ગેસની સમસ્યાથી પરેશાન છો તો ચિંતા છોડો અને અપનાવો આ સરળ ઉપાય, મિનિટમાં દુર થઈ જશે ગેસની સમસ્યા

0
840
views

આજના સમયમાં લોકો એટલા વ્યસ્ત થઈ ગયા છે કે પોતાના સ્વાસ્થ્યનું સારી રીતે ધ્યાન નથી રાખી શકતા અને આ કારણને લીધે અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. લોકોની પાસે એટલો સમય નથી કે તે ખાવા-પીવામાં ધ્યાન રાખી શકે. જ્યારે વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે ભોજનની સૌથી વધારે જરૂર પડે છે જે આજના સમયમાં નથી મળી રહ્યું. આ જ કારણને લીધે ૯૦% લોકોને પેટની સમસ્યાથી રહે છે.

આજના સમયમાં પાકને વધારવા માટે અનેક પ્રકારના કિટાણુનાશક દવાઓનો પ્રયોગ ખૂબ જ વધારે કરવામાં આવે છે અને જેનું શરીર પર ખૂબ જ ખરાબ અસર પડે છે. પહેલાના સમયમાં જૈવિક રીતે ખેતી કરવામાં આવતી હતી અને તે જ કારણના લીધે ઊગતું અનાજ સેહત માટે ખૂબ જ સારું હતું. તે સમયના લોકોને શારીરિક સમસ્યા ખૂબ જ ઓછી હતી. આજે ઓફિસમાં કામ કરવા વાળા વધુ લોકો લાંબો સમય સુધી બેસીને કામ કરે છે. જેનાથી ખોરાક સારી રીતે પાચન નથી થતો અને તેથી પેટની સમસ્યાનો સામનો કરવો પડે છે.

સૌથી વધારે પેટ ફુલવાની સમસ્યાને આંતરડામાં ગેસ વધવાને લીધે થાય છે. પેટમાં ગેસ સ્મોકીંગ, અલ્સર, શરીરના પાણીના સ્તરમાં વધારો અને કબજિયાત જેવી સમસ્યા કરે છે. જેના કારણે અન્ય અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ થાય છે. પરંતુ જો તમે અમુક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો આ સમસ્યાનું સમાધાન સારી રીતે કરી શકાય છે.

આજે તમને એવા ઉપાયો જણાવીશું કે જેનાથી પેટમાં ગેસની સમસ્યા મિનિટોમાં ઠીક થઈ જશે. જો તમારા પેટમાં ગેસની સમસ્યાથી તમે પણ પરેશાન હોય તો ચિંતા કરવાની જગ્યાએ પેટના ઉપરના ભાગમાં ૨ થી ૩ મિનિટ સુધી ક્લોક વાઇસ અને એન્ટી ક્લોક વાઇસ મસાજ કરવો. ત્યાર પછી પ્રક્રિયામાં પેટના નીચેના ભાગ પર મસાજ કરવી આવું કરવાથી પેટમાં ગેસની સમસ્યામાં તુરંત રાહત મળી જશે.

પેટમાં ગેસની સમસ્યા નું સમાધાન કરવા માટે અપનાવો આ ઘરેલુ ઉપાય

  • એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથીના દાણા નાખી સારી રીતે ઉકાળો અને જ્યારે તે પાણી સારી રીતે ઉકળી જાય પછી તેને ગરણીથી ગાળી અને નવશેકું પાણી પીવું.

  • એક ચમચી આદુના રસમાં થોડું મધ મિક્સ કરી અને તેમાં લીંબુનું પાણી થોડું મિક્સ કરી અને તેનું સેવન કરવું તેના સેવનથી પેટમાં ગેસની સમસ્યા દૂર થઈ જાય છે.
  • એક ગ્લાસ નવશેકું પાણી લઈ અને તેની અંદર અડધું લીંબુ નીચોવી અને તેમાં એક ચપટી મીઠું નાખી પીવો. તે પેટના ગેસ ને  દૂર કરવા માટે સારો ઉપાય છે.

  • પેટના ગેસને દૂર કરવા માટે બેકિંગ સોડા પણ એક સારો વિકલ્પ છે. અડધા ગ્લાસમાં પાણી લઇ તેમાં ૧ નાની ચમચી બેકિંગ સોડા લેવી અને તેમાં થોડુંક લીંબુ નીચોવી અને પી લેવું. તેનાથી પેટના ગેસમાં તરત જ રાહત મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here