીની ટ્રેનોમાં સફર કરતા યાત્રીઓ ક્યારે પણ કલ્પના પણ નથી કરી શકતા કે હંમેશા ભીડભાડ અને ગંદકી માટે પ્રખ્યાત રહેલ કોઈ ટ્રેન આટલી પણ ખૂબસૂરત નજર આવી શકે છે. આ ટ્રેનમાં રાજાશાહી થીમ પર સજાવટ કરવામાં આવેલ છે.

આ ટ્રેનમાં આગરા થી ઉદયપુર સુધી યાત્રા કરનાર યાત્રીઓ ૭ દિવસ સુધી આ ટ્રેનમાં રહેશે. આ ટ્રેન ટ્રેક પર ચાલતી એક હરતી-ફરતી ફાઈવ સ્ટાર હોટલ છે. જ્યાં યાત્રિકો પોતાની મનપસંદનું ભારતીય તથા કોન્ટિનેન્ટલ ભોજન લઇ શકે છે. ભોજન માટે ટ્રેનમાં એક અલગથી આખો ડબ્બો છે. જે દેખાવમાં એક રેસ્ટોરન્ટ જેવો લાગે છે. ખાસ વાત એ છે કે આ ભોજન સ્વાદિષ્ટ, ઉત્તમ અને સોના ચાંદીના વાસણોમાં પીરસવામાં આવે છે.

આ ટ્રેનને વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૬માં સેવન સ્ટાર લક્ઝરી એવોર્ડ પણ મળી ચુક્યા છે. આ ટ્રેનને આંતરરાષ્ટ્રીય સ્તર પર રોયલ સ્કોટમેન તથા ઈસ્ટર્ન એન્ડ ઓરિએન્ટલ એક્સપ્રેસ ટ્રેનો સાથે પણ તુલના કરવામાં આવે છે.

નોંધ : ભારતની આ સ્પેશ્યલ વિશે અને તેના ભાડા વિશે વધુ જાણકારી તમને તેની વેબસાઇટ www.the-maharajas.com પર જઈને મળી શકે છે. ઉપરોક્ત લેખમાં બતાવવામાં આવેલ ટ્રેનનું ભાડું અને ટિકિટના ભાવમાં પરિવર્તન હોઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here