પુજા પાઠમાં રાખવું આટલી બાબતોનું ધ્યાન તો લક્ષ્મીજી થશે પ્રસન્ન, ધન તમારી પાસે ખેંચાઇને આવશે

0
156
views

તમે ઘરે મંદિરમાં પુજા-પાઠ કરતાં હશો. ત્યારે આટલી વસ્તુઓ ખાસ યાદ રાખશો. જો એ પ્રમાણે તમે ધ્યાન રાખશો તો લક્ષ્મીજીની છોળ ઉડશે. પુજા-પાઠ આપણે રોજ કેમ કરીએ છીએ? એ તમને સમજાવવું નહીં પડે. મંદિરમાં રોજ દિવો કરવાથી વાતાવરણ પવિત્ર અને દરિદ્રતા દૂર થાય છે. અગરબત્તી કરવાથી સુક્ષ્મ કીટાણુઓ નાશ પામે છે. લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે અમુક બાબતોનું ધ્યાન રાખવું જેથી કરીને તેમની કૃપાથી ઘરમાં સુખ-સમૃધ્ધિ અને શાંતિ રહેશે. નીચે દર્શાવવામાં આવેલ બાબતોનું ખાસ ધ્યાન રાખવું.

 • સૌ પ્રથમ પુજામાં ભગવાનને ચોખા ચડાવો તે અખંડિત હોવાં જોઈએ. ચોખાને હળદરથી પીળા કરવાં. એ માટે તેને હળદર-પાણીમાં પલાળી દો.
 • પુજામાં પાનનાં પત્તા સાથે એલચી – લવિંગ – ગુલકંદ વગેરે ચડાવવાં.
 • પુજન દરમિયાન વચ્ચે દિવો બૂઝાવો ન જોઇએ. એવું થયું તો પુજા અધૂરી ગણાશે.
 • પુજા વખતે ભગવાનને આવાહન મતલબ કે આમંત્રણ આપવું, ધ્યાન કરવું, સ્નાન કરાવવું, ધૂપ- દિવો કરવો, ચંદન, ફૂલ, પ્રસાદસાફ પાણીથી ધોઈને  ધરાવવાં.

 • ભગવાન વિષ્ણુને પીળા રંગનું વસ્ત્ર, દુર્ગાજી, સુર્યદેવને લાલ કપડું, શિવજીને સફેદ વસ્ત્રો ધરાવવાં.
 • દરેક પુજા વખતે કુળ- દેવ-દેવી, ઘરનાં વાસ્તુદેવ, ગ્રામ દેવ, વગેરેનું ધ્યાન ધરવું અને પુજન કરવું.
 • પુજન વખતે આસન પર સ્થિર બેસવું. ખસવું નહીં. આસનને હાથ વડે ખસેડવું.
 • ઘરમાં એક દિવો કરશો તો વાસ્તુદોષ દૂર થશે.
 • દરેક શુભ કાર્યમાં શિવ-ગણેશ-વિષ્ણુ-સૂર્ – દુર્ગાએ પંચદેવની પુજન અવશ્ય કરો. એનાથી લક્ષ્મીજી પ્રસન્ન થઈ સમૃદ્ધિ પ્રાપ્ત થશે.
 • તુલસી રોજ લાવવાની જરૂર નથી કેમકે ૧૧ દિવસ સુધી તે બગડે નહીં તેથી રોજ એનાં પાનને પાણી છાંટો અને ભગવાનને અર્પણ કરો.

 • ખાસ ધ્યાન રાખો : ભગવાનની સામે જ દિવો કરો.
 • દિવા માટે સફેદ વાટ કરવી. પરંતુ દિવા માટે લાલ તારની વાટ અતિ ઉત્તમ મનાય છે.
 •  પુજામાં ક્યારેય ખંડિત દિવો માન્ય નથી.
 •  ભગવાન શિવજીને બિલ્વપત્ર ચડાવવા. એથી મનોકામના પૂર્ણ થાય છે. ઉપરાંત ઇચ્છા મુજબ ભગવાને દક્ષીણા અર્પણ કરવી. એ વખતે તમારાં દોષોને છોડવાનો સંકલ્પ કરવો. દોષો જલદી છોડવાથી મનોકામના પૂર્ણ થાય છે.
 • ભગવાન સુર્યદેવને ૭, ગણેશજીને ૩, વિષ્ણુજીને ૪ અને શિવજીને ૧/૨ પ્રદક્ષિણા કરવી.
 • કોઇપણ પુજા ઘરે કે મંદિરમાં કરો, તો ઇષ્ટદેવની સાથોસાથ કળશ, નવગ્રહ, સ્વસ્તિક, પંચ લોકપાલ, ષોડશ માતૃકા, સપ્ત માતૃકાનું પુજન ખાસ કરવું. કોઈ બ્રાહ્મણ પાસે જાણકારી લેવી જોઈએ. વિશેષ પુજન એમની પાસે કરાવવું.

 • પુજન સ્થાન પર ભારે વસ્તુઓ રાખવી નહીં.
 • શિવજીને હળદર ચડાવશો નહીં કે શંખથી જળ અર્પણ કરશો નહીં.
 • પુજા સ્થાન પર ચપ્પલ પહેરવા નહીં, ચામડાનાં બેલ્ટ કે પર્સ સાથે રાખશો નહીં. કે કચરો રાખશો નહીં.

લેખ – સંપાદક : મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here