એક સાચા હનુમાન ભક્તમાં હોય છે આ પાંચ આદતો, જાણો શું તમારામાં પણ આ આદતો છે

0
502
views

હનુમાનજી એવા કેટલાક દેવી-દેવતાઓમાંના એક છે કે જેમણે હંમેશા માટે અમર રહેવાનો આશીર્વાદ મેળવ્યો છે. આ જ કારણ છે કે હનુમાનજી ભક્તોની પ્રાર્થના ઝડપથી સાંભળે છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ હનુમાનજીને પ્રસન્ન કરે છે, તેની બધી મુશ્કેલીઓ દૂર થાય છે. આવી સ્થિતિમાં દરેક જણ તેના પ્રિય ભક્ત બનવાનો પ્રયાસ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે સાચા હનુમાન ભક્ત કોણ છે અને તેમાં કયા ગુણો હોઈ છે?

આજે અમે તમને આ વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે આ ટેવો અપનાવો છો તો તમે સાચા હનુમાન ભક્ત બની શકો છો. હનુમાનજી પણ જલ્દીથી આ પ્રકારના ભક્તોથી પ્રસન્ન થાય છે. તો ચાલો જાણીએ કે આ આદતો કઈ છે.

નિયમિત હનુમાન ચાલીસાના પાઠ

દરેક સાચા હનુમાન ભક્ત જાણે છે કે દર શનિવાર અને મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ કરવાનું શું મહત્વ છે. આ તમારી વાત બજરંગબલી સુધી પહોંચાડવા માટે એક શ્રેષ્ઠ માધ્યમ છે. તેનાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોની રક્ષા કરે છે. ઉપરાંત નિયમિત હનુમાન ચાલીસા તમારું મન સકારાત્મક રાખે છે.

સવારે અને સાંજે પૂજા

જો તમે સાચા હનુમાન ભક્ત છો, તો તમે દરરોજ સવારે અને સાંજે હનુમાનજીનો આશીર્વાદ લેશો અને તેમની સામે તેલનો દીવો પ્રગટાવી અથવા તેની સામે અગરબત્તી કરવાનો પણ સમાવેશ થાય છે. કોઈ મોટો ભક્ત હનુમાનજીને યાદ કરવા માટે શનિવાર અથવા મંગળવારની રાહ જોતો નથી. ઉલ્ટાનું તે દરરોજ સવારે અને સાંજે તેમની સેવા કરે છે.

મહિલાઓનો આદર

હનુમાન ભક્તો ક્યારેય પણ મહિલાનું અપમાન કરતા નથી. તેમની સામે હિંસા કરવાનો વિચાર પણ કરી શકતા નથી. તેઓ હંમેશા પારકી મહિલાઓને તેમની બહેન અથવા માતા માને છે. તે તેમની સાથે સારી રીતે વર્તે છે. હનુમાનજીએ ખુદ માતા સીતાનું આદર અને સન્માન કર્યું હતું.

દાન ધર્મ

હનુમાન ભક્ત બીજાને દાન આપવામાં  ક્યારેય પીછેહઠ કરતા નથી. દાન આપવાનો અર્થ એ નથી કે તમારે બહુ બધા પૈસા આપવા જ પડશે. તમે તમારી આર્થિક પરિસ્થિતિ પ્રમાણે કંઈપણ દાન કરી શકો છો. આ દાન મંદિરમાં અથવા કોઈપણ જરૂરિયાતમંદ માટે હોઈ શકે છે. માત્ર દાન કરતી વખતે તમારું મન સ્પષ્ટ હોવું જોઈએ. એવું નથી કે તમે મન મારીને મજબૂરીમાં દાન ધર્મ કરો. તમને તેનાથી કોઈ ફાયદો થશે નહીં.

બીજાને મદદ કરવી

હનુમાન ભક્ત હંમેશાં બીજાની મદદ કરવા તૈયાર રહે છે. ખાસ કરીને જ્યારે કોઈ સ્ત્રી, બાળક અથવા વૃદ્ધ વ્યક્તિને સહાયની જરૂર હોય. જરૂરિયાતમંદોને ટેકો આપવો એ સાચા હનુમાન ભક્તની નિશાની છે.

આ સિવાય પ્રામાણિકપણે કહીએ તો બીજાઓને ઠગશો નહીં અને કોઈ ખોટું કામ ન કરો કે જે બીજાને દુ:ખ ન પહોંચાડો. આ પણ હનુમાન ભક્તના ગુણો છે. તેથી જો તમે હનુમાનજીના પ્રિય ભક્ત બનવા માંગતા હોય, તો તમારે આ ગુણો અથવા ટેવો અપનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. જો તમને આ માહિતી ગમતી હોય તો તેને શેર કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here