૨૦ વર્ષ નાની તમન્ના સાથે સંજય દત્તે કર્યા છે લગ્ન, બોલીવુડની આ ૫ જોડીઓમાં પણ છે ઘણા વર્ષનું અંતર

0
1773
views

કહેવાય છે કે પ્રેમ અને જંગમાં બધું જ યોગ્ય છે. અને પ્રેમની કોઈ સીમા નથી હોતી. પ્રેમ એક ભાવના છે કે જે ધર્મથી ઉપર છે. આ એક એવો સંબંધ છે જેમાં જાત-પાત, ધર્મ અને ઉંમર એ કોઈનું જ મહત્ત્વ હોતું નથી. ભલે સાધારણ વ્યક્તિનાં પ્રેમમાં આવી બધી પરેશાનીઓ આવતી હોય પરંતુ આપણા બોલિવૂડ સ્ટારની જિંદગીમાં ક્યારેક જ આવી પરેશાનીઓ આવે છે. તેઓ આ બધી વસ્તુથી ઉપર જઈને પોતાના જીવનસાથીની પસંદગી કરે છે.

પૂર્વ મિસ વર્લ્ડ પ્રિયંકા ચોપડા અને નિક જોન્સ થી લઈને એવા ઘણા સિતારાઓ છે કે જેને પોતાના પ્રેમમાં ઉંમરની અડચણ આવવા દીધી નથી. આજે હું તમને એવા સિતારાઓ વિશે કહેવા જઈ રહ્યો છું જેણે ઉંમરની બધી જ અડચણોને તોડીને લગ્ન કર્યા.

એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન

એશ્વર્યા રાય અભિષેક બચ્ચન લઈને એવી અફવા હતી કે મણીરત્નની ફિલ્મ ગુરુની શૂટિંગ સમયે જ બંનેએ ડેટિંગ શરૂ કરી દીધી હતી. બંને ૨૦૦૭ માં લગ્ન કર્યા. સુંદરતાની રાણી અને મિસ વર્લ્ડ એશ્વર્યાએ દીકરી આરાધ્યાની સાથે ફ્રાન્સના શહેરમાં ૭૦ માં ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર પગ રાખ્યો તો તેની દિકરી આરાધ્યા એ પણ માંના રસ્તા પર ચાલવા પગલાં માંડ્યા.

રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા

રાજેશ ખન્નાને કોઈપણ પરિચય આવશ્યકતા નથી. બોલિવૂડના સુપરસ્ટારે બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ અને સમગ્ર દેશની મહિલાઓના દિલ પર રાજ કર્યું. તેના ચાહનારાઓ તેમને ફક્ત પ્રેમ નથી કર્યો પરંતુ તેમની પૂજા પણ કરી છે. પરંતુ ૧૬ વર્ષની ડિમ્પલ સાથે ના લગ્નએ તેનું જીવન ખુશીઓથી ભરી દીધું. રાજેશ ખન્નાએ ૧૬ વર્ષની નાની છોકરી એટલે કે ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કર્યા હતા. બંનેનું અફેર ૩ વર્ષ સુધી ચાલ્યું અને પછી ૧૯૭૩માં લગ્ન કર્યા. લગ્ન દરમિયાન રાજેશ ખન્ના ૩૧ વર્ષના હતા. ડિમ્પલને મળ્યા તે પહેલા રાજેશ ખન્ના અભિનેત્રી, ફેશન ડિઝાઈનર અને મોડલ અંજુ મહેન્દ્રુને ડેટ કરતા હતા. બંને ૭ વર્ષના લિવ ઈન રિલેશનશિપમાં હતાં. પરંતુ રાજેશ ખન્નાના મૂડી અને ચીડચીડા સ્વભાવના વ્યવહારને કારણે બંનેને અલગ થવું પડ્યું હતું.

મિલિંદ સોમન અને અંકિતા

મિલિંદ સોમન અને તેની પત્ની અંકિતા કોવર આ બંનેના ઉમ્ર વચ્ચેના અંતરને લઈને ઘણું બધું કહેવાયું છે. મિલિન્દે આ લગ્નને લઈને કીધું હતું કે હકીકતમાં તે ઉંમરના અંતરને માનતા નથી. પરંતુ તેના અનુસાર ઉંમર, બેગ્રાઉન્ડ, અનુભવ અને સંસ્કૃતિના સંદર્ભમાં બે લોકો હંમેશા અલગ થાય છે. એટલા માટે હંમેશા એવી ચીજો હોય છે જેને સમજવાની અને સ્વીકારવાની આવશ્યકતા હોય છે. મિલિંદ સોમને પોતાનાથી ૨૬ વર્ષ નાની છોકરી અંકિતા સાથે લગ્ન કર્યા હતા, તે દરમિયાન મિલિંદની ઉંમર ૫૩ વર્ષની અને અંકિતાની ઉંમર ૨૭ વર્ષની હતી.

સૈફ અલી ખાન અને કરિના કપૂર

સૈફ અલી ખાન અને કરીના કપૂરના લગ્ન બધાને હેરાન કરી દીધા બંનેની ઉંમરમાં ઘણું બધું અંતર છે. લગ્ન સમયે સૈફ અલી ખાનનાં છુટાછેડા થયેલા હતા અને બે દીકરાના પિતા હતા. એટલામાં જ્યારે બંનેના લગ્નની ખબર આવી ત્યારે બધાને આશ્ચર્ય લાગતું હતું. પરંતુ આજે બંને એક આઇડલ કપલ છે. અહી જણાવી દઈએ કે સૈફ અલી ખાને કરીના પહેલા એક્ટ્રેસ અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. અમૃતા સાથે છુટાછેડા પછી સૈફએ કરીના સાથે લગ્ન કર્યા. તમને જાણીને આશ્ચર્ય થશે કે સૈફના પહેલા લગ્નમાં કરીનાએ તેને અંકલ કહીને વધાવ્યા હતા.

સંજય દત્ત અને માન્યતા દત્ત

સંજય દત્તની પત્ની માન્યતા દત્તનો જન્મ ૨૨ જુલાઈ ૧૯૭૮ના એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેનું નામ દિલનવાજ શેખ હતું. બોલિવૂડમાં તેણે પોતાનું નામ સારા ખાન રાખી દીધુ હતું. તમને જાણીને આશ્ચર્ય થશે કે સંજય દત્તની મોટી દીકરી ત્રિશલા માન્યતા થી માત્ર ૧૦ વર્ષ નાની છે. માન્યતાએ B અને C ગ્રેડ ફિલ્મમાં કામ કરવાનું ચાલુ કરી દીધું હતું. માન્યતાની કિસ્મત ત્યારે બદલી જ્યારે સંજય દત્તે માન્યતાની એક C ગ્રેડ ફિલ્મ Lovers Like Us નાં અધિકાર ૨૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તે મીટિંગ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા. વર્ષ ૨૦૦૮ માં સંજય દત્તે માન્યતા સાથે લગ્ન કર્યા અને તે સમયે માન્યતાની ઉંમર માત્ર ૨૯ વર્ષ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here