ડેન્ગ્યુ થવા પર ફક્ત આ બે ચીજોનું કરો સેવન, ખુબ જ જલ્દી મળશે ડેન્ગ્યુ માંથી છુટકારો

0
380
views

ડેન્ગ્યુ એ ખતરનાક બીમારી છે જે મચ્છરના કરડવાથી થાય છે. ડેન્ગ્યુને કારણે તાવ આવે છે અને શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા ઓછી થવા લાગે છે અને પ્લેટલેટ્સની સંખ્યા ઘટવા થી જીવ જઈ શકે છે. તેથી ડેન્ગ્યુના કિસ્સામાં તમારે તેની સારવાર યોગ્ય રીતે કરવી જોઈએ અને સારવારની સાથે તમારા આહાર પર પણ ધ્યાન આપવું જોઈએ. કારણ કે એવી ઘણી વસ્તુઓ છે જે ખાવાથી શરીરમાં પ્લેટલેટની સંખ્યા વધે છે અને ડેન્ગ્યુ સારો થઈ શકે છે.

લક્ષણો

ડેન્ગ્યુના સાથે સંકળાયેલા ઘણા પ્રકારના લક્ષણો છે અને જો તમને આ લક્ષણો દેખાય છે, તો તમારે તમારા લોહીની તપાસ કરાવવી જોઇએ.

  • તીવ્ર તાવ અને અચાનક તાવ ઉતરી જવો
  • પુરા શરીરમાં દુખાવો
  • ભૂખ ઓછી થવી
  • કમજોરી લાગવી
  • ઊલટી થવી અને વધારે પરસેવો થવો

ડેન્ગ્યુ થવા પર આ ઘરેલું ઉપાય અજમાવી જુઓ – પપૈયા ખાઓ

પપૈયું ડેંગ્યુના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે અને તેનું સેવન કરવાથી ડેન્ગ્યુ જલ્દી સારો થઈ જાય છે. ડેન્ગ્યુના કિસ્સામાં તમારે પપૈયા અને પપૈયાના પાનનું સેવન કરવું જોઈએ. પપૈયાના પાંદડામાં કાયમોપાપીન અને પાપાઈન હોય છે. જે પ્લેટલેટની સંખ્યા વધારવાનું કામ કરે છે અને આજ કારણ છે કે પપૈયા ડેન્ગ્યુના દર્દી માટે રામબાણ માનવામાં આવે છે.

કેવી રીતે પપૈયાના પાનનું સેવન કરવું

પપૈયાના ઝાડના પાન તોડીને સારી રીતે સાફ કરો. પછી તેમને પીસી લો અને તેનો જ્યુસ નિકાળો. આ જ્યુસ દિવસમાં ત્રણ વખત પીવો. દરરોજ આ જ્યુસ પીવાથી પ્લેટલેટની સંખ્યામાં વધારો થશે.

ગિલોયનો રસ

ગિલોયના પાન પણ ડેન્ગ્યુના દર્દીઓ માટે અસરકારક માનવામાં આવે છે અને ગિલોયના પાન ખાવાથી અને તેનો રસ પીવાથી ડેન્ગ્યુ સારો થઈ શકે છે. ગિલોય પાંદડાનો ઉપયોગ ઘણી પ્રકારની દવાઓ બનાવવા માટે પણ થાય છે.

આ રીતે કરો સેવન

ગિલોયના પાંદડા સાફ કરી અને પીસી ને જ્યુસ નીકાળી લો. આ જ્યુસ પીવાથી તમે જલ્દી સ્વસ્થ થશો અને ડેન્ગ્યુથી છૂટકારો મેળવશો. જો તમે ઇચ્છો તો તમે ગિલોયના રસની અંદર તુલસીના પાન પણ ઉમેરી શકો છો.

તમને જણાવી દઇએ કે આયુર્વેદ સિવાય વિજ્ઞાનમાં પણ સાબિત થઈ ગયું છે કે ગિલોય અને પપૈયાની મદદથી ડેન્ગ્યુ સારો કરી શકાય શકે છે. પપૈયા પર કરવામાં આવેલા સંશોધન મુજબ પપૈયાના પાનનો રસ કેન્સર માટે ઉત્તમ છે અને તેનું સેવન કરવાથી ડેન્ગ્યુનો રોગ પણ મટે છે. આ ઉપરાંત પપૈયાના પાનની મદદથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને આમ થવાને કારણે શરીરને રોગ થતો નથી.

ઉપર જણાવેલા ઉપાય સાથે તમેં તમારી સારવાર ડોક્ટર પાસે પણ કરાવો અને ફક્ત આના પર જ નિર્ભર ન રહો. કારણ કે જો સમયસર ડેન્ગ્યુની સારવાર ન કરવામાં આવે તો ડેન્ગ્યુ વધુ વણસી શકે છે અને મૃત્યુ પણ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here