૧૩૦૦ રૂપિયામાં ખરીદ્યો સોફો, બેસવા પર કઈક ખૂંચતું હોય તેવું લાગ્યું, નિકાળ્યું તો થઈ ગયા માલામાલ

0
3637
views

મોટેભાગે લોકો જૂની ચીજોને કચરામાં વિચાર્યા વિના અને તેને યોગ્ય રીતે ચકાસી લીધા વિના વેચે છે. જેથી તેઓને કેટલાક પૈસા મળી શકે. પરંતુ કેટલીકવાર ભંગારમાં વેચાયેલી આ ચીજો કોઈપણ ના નસીબને બદલી શકે છે. કોઈપણને લાખોનો માલિક બનાવી શકે છે અને તાજેતરમાં તે પણ જોવામાં આવ્યું છે. હકીકતમાં, અમેરિકામાં રહેતા ત્રણ વિદ્યાર્થીઓએ કોઈની પાસેથી એક સોફા ખરીદ્યો હતો. પરંતુ આ વિદ્યાર્થીઓને ખબર નહોતી કે ૧૩૦૦ રૂપિયામાં ખરીદેલો આ સોફા તેમને લાખો રૂપિયા આપશે.

શું છે આખી વાત

આ દેશના પલ્ટ્ઝમાં રહેતા ત્રણ કોલેજના વિદ્યાર્થીઓએ એક સાથે મકાન ભાડે લીધું હતું અને આ ઘરને સજાવવા માટે તેઓએ લોકો પાસેથી જૂની વસ્તુઓ ખરીદવાનું શરૂ કર્યું હતું. આ સમય દરમિયાન તેણે એક જુનો સોફા પણ ખરીદ્યો જે ૧૩૦૦ રૂપિયામાં વેચાયો હતો. આ સોફા ખરીદતી વખતે આ ત્રણેય વિદ્યાર્થીઓને ખબર ન હતી કે આ સોફા તેમને કરોડપતિ બનાવી શકે છે.

સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા રાઇઝ વર્ખૌવ, કોલી ગેસ્ટેઇ અને લારા રુસો જ્યારે તેમના ભાડાના મકાનમાં આ સોફા પર બેઠા હતા ત્યારે રૂ.૧૩૦૦ માં ખરીદેલા પલંગ પર  તેમને અચાનક ધારમાં કંઇક ખૂંચતુ હોઈ તેવું લાગ્યું. જેના પછી તેઓએ આ પલંગની ગાદલું કાઢી લીધું. તે જ સમયે ગાદલું કાઢ્યા પછી તેમના હાથમાં એક એનવલોપ  આવ્યું, જેમાં પૈસા રાખવામાં આવ્યા હતા. જ્યારે તેણે આ એનવલોપ ખોલ્યું ત્યારે તેની અંદર 70 હજાર રૂપિયા મળી ગયા.

પૈસા મળ્યા પછી તેઓએ સોફા પરના અન્ય ગાદલાઓને પણ દૂર કરવાનું શરૂ કર્યું અને તેમને દરેક ગાદલા હેઠળ એવુંજ એનવલોપ મળવાનું શરૂ થયું, જે પૈસાથી ભરેલા હતા. બધા એનવલોપ મેળવ્યા પછી તે પૈસાની ગણતરી કરતી વખતે તે આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે આ સોફાની અંદર આ ત્રણેયને આશરે 40 લાખ રૂપિયા મળ્યા  હતા.

આ પૈસા મળ્યા પછી આ વિદ્યાર્થીઓએ આ નાણાં ગણતી વખતે પોતાનાં ઘણા ફોટા પણ લીધાં. જો કે આ સમય દરમિયાન તેને એક બેંકની ડિપોઝિટ સ્લિપ પણ મળી. જેમાં આ પૈસાના માલિક વિશે માહિતી લખવામાં આવી હતી. જેના થકી આ વિદ્યાર્થીઓ સમજી ગયા કે કોઈક ને આ નાણાં બેંકમાં જમા કરાવવાના હતા, પરંતુ તેઓ તેમને જમા કરાવી શક્યા નથી.

પૈસાનાં મલિકને શોધવાની શરૂઆત

ત્રણ વિદ્યાર્થીઓ પૈસાના સાચ્ચાં માલિકને શોધવા માટેની  શરૂઆત કરી દીધી અને તેમને પૈસાનાં મલિકના ઘર ની માહિતી પણ મળી ગઈ હતી. ઘરે જઈને જોયું તો ત્યાં એક વૃદ્ધ સ્ત્રી હતી જે એકલી હતી. જ્યારે તેઓ એ વૃદ્ધ મહિલાને આ પૈસા વિશે પૂછ્યું, તો ત્યારે તેણે તેમને કહ્યું કે આ પૈસા તેના પતિના છે. જે તેના પતિને નિવૃત્તિ પર મળ્યા હતા. આ પૈસા બેંકમાં જમા કરાવવાના હતા, પરંતુ તે થઈ શક્યું નહીં અને કોઈ કારણોસર આ મહિલાએ આ પૈસા પલંગમાં છુપાવ્યા હતા.

આ મહિલાના કહેવા પ્રમાણે તેના બાળકોએ તેને કહ્યા વિના આ સોફા વેચી દીધો હતો. જ્યારે આ સોફા વેચાયો હતો તે સમયે આ પૈસા તેમાં રાખવામાં આવ્યાં હતાં અને બાળકોને આ પૈસા વિશે ખબર નહોતી. મહિલાની વાત સાંભળ્યા પછી આ ત્રણેય વિદ્યાર્થીઓએ તેમના બધા પૈસા તેમને પરત કર્યા અને આ મહિલાએ આ વિદ્યાર્થીઓને ૧ હજાર ડોલર ઈનામ તરીકે આપ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here