૨૦૨૦માં વિરાટ કોહલીની થશે અગ્નિપરીક્ષા, જો તમે ક્રિકેટ પ્રેમી હોય તો જરૂરથી વાંચી લેજો

0
214
views

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રન અને શતકોની વણઝાર લગાવનારા ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી માટે ૨૦૧૯ નું વર્ષ ખૂબ જ શાનદાર રહ્યું હતું. ઇન્ટરનેશનલ ક્રિકેટ ની વાત કરીએ તો ૩૧ વર્ષીય કોહલીએ ૨૦૧૯ માં સૌથી વધારે રન બનાવ્યા. તેઓ સર્વાધિક રન બનાવનાર ખેલાડીઓના લિસ્ટમાં ટોપ પર રહ્યા. કોહલીએ ૨૦૧૯ માં કુલ ૨૪૫૫ (ટેસ્ટ ક્રિકેટમાં ૬૧૨ + વન-ડેમાં ૧૩૭૭ + ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ માં ૪૬૬) બનાવ્યા છે.

હવે નવું વર્ષ ૨૦૨૦ ના પડકારો વિરાટ કોહલીની પ્રતીક્ષા કરી રહ્યા છે. હાલના સમયમાં દુનિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાં સામેલ કોહલીને બેટ્સમેનની જ નહીં પરંતુ કેપ્ટન તરીકેની પણ અગ્નિ પરીક્ષા માંથી પસાર થવું પડશે. તેઓ માટે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવાનો સારો મોકો છે. ૨૦૨૦ માં વિરાટ કોહલીની સામે ઓસ્ટ્રેલિયા માં થનાર ટી-ટ્વેન્ટી વર્લ્ડકપ સૌથી મોટો પડકાર છે.

૨૦૨૦ ટી-ટ્વેન્ટી વર્લ્ડકપ કોહલીની કેપ્ટનશીપની દશા અને દિશા નક્કી કરશે. ૨૦૧૯ માં રમાયેલ ૫૦ ઓવરોની ક્રિકેટ વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ઇન્ડિયા બહાર થઈ ગયા બાદ કોહલીની કેપ્ટનશિપમાં પર સવાલ ઉઠવા શરૂ થયા હતા. તમને જણાવી દઈએ કે કોહલીની કેપ્ટનશિપમાં ભારત આજ સુધી કોઈ પણ આઇસીસી ટુર્નામેન્ટ જીતી શક્યું નથી. કોહલી પોતાની કેપ્ટનશીપમાં ૨૦૧૭ માં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી અને ૨૦૧૯ માં વર્લ્ડકપ જીતવાનો અવસર ગુમાવી ચુક્યો છે. તે સિવાય આઈપીએલમાં કોહલી અત્યાર સુધી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને વિજેતા બનાવી શક્યો નથી.

૨૦૨૦ ટી-ટ્વેન્ટી વર્લ્ડકપ માં કોહલી પાસે પોતાને કેપ્ટનશીપ સાબિત કરવા સિવાય મહેન્દ્ર સિંહ ધોની ક્લબમાં સામેલ થવાનો પણ અવસર હશે. ૨૦૦૭ માં મહેન્દ્રસિંહ ધોનીએ ભારતને એકમાત્ર ટી૨૦ વર્લ્ડકપ અપાવ્યો હતો. હવે ૧૩ વર્ષ બાદ કોહલી પર ભારતની બીજી વખત ટી-૨૦ વર્લ્ડ કપ જીતાડવાની જવાબદારી છે. કેપ્ટન તરીકે મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી બંને અલગ-અલગ વ્યક્તિત્વ છે.

જેમાં મહેન્દ્રસિંહ ધોનીએ ટીમ ઈન્ડિયાને ઐતિહાસિક સફળતા અપાવી છે તો કોહલીને ભવિષ્યનો નાયક માનવામાં આવે છે. એકની પાસે ખિતાબોની લાંબી લાઈન છે તો એક પાસેથી ખિતાબોની આશા રાખવામાં આવી રહી છે. વિરાટ કોહલી પોતાના આક્રમક સ્વભાવ માટે જાણીતો છે. બેટિંગ હોય કે કેપ્ટનશીપ, વિરાટ કોહલી પોતાના સ્વભાવને જાળવી રાખે છે. તે આક્રમક છે અને પોતાની ભાવનાઓ છુપાવતો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here