જાણો કોણ હતી તુલસી અને શા માટે આપ્યો હતો ભગવાન વિષ્ણુને પથ્થર બનવાનો શ્રાપ, જાણો તુલસી વિવાહની પુરી કથા

0
490
views

મોટાભાગના હિંદુ પરિવારોમાં તુલસીનો છોડ લગાવવાની પરંપરા લાંબા સમયથી ચાલતી આવી રહી છે. તુલસીનો છોડ મોટાભાગના હિંદુ ઘરોમાં લગાવવામાં આવેલો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસી કોણ હતી અને કયા કારણોસર તેણે ભગવાન વિષ્ણુને શ્રાપ આપવો પડેલો? તો ચાલો આજે અમે તમને જણાવીએ તેની સંપૂર્ણ કથા.

વિષ્ણુની પરમ ભક્ત હતી વૃંદા

પૌરાણિક કથાઓ અનુસાર એક યુવતી હતી જેનું નામ વૃંદા હતું. તેનો જન્મ રાક્ષસ કુળમાં થયો હતો. વૃંદા બાળપણથી જ ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી. તે ખૂબ જ પ્રેમભાવથી ભગવાનની પૂજા અર્ચના કરતી હતી. જ્યારે તે યુવાન થઇ ત્યારે તેના લગ્ન રાક્ષસ કુળના દાનવ રાજ જલંધર સાથે થયા. જલંધર સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલ હતો. વૃંદા ખૂબ જ પતિવ્રતા સ્ત્રી હતી અને હંમેશા પોતાના પતિની સેવા કરતી હતી.

એક વખત દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું. જ્યારે જલંધર યુદ્ધ પર જવા લાગ્યો ત્યારે એ કહ્યું – “સ્વામી તમે વૃદ્ધ પર જઇ રહ્યા છો એટલા માટે જ્યાં સુધી તમે યુદ્ધમાં રહેશો ત્યાં સુધી પૂજામાં બેસીને તમારી જીત માટે અનુષ્ઠાન કરીશ અને જ્યાં સુધી તમે પરત ના આવો ત્યાં સુધી મારું અનુષ્ઠાન ચાલુ રાખીશ.” જલંધર યુદ્ધમાં ચાલ્યો ગયો અને વૃંદા વ્રતનો સંકલ્પ લઈને પૂજામાં બેસી ગઈ. વૃંદાના વ્રતના પ્રભાવથી દેવતાઓ પણ જલંધરને હરાવી શક્યા નહીં. બધા દેવતાઓ જ્યારે ફરવા લાગ્યા ત્યારે તેઓ ભગવાન વિષ્ણુની પાસે ગયા.

જ્યારે વિષ્ણુએ લીધું જલંધરનું રૂપ

દેવતાઓએ ભગવાન ને પ્રાર્થના કરી તો ભગવાને કહ્યું કે વૃંદા મારી પરમ ભક્ત છે અને હું તેની સાથે છળ કરી શકું નહીં. પરંતુ દેવતાઓએ કહ્યું કે અમારી પાસે બીજો કોઈ ઉપાય નથી તો તમારે અમારી મદદ કરવી જ પડશે. દેવતાઓના આગ્રહ પર ભગવાન વિષ્ણુ માની ગયા. તેઓ જલંધરનું સ્વરૂપ ધારણ કરીને વૃંદાના મહેલમાં પહોંચી ગયા. વૃંદા પોતાના પતિને જોઈ ને તુરંત જ પૂજામાંથી ઉઠી ગઈ અને તેમના ચરણસ્પર્શ કરી લીધા. આવી રીતે વૃંદાનો સંકલ્પ તૂટી ગયો.

વૃંદાએ આપ્યો શ્રાપ

વૃંદા નો સંકલ્પ તૂટતાં ની સાથે જ દેવતાઓએ જલંધર ને મારી નાખ્યો અને તેનું માથું કાપીને અલગ કરી નાખ્યું. જલંધરનો કપાયેલું માથું વૃંદાના મહેલમાં આવીને પડ્યું. જ્યારે વંદે જોયું કે તેના પતિનું કપાયેલું માથું પડ્યું છે તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તે વિચારમાં પડી ગઈ કે તેની સામે ઉભેલ વ્યક્તિ કોણ છે. વૃંદા એક સામે ઉભેલ વ્યક્તિ ને પૂછ્યું કે તે કોણ છે. વૃંદાના સવાલ કરવા પર ભગવાન વિષ્ણુએ પોતાના અસલી સ્વરૂપ માં આવી ગયા અને એ કશું બોલી શકયા નહીં. વૃંદા સમગ્ર વાત સમજી ગઈ. પોતાના પતિના મૃત્યુ થી ક્રોધિત થઈને તેણે ભગવાનને શ્રાપ આપ્યો કે તે તુરંત જ પથ્થર બની જાય. શ્રાપ મળતા જ ભગવાન વિષ્ણુ તુરંત જ પથ્થર બની ગયા.

તુલસીની ઉત્પત્તિ

ભગવાન વિષ્ણુ પથ્થર બનતાની સાથે જ બધા દેવતાઓમાં હાહાકાર મચી ગયો. માતા લક્ષ્મી રડવા લાગ્યા અને વૃંદાની સામે પ્રાર્થના કરવા લાગ્યા.માતા લક્ષ્મીના આગ્રહ પર વૃંદાએ ભગવાન વિષ્ણુ અને શ્રાપમાંથી મુકત કર્યા અને પોતાના પતિના માથાને લઈને સતી બની ગઈ. વૃંદાના સતી થયા બાદ તેની રાખ માંથી એક છોડ નીકળ્યો જેને ભગવાન વિષ્ણુએ કહ્યું કે, “આજથી આનું નામ તુલસી છે. મારું એકરૂપ આ પથ્થરના રૂપમાં રહેશે જેને શાલીગ્રામ ના નામથી તુલસીજી સાથે પૂજવામાં આવશે અને તુલસી વગર હું ભોગનો સ્વીકાર નહીં કરું.” તે દિવસથી તુલસીની પૂજા કરવામાં આવવા લાગી. તુલસી નો વિવાહ શાલિગ્રામની સાથે કાર્તિક માસમાં કરવામાં આવે છે. દેવઉઠી એકાદશીના દિવસને તુલસી વિવાહના રૂપમાં મનાવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here