૧ ડિસેમ્બર થી કારમાં FASTag લગાવવું ફરજિયાત, જાણો કેવી રીતે કરે છે કામ અને ક્યાથી ખરીદી શકશો

0
285
views

ફોર વ્હીલ વાહનો ચલાવવા વાળાઓ માટે એક ખુબ જ અગત્ય ના સમાચાર છે. હાઈવે પર રહેલા ટોલ પ્લાઝા પર લાગતી લાંબી લાઈનો થી છુટકારો મેળવવા માટે સરકાર દ્વારા એક નવો નિયમ લાગુ કરવામાં આવેલ છે. સરકારે તેનાથી છુટકારો મેળવવા માટે ૧ ડિસેમ્બર ૨૦૧૯ થી FASTag રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન (RFID) અનિવાર્ય કરી દીધું છે. હવે દરેક ફોર વ્હીલ વાહનો ઉપર FASTag હોવું ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને આ આર્ટિકલમાં FASTag સાથે જોડાયેલી અમુક ખાસ વાતો જણાવીશું. આખરે એ કઈ રીતે કામ કરે છે અને તમારા માટે કેટલું મદદગાર રહેશે.

શું હોય છે FASTag

આ એક ઇલેક્ટ્રોનિક ટોલ કનેક્શન પ્રોગ્રામ છે. જેને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ તૈયાર કરેલ છે. તે રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ના સિદ્ધાંત પર કાર્ય કરે છે. આજ ટેગને તમારે વાહનની વિન્ડ સ્ક્રિન પર લગાવવાનું હોય છે. જેથી કરીને જ્યારે તમારું વાહન FASTag લાઈન માંથી પસાર થાય તો ટોલ પ્લાઝા પર લગાવેલા સેન્સર FASTag ને રીડ કરી ટોલની રકમને ઓટોમેટિકલી એક પ્રીપેડ એકાઉન્ટમાંથી કાપી લે છે.

ક્યાંથી લઇ શકાય છે FASTag

ઇલેક્ટ્રોનિક ડિવાઇસની પ્રાપ્ત કરવું ખૂબ જ સરળ છે. જો તમે નવી કાર ખરીદો છો તો તમારા વાહનોની સાથે જ FASTag લગાવેલું મળશે. તે સિવાય તમારી પાસે જુની કાર છે તો તમે કોઈપણ NHAI ટોલ પ્લાઝા પર રહેલ પોઇન્ટ ઓફ સેલ (POS) થી તેને લઈ શકો છો. સાથોસાથ તમે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, સિન્ડિકેટ બેન્ક, એક્સિસ બેન્ક, IDFC બેંક, HDFC બેંક અને ICICI બેંક થી પણ પ્રાપ્ત કરી શકો છો. આ બધી બેંક સરકારની આ યોજનામાં ભાગીદાર છે.

FASTag માટે જરૂરી દસ્તાવેજ

તમને જણાવી દઈએ કે FASTag ફક્ત પાંચ વર્ષ માટે જ ઉપયોગ થઈ શકે છે. તેને લેતા સમયે તમને એક ફોર્મ આપવામાં આવશે જેને ભર્યા બાદ નીચે દર્શાવવામાં આવેલા દસ્તાવેજો ની સાથે POS માં જમા કરાવવાનું રહેશે. આવેદન કરતા સમયે તમારે પોતાના દસ્તાવેજોની ઓરીજીનલ કોપી પણ બનાવવાની રહેશે. આ છે જરૂરી દસ્તાવેજો –

  • વાહન રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ (RC)
  • વાહન માલિકનો પાસપોર્ટ ફોટો
  • KYC દસ્તાવેજ (ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર:કાર્ડ અને પાસપોર્ટ)

કેવી રીતે કરવો FASTag નો ઉપયોગ

આનો ઉપયોગ કરવો ખુબ જ સરળ છે, તેને પોતાના વાહનમાં લગાડવા માટે કોઈ મિકેનિકને પણ જરૂર પડતી નથી. તમે જાતે જ તેને લગાવી શકો છો. તેને તમે પોતાના વાહનના વિન્ડ શીલ્ડ પર લગાવવાનું રહેશે. FASTag એક સ્ટીકર જેવું હોય છે જેના પર લાગેલ કવર ને હટાવીને કારની અંદર વિન્ડ શીલ્ડ પર લગાવવાનું રહેશે. ખાસ ધ્યાન રાખવું કે વિન્ડ શીલ્ડ પર લગાવતા સમયે તે ગ્લાસની વચ્ચે લગાવો જેથી કરીને ટોલ પ્લાઝા પર સરળતાથી સ્કેન થઈ શકે. તમારે FASTag ને પોતાના બેંક વોલેટ સાથે લિંક કરવું પડશે, જેને તમે બેંકની વેબસાઈટ પરથી કરી શકો છો. એ દરમિયાન તમને મેસેજ દ્વારા નોટિફિકેશન મળશે.

શા માટે જરૂરી છે FASTag

તેના ઉપયોગનો સૌથી મોટો ફાયદો છે કે તમારી ટોલ પ્લાઝા પર લાંબી લાઈનમાં રાહ જોવી નહીં પડે. ટોલ પ્લાઝા પર FASTag માટે અલગ લાઈન બનાવવામાં આવેલી હોય છે, જ્યાં ગાડીઓ સ્કૅન થઈને પસાર થઈ રહી હોય છે. તે સિવાય ડિજિટલ પેમેન્ટ સુવિધાને કારણે તમારે પોતાની સાથે રોકડ લઈ જવાની પણ જરૂરિયાત રહેતી નથી. સાથોસાથ ટોલ પ્લાઝા પર ઉભા રહેવા દરમિયાન વાહનના ઈંધણની પણ બચત થાય છે અને પ્રદૂષણ ઓછું થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here