૨૦,૦૦૦ રૂપિયા સસ્તો મળી રહ્યો છે સેમસંગનો આ ફોન, જાણો ક્યાં અને કેવી રીતે

0
1964
views

સેમસંગ એ ગયા વર્ષે દુનિયાનો પ્રથમ Rotating Triple Camera ફોન ટેક જગતમાં લોન્ચ કર્યો હતો. જેનું નામ Samsung Galaxy A80 છે. ખુબ જ સુંદર ડિઝાઇન અને પાવર ફુલ સ્પેસિફિકેશન સાથેનો આ ફોન ભારતમાં પણ લોન્ચ કરવામાં આવ્યો હતો. જેની કિંમત ૪૭,૯૯૦/- રૂપિયા રાખવામાં આવી હતી. અનોખી ટેકનિકથી લેન્સ આ સ્માર્ટફોન હવે તેની લોન્ચ પ્રાઇસ થી લગભગ ૨૬ હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતમાં સેલ માટે ઉપલબ્ધ છે. સેમસંગના ચાહકો માટે તેમજ અન્ય સ્માર્ટફોન યુઝર્સ માટે આ ફોનને ખરીદવાનો એક સારો મોકો કંપનીએ આપ્યો છે.

Samsung Galaxy A-80 ને ઇ-કોમર્સ સાઇટ ફ્લિપકર્ટ પર ભારે ડિસ્કાઉન્ટ સાથે સેલ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. ૪૭,૯૯૦/- રૂપિયામાં લોંચ કરવામાં આવેલ આ ફોનની કિંમત એપ્રિલ મહિનામાં ૬૦૦૦ રૂપિયાના ઘટાડા સાથે ૪૧,૯૯૦/- રૂપિયા થઈ ગઈ હતી. હવે ફ્લિપકાર્ટ પર ચાલી રહેલા સેલમાં કંપની આ ફોનમાં સીધું જ ૨૦,૦૦૦/- રૂપિયા નું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ભારે ડિસ્કાઉન્ટ પછી Samsung Galaxy A-80 ની કિંમત ૨૧,૯૯૦/- રૂપિયા રાખવામા આવી છે.

આ છે ફોનની ખાસિયત

સાંભળવામાં થોડું અજીબ લાગશે પરંતુ Samsung Galaxy A-80 નો રીઅર કેમેરા અને સેલ્ફી કેમેરા એક જ છે. સેમસંગ એ તેમના આ નવા ફોનને રોટેટીંગ સ્લાઇડર પેનલ પર બનાવ્યો છે. ફોનના બેક પેનલ પર રીયર કેમેરા સેટ પર ત્રણ કેમેરા સેન્સર આપવામાં આવેલ છે. સેલ્ફીની કમાન્ડ આપવા પર આ સ્લાઇડર પેનલ ઉપરની તરફ નીકળે છે અને ફોન બોડીની બહાર નીકળે છે. પેનલ ઉપર નીકળ્યા બાદ રિયર કેમેરા સેટઅપ ફ્લિપ એટલે કે રોટેટ થઈ જાય છે તેમજ બધા જ કેમેરા સેન્સર અને ફ્લેશલાઇટ આગળની તરફ થઈ જાય છે. બસ આ જ રીતે ફોનનો રિયર કેમેરો સેલ્ફી કેમેરો બની જાય છે.

પાવરફુલ સ્પેસિફિકેશન્સ

Samsung Galaxy A-80 ને ૧૦૮૦ X ૨૪૦૦ પિક્સલ રીસોલ્યુશન વાળી ૬.૭ ઇંચ ની મોટી ફુલ એચડી+ સુપર એમોલેડ ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જે ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર ટેકનીકથી લેન્સ છે. Samsung Galaxy A-80 એન્ડ્રોઇડ 9 પાઈ સાથે ઓકટાકોર પ્રોસેસર અને કવાલકોમ સ્નેપ ડ્રેગન ૭૩૦ જી ચિપસેટ પર રન કરે છે. સેમસંગ તરફથી આ ફોન ને ૮ જીબી રેમ સાથે ૧૨૮ જીબી ની ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. સેમસંગ તરફથી આ ફોનને ઘોસ્ટ વ્હાઇટ, એન્જલ ગોલ્ડ અને ફેન્ટમ બ્લેક કલર વેરીઅન્ટમાં ટેક મંચ પર લોન્ચ કરવામાં આવ્યો છે.

ફોટોગ્રાફી સેગમેન્ટ ની વાત કરવામાં આવે તો ફોનના રોટેટીંગ સ્લાઇડર પેનલ પર ટ્રીપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ કેમેરા સેટઅપમાં ફ્લેશલાઇટ સાથે એફ ૨.૦ અપર્ચર વાળો ૪૮ મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. તેની સાથે આ ફોનમાં ૮ મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ અને એફ ૨.૨ અપર્ચર વાળો ૮ મેગાપિક્સલ નો થ્રી-ડી ડેપ્થ સેન્સિંગ લેન્સ આપવામાં આવ્યો છે. Samsung Galaxy A-80 એક ફોર-જી ફોન છે. જે બેઝિક કનેક્ટિવિટી ફીચર્સથી લેન્સ છે. બીજી તરફ પાવર બેકઅપ માટે આ ફોન સુપર ફાસ્ટ ચાર્જિંગ ટેકનીક વાળી ૩૭૦૦ એમ.એચ. ની બેટરી સપોર્ટ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here