૧ મહિનામાં ૩ થી ૪ કિલો વજન થઈ જશે ઓછું, બસ રાતે કરો આ કામ

0
14501
views

સ્થૂળતા એક બીમારી હોય છે અને આ દુનિયાના અડધાથી પણ વધુ જનસંખ્યા આ બિમારી થી ગ્રસ્ત છે. સ્થૂળ હોવાના લીધે શરીરનું વજન વધી જાય છે. જેના કારણે શરીરમાં સરળતાથી અનેક બીમારીઓ આવી જાય છે. સ્થૂળતા હોવાથી સુગર, ઘૂંટણમાં દુખાવો, શ્વાસનું વધવું તેવી અનેક પ્રકારની બિમારી થઇ જાય છે અને તેથી સ્થૂળતાને બીમારીઓનું ઘર પણ કહેવામાં આવે છે.

તમારું વજન પણ વધારે હોય તો તેની નજર અંદાજ ના કરો અને તમારા વજનને કોઈપણ સંજોગોમાં ઓછું કરવું. વજન ઓછું કરવું મુશ્કેલ તો નથી જો તમે ડાયટ પર ધ્યાન આપો તો એક મહિનાની અંદર તમારું વજન ઓછું કરી શકાય છે.

વજન ઓછું કરવાના સરળ ઉપાય

વજન ઓછું કરવાના સરળ ઉપાયો જણાવીશું જેની મદદથી તમે મહિનાના ત્રણ થી ચાર કિલો સુધી વજન ઓછું કરી શકો છો. આ ઉપાયથી તમારે રાતનુ ભોજન બંધ કરી દેવુ. રાત્રે ભોજન ના કરવાથી તમારું વજન સરળતાથી ઓછું થઈ જશે વજન ઓછું કરવાના હેતુથી તમે માત્ર નાસ્તો અને બપોરે ભોજન કરવું.

નાસ્તામાં ખાવી આ ચીજો

તમે સવારે ઊઠીને સૌથી પહેલા નવશેકુ પાણી અને તેની અંદર મધ નાખીને તે પાણીને પીવું અને તેના અડધા કલાક પછી એક ઈંડુ અને દૂધ કે ફળ ખાઈ લેવું ત્યારબાદ  કોઈપણ ચીજ વસ્તુઓનું સેવન ના કરવુ.

બપોરે ખાવી આ ચીજ

બપોરે તમે ભોજનમાં ૩ રોટલી, સબ્જી અને એક કટોરી દાળ ખાવી. દાળની અંદર તમે ઘી પણ નાખી શકો છો. તે ઉપરાંત તમે દહીં રોટલી પણ ખાઈ શકો છો. બપોરના ખોરાક લીધા પછી ત્રણ કલાક પછી તમે કોઈ ફળ અથવા જ્યુસ પી લેવો અને રાત્રે કોઈપણ ચીજ વસ્તુઓનું સેવન કરવું નહીં. જો તમને રાત્રે ભૂખ લાગે તો તમે મલાઈ વગરનું દૂધ પણ પી શકો છો. દૂધમાં ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ કરવો કારણ કે ખાંડથી સ્થૂળતા વધી જાય છે. દૂધ ઉપરાંત તમે રાત્રે મગદાળનું પાણી પણ પી શકો છો. મગદાળનાં પાણીમાં તાકાત હોય છે અને તેને પીવાથી શરીરમાં કમજોરી મહેસૂસ નથી થતી.

આ ચીજોનું ધ્યાન રાખવું

 • વજન ઓછું કરવા માટે દરરોજ યોગા કરવા યોગા કરવાથી પણ વજન ઓછો થઈ જાય છે.
 • ગ્રીન ટીને વજન ઓછું કરવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે તેથી દરરોજ એક કપ ગ્રીન ટી પી શકો છો.
 • દિવસમાં ઓછામાં ઓછું 20 મિનિટ સુધી વોકિંગ કરવું.
 • લિફ્ટની જગ્યાએ સીડી ચડવી અને ઉતરવી.
 • માત્ર ફાઇબર યુક્ત આહાર લેવો કેમકે ફાઈબરયુક્ત આહાર લેવાથી ભૂખ વધારે નથી લાગતી.
 • પાણીની હંમેશા ગરમ કરીને પીવું એવું કરવાથી ચરબી ઓછી થઈ જાય છે.

આ ચીજોનું ના કરવું સેવન

જો તમે એક મહિનાની અંદર તમારું વજન ઓછું કરવા માંગો છો તો નીચે જણાવેલી ચીજ નું સેવન કરવું નહીં.

 • મેંદામાંથી બનેલી ચીજો ન ખાવી.
 • તળેલા ખોરાકથી દૂર રહેવું.
 • બટાકા નું સેવન બંધ કરી દેવુ.
 • મીઠું ના ખાવું.
 • બહારનો ખોરાક ઓછો કરી દેવો.
 • ડ્રિંક કરવું નહીં.
 • ચોખાનો ઉપયોગ ના કરવો કારણ કે ચોખા ખાવાથી પેટ વધી જાય છે અને ભૂખ વધારે લાગે છે.

ઉપર જણાવેલી ડાયટ નો જો તમે સારી રીતે પાલન કરશો તો તમારો એક મહિનામાં ત્રણ કિલો વજન ઓછું થઈ શકે છે અને તમે સારું ફિગર કરી શકો છો. જો તમે વજન ઓછો કરવા માટે કોઈ દવાનો ઉપયોગ કરી રહ્યા હોય તો તેવું ના કરવું. દવાનો ઉપયોગ કરવાથી શરીરને નુકસાન થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here