૧૫ દિવસમાં ૪ ગોલ્ડ મેડલ જીતનાર હિમા દાસે પોતાની અડધી સેલેરી આસામ રાહત કોષમાં દાન કરી દીધી

0
131
views

ભારતની સ્ટાર મહિલા દોડવીર હિમા દાસે ગૃહરાજ્ય આસામ માં રાહત પ્રયાસોમાં મદદ કરવા માટે પોતાના માસિક વેતન ના અડધો હિસ્સો દાન કરી દીધો. અસમમાં પુર ને લઈને ૫૨ લાખ લોકો પ્રભાવિત થયા છે સ્ટાર દોડવીરે અસમ ને બચાવવા માટે લોકોથી મુખ્યમંત્રી રાહત કોષ મા યોગદાન આપવાની અપીલ કરી છે. હીમા એ જે ધન રાશિ દાન કરી છે તે તેને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન થી મળવા વાળી વેતન નો અડધો ભાગ છે. હીમા ત્યાં એચઆર અધિકારી પદ પર છે.

હીમા એ મોટા કોર્પોરેટર માં અપીલ કરી છે કે તે પણ દાન કરે અને પોતાના પ્રદેશને બચાવે. હીમા એ ટ્વીટ કર્યું “આપણા પ્રદેશ અસમમાં પુર ના લીધે 33 માંથી 30 જિલ્લા પ્રભાવિત થયા છે તેથી હું મોટા ઘર અને કોર્પોરેટરની અપીલ કરું છું કે તે આપણા રાજ્યની આ ખરાબ પરિસ્થિતિ માં સહાય કરે.

અસમમાં પુરની અને લેન્ડ સ્લાઈડ થી 33 લોકો નુ મૃત્યુ થઈ ગયું છે અને 46 લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે અસમ રાજ્ય આપદા પ્રબંધન એક અધિકારી પ્રમાણે ૩૩ જિલ્લામાંથી ૩૦ જિલ્લા ના જનજીવન પર ખરાબ અસર પડી છે. સતત ખરાબ થતા હાલત ના લીધે 4,175 ગામના 46.28 લાખ લોકો પુરના લીધે પ્રભાવિત છે. અસમમાં દર વર્ષે પૂરા લીધે પરિસ્થિતિ ખરાબ થતી જઈ રહી છે. પરંતુ આ વખતે સમસ્યા ખૂબ જ વધુ છે.

હીમા પાછલા ૨ સપ્તાહથી ચર્ચા માં રહેલ છે. તેમણે ૧૫ દિવસમાં ૪ સ્વર્ણ પદક જીત્યા હતા. હીમા એ 13 જુલાઇએ ચેક રિપબ્લિકમાં થયેલ ક્લાનદો મેમોરિયલ એથ્લેટીક્સ માં ગોલ્ડ મેડલ જીત્યો હતો ત્યારે તેમણે 200 મીટર રેસ 23.43 સેકન્ડમાં પુરી કરી હતી. તેના પહેલા 7 જુલાઈએ પોલેન્ડમાં કુટનો એથ્લેટીક્સ મીટ માં સુવર્ણ પદક જીત્યો હતો. ત્યારે તેમણે 200 મિટર રેસ 23.97 સેકન્ડમાં પૂર્ણ કરી હતી. તેમણે 4 જુલાઈ એ પોજનાન એથ્લેટીક્સ ગ્રા પી માં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો ત્યારે ૨૦૦ મીટરની રેસ 23.65 સેકન્ડમાં પૂર્ણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here