૨૦૨૦માં સોનું થઈ જશે ૪૫,૦૦૦, આ છે તેના મુખ્ય કારણો

0
437
views

સોનાનો ભાવ આ વર્ષમાં વધીને ૪૫,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થઈ શકે છે, એવું ગોલ્ડ માર્કેટ ના જાણકારોનું કહેવું છે. તેનું કારણ ભુ-રાજનૈતિક પરિસ્થિતિઓ, આર્થિક ચિંતાઓ અને રૂપિયામાં અસ્થિરતા છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પણ વિશ્વમાં સંકટ હોય છે તો સોનાનો ભાવ વધવા લાગે છે. એ જ કારણ છે કે જાણકારો ૨૦૨૦ માં ૧૦ ગ્રામ સોનાની કિંમત ૪૫ હજાર રૂપિયા સુધી પહોંચવાની વાત કરી રહ્યા છે.

વળી ૨૦૧૯માં સોનાની સર્વાધિક કિંમત ૩૯,૯૦૦ રૂપિયા પ્રતિ ગ્રામ રહી હતી. વળી બીજી તરફ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ ના આંકડા અનુસાર દુનિયાના ૧૪ દેશોના કેન્દ્રીય બેન્કોએ પોતાના ગોલ્ડ ભંડારમાં સોનાની માત્રા ૧ ટન અથવા તેનાથી વધારે વધારેલી છે. આ ૧૪ દેશોમાં ભારત પણ છે.

આ છે મુખ્ય કારણ

કોમટ્રેન્જ રિસર્ચ અનુસાર ૨૦૨૦માં ભુ-રાજનૈતિક ઘટનાઓને કારણે નિવેશકોની ચિંતા વધી ગઈ છે. એ સિવાય હાલમાં ઘણી પરેશાનીઓને કારણે પણ સોનાનો ભાવ વધી શકે છે. દુનિયાભરમાં વ્યાજ દરો નીચા રહેવાને કારણે શેરબજાર નવી ઊંચાઈઓ પર હશે, એટલે અમારું માનવું છે કે લોકો સોનામાં રોકાણ કરશે. વળી અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ પર તેના પર અસર પાડી શકે છે. કોમટ્રેન્જ રિસર્ચ અનુસાર તેવામાં સોનાની કિંમતો ૪૪,૫૦૦ રૂપિયાથી લઈને ૪૫,૦૦૦ રૂપિયા સુધી જઈ શકે છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મેનેજીંગ ડાયરેક્ટર (ઇન્ડિયા), સોમાસુન્દરમ પીઆર અનુસાર રૂપિયા સહિત લગભગ બધાં જ બજારોમાં સ્થાનીય મુદ્રાની કિંમત નીચલા સ્તર પર છે. તેનાથી ઉપભોક્તા અને માંગમાં ઘટાડવા આવી રહ્યો છે. ત્રીજા ક્વાર્ટરમાં ભારતમાં પણ માંગમાં ઘટાડો થયો હતો. તહેવારો અને લગ્નને કારણે ચોથા ક્વાર્ટરમાં તેમાં તેજી હોવા છતાં પણ સોનાની વાર્ષિક કુલ માંગ ૭૦૦ ટન થી લઈને ૭૫૦ ટન રહેવાની આશા છે.

ઘણા દેશો ખરીદી રહ્યા છે ગોલ્ડ

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મેનેજિંગ ડાયરેક્ટર (ઇન્ડિયા)ના જણાવ્યા અનુસાર અમેરિકા અને યુરોપમાં ઈટીએફ માંગ અને દુનિયાભરના કેન્દ્રીય બેન્કો તરફથી ગોલ્ડની ખરીદદારી મજબૂત બની રહેવાની આશા છે. તેમના જણાવ્યા અનુસાર આરબીઆઈ ૨૦૧૯માં સોનાના મુખ્ય ખરીદારોમાં રહ્યું હતું અને પોતાના રિઝર્વમાં ૬૦ ટન ગોલ્ડની વૃદ્ધિ કરી હતી. અત્યાર સુધીમાં ચીન અને રશિયા સોનાના સૌથી મોટા ખરીદદાર રહ્યા છે. ભારત સિવાય આ રેસમાં તુર્કી, પોલેંડ અને કજાકિસ્તાન પણ સામેલ છે.

૨૦૧૯ની શરૂઆતમાં આટલી હતી સોનાની કિંમત

વર્ષ ૨૦૧૯ની શરૂઆત સુધી સોનુ ઉપભોક્તાઓ માટે વધારે આકર્ષક હતું, જ્યારે તેની કિંમત ૩૧,૫૦૦ થી લઈને ૩૨,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ વચ્ચે હતી. જોકે ત્યારબાદ જૂન મહિનામાં કિંમત વધવાથી માંગમાં ઘટાડો થવા લાગ્યો. રૂપિયામાં કમજોરી અને સરકાર તરફથી કસ્ટમ ડયુટી વધાર્યા બાદ સ્થાનીય બજારમાં સોનું મોંઘુ થવા લાગ્યું. ત્યારબાદ વર્ષના અંત સુધીમાં અંદાજે ૪૦,૦૦૦ રૂપિયા સુધી થઈ ગયું.

નબળા રૂપિયાને કારણે વધશે સોનાનો ભાવ

ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલરી એસોસિયેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ પૃથ્વીરાજ કોઠારી જણાવ્યા અનુસાર સોનાની કિંમતમાં તેજી હજુ પણ જળવાઈ રહેશે. તેમણે કહ્યું કે,”વૈશ્વિક આર્થિક મંદી, ભારતમાં લિક્વિડિટીની અછત અને ડોલર સામે રૂપિયો કમજોર થઈને ૭૨ રૂપિયા થયા બાદ સોનાના ભાવમાં વધારે તેજી આવી શકે છે. તેમના અનુસાર ૨૦૨૦ માં સોનુ ૩૮,૦૦૦ રૂપિયાથી લઇને ૪૨,૦૦૦ રૂપિયાની વચ્ચે રહી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here